• Gujarati News
  • National
  • Clashes Between Police And Naxalites In Maharashtra's Stronghold Chiroli, 26 Naxalites Killed

મહારાષ્ટ્ર પોલીસને મોટી સફળતા:ગઢચિરોલીમાં 26 નક્સલી ઠાર કરાયા, 4 જવાન ઈજાગ્રસ્ત;ગ્યારાપટ્ટીના જંગલોમાં 10 કલાક અથડામણ ચાલી

19 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)
  • પોલીસની C-60 નામની ટીમે નક્સલવાદીઓ સામે અભિયાન ઝડપી બનાવવાનો નિર્ણય કરેલો

મહારાષ્ટ્રના ગઢ ચિરોલીમાં પોલીસે 26 નક્સલવાદીઓને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ગઢચિરોલીના SP અંકિત ગોયલે જણાવ્યું હતું કે ગ્યારાપટ્ટીના જંગલોમાં આજે મહારાષ્ટ્ર પોલીસની C-60 યુનિટ સાથે થયેલી અથડામણમાં 26 નક્સલીઓનો સફાયો કરવામાં આવ્યો છે. આ અથડામણમાં 4 જવાન ઈજાગ્રસ્ત પણ થયા છે.

કેટલાક દિવસ અગાઉ અહીંથી પોલીસે 2 લાખનું ઈનામ ધરાવતા નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. નક્સલી મંગારુ પર હત્યા તથા પોલીસ પર હુમલો કરવા સહિતના અનેક કેસ નોંધાયેલા હતા. ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી છાવણીઓ અંગે પોલીસને માહિતી મળી હતી.

ત્યારબાદ પોલીસની C-60 નામની ટીમે નક્સલવાદીઓ સામે અભિયાન ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ જ્યારે ટીમ અભિયાન સમયે આ છાવણીઓ નજીક પહોંચી ત્યારે નક્સલવાદીઓને આ અંગે માહિતી મળી ગઈ હતી. જેને પગલે સામ સામે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ઘટનામાં 26 નક્સલી માર્યા હતા.

SP અંકિત ગોયલે જણાવ્યું કે આ અથડામણમાં 4 જવાન ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો પોલીસ કર્મચારીઓમાં રવિન્દ્ર નેતામ (42), સર્વેશ્વર અતરામ (34), મહરુ કુદમેઠે (34) અને ટીકારામ કટાંગે (41)નો સમાવેશ થાય છે.

ગઢ ચિરૌલીના ઈતિહાસમાં બીજી સૌથી મોટી અથડામણ
SP ગોયલે જણાવ્યું કે આ અથડામણ ગઢચિરોલીના ઈતિહાસમાં બીજી સૌથી મોટી લાંબી ચાલેલી અથડામણ હતી. અહીં સવારે છ વાગે આ અથ઼ડામણ ચાલી હતી અને સાંજે લગભગ 4 વાગે પૂરી થઈ હતી. આ અગાઉ 23 એપ્રિલ,2018ના રોજ ગઢચિરોલી પોલીસે બે અલગ-અલગ અથડામણમાં 40 જેટલા માઓવાદીઓને મારી નાંખ્યા હતા.

એટાપલ્લી તાલુકાના બોરિયા-કાસ્નાસુર વિસ્તારમાં 34 જેટલા જ્યારે એક જ સમુદાયના 6 લોકોને અહેરી તાલુકામાં ફાયરિંગ સમયે મારી નાંખવામાં આવ્યા હતા.

માર્યા ગયેલા નક્સલવાદીઓનો આંકડો વધી શકે છે
પોલીસ અત્યારે માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરી રહી છે. તેમાથી 26 જેટલા મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. જોકે ગાઢ જંગલ અને રાત્રીનો સમય હોવાથી તપાસ અભિયાન અટકાવી દેવામાં આવ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

નક્સલવાદ પર મોટો પ્રહાર
જાણકારી મળતા જ શનિવારે ગરાપત્તીના જંગલમાં મહારાષ્ટ્રની C-60 પોલીસની નક્સલવાદીઓ સામે મોટી અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં પોલીસે જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે આ ઘટનામાં ચાર જવાન ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને ઓરેંજ સિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આમ તો આ ઓપરેશનની શરૂઆત આજે સવારથી જ થઈ હતી. કેટલાક કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું અને તે સમયે નક્સવાદીઓને અનેક છાવણીઓનો સફાયો કરી દેવામાં આવ્યો.