• Gujarati News
  • National
  • Clashes Between Security Forces And Militants In Budgam; A Drone With A Rifle Seized From The Scene

જૈશના ત્રણ આતંકી ઠાર:બડગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ; ઘટનાસ્થળેથી રાઇફલ સહિત એક ડ્રોન જપ્ત

શ્રીનગર, જમ્મુ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે રાતભર ચાલેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી ઠાર મરાયા હતા. કાશ્મીરના આઈજી વિજયકુમારે શુક્રવારે જણાવ્યું કે જોલ્વા ક્રાલપોરા ચદૂરા વિસ્તારમાં અથડામણ ગુરુવારે સાંજે શરૂ થઈ હતી. માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા.

ઘટનાસ્થળેથી ત્રણ એકે-56 રાઈફલ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. આઈજીએ જણાવ્યું કે એક આતંકીની ઓળખ વસીમ તરીકે થઇ હતી જે શ્રીનગરનો વતની હતો. બે અન્યની શોધખોળ ચાલુ છે. વિજય કુમારે જણાવ્યું કે સુરક્ષાદળોએ આ વર્ષના પહેલા અઠવાડિયામાં 11 આતંકીઓને ઠાર માર્યા હતા. તેમાં મોટાભાગના જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર હતા. સુરક્ષાદળોની હિટલિસ્ટમાં સામેલ તમામ આતંકીઓ ઠાર મરાયા છે. જે નવા આતંકી બન્યા છે તેમનો જલદી જ ખાત્મો બોલાવી દેવાશે.

દરમિયાન જમ્મુના ગુજરાલ ગામમાં જમ્મુ પોલીસે એક ડ્રોન જપ્ત કર્યું હતું. આ મામલે આગળ તપાસ શરૂ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...