• Gujarati News
  • National
  • Clash Between Rajewal And Chadhuni; Giving 9 Tickets Instead Of 25 To Haryana Farmer Leader

ખેડૂતોમાં ચૂંટણી ટીકીટની વહેંચણીનો વિવાદ:રાજેવાલ અને ચઢૂની વચ્ચે ટકરાવ; હરિયાણાના ખેડૂત નેતાને 25ના બદલે 9 ટિકિટો આપી રહ્યા

ચંદીગઢ13 દિવસ પહેલા

પંજાબમાં ટિકિટ વહેંચણીને લઈને ખેડૂતો વચ્ચે વિવાદ થયો છે. હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચઢૂની 25 ટિકિટ માંગી રહ્યા છે, જ્યારે ખેડૂત નેતા બલબીર રાજેવાલના નેતૃત્વમાં પંજાબના 22 ખેડૂત સંગઠનો તેઓને માત્ર 9 ટિકિટ આપવા તૈયાર છે. આ બાબતે રાજેવાલ અને ચઢૂની જૂથ વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. પંજાબના 22 સંગઠનોના નેતા રુલદુ સિંહ માનસાએ કહ્યું કે ચઢૂનીનુ એક યુનિયન છે. તે મુજબ તેમને ટિકિટ આપવામાં આવી રહી છે. તેમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન હોવી જોઈએ.

ચઢૂનીએ આંદોલન પછી સંયુક્ત સંઘર્ષ પાર્ટી બનાવી છે. તેઓ કહે છે કે રાજેવાલ જૂથ અમને 25 બેઠકો આપે, નહીં તો અમે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખીશું.
ચઢૂનીએ આંદોલન પછી સંયુક્ત સંઘર્ષ પાર્ટી બનાવી છે. તેઓ કહે છે કે રાજેવાલ જૂથ અમને 25 બેઠકો આપે, નહીં તો અમે તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખીશું.

અમે અલગ પાર્ટી છીએ, રાજેવાલ વધુ સીટો આપો: ચઢૂની ગ્રુપ
ચઢૂની ગ્રૂપના વડેચે કહ્યું કે તેમની અલગ સંયુક્ત સંઘર્ષ પાર્ટી છે. આવી સ્થિતિમાં તેઓ પંજાબના ખેડૂત સંગઠનોના સંયુક્ત સમાજ મોરચા સાથે ગઠબંધન કરી રહ્યા છે. તેમની સાથે અન્ય યુનિયનો પણ જોડાયેલા છે. તેઓ પણ પાર્ટી પાસેથી ટિકિટ ઈચ્છે છે. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, આ ઝઘડો હજુ પૂરો થાય તેમ લાગતું નથી.

પંજાબના 22 ખેડૂત સંગઠનો સંયુક્ત સમાજ મોરચો બનાવીને ચૂંટણી મેદાનમાં છે. આ ગ્રુપ કહે છે કે ચઢૂનીનું માત્ર એક યુનિયન છે. તે મુજબ તેમને બેઠકો આપવામાં આવી રહી છે.
પંજાબના 22 ખેડૂત સંગઠનો સંયુક્ત સમાજ મોરચો બનાવીને ચૂંટણી મેદાનમાં છે. આ ગ્રુપ કહે છે કે ચઢૂનીનું માત્ર એક યુનિયન છે. તે મુજબ તેમને બેઠકો આપવામાં આવી રહી છે.

AAP સાથે સહમતી ન થતા ખેડૂતો એકલા મેદાનમાં
પંજાબના ખેડૂતોનું સંગઠન આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માંગતું હતું. બલબીર રાજેવાલે આ વાત ઘણી વખત કહી છે. એમ પણ કહ્યું કે તેઓ AAP સાથે ગઠબંધન કરી શકે છે. બુધવારે AAP સંયોજક અરવિંદ કેજરીવાલે મોહાલીમાં કહ્યું કે રાજેવાલ જ્યારે તેમની પાસે આવ્યા ત્યારે 90 ટિકિટોની વહેંચણી થઈ ગઈ હતી. રાજેવાલ 60 ટિકિટ માંગી રહ્યા હતા, જે તે સમયે શક્ય નહોતું. કેજરીવાલે કહ્યું, મેં 10 થી 15 સીટોની ઓફર કરી હતી, તેથી તેઓ સહમત ન થયા હતા.

રાજેવાલ અમને યોગ્ય બેઠકો આપી રહ્યા નથી: ચઢૂની
હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચઢૂનીએ કહ્યું કે આંદોલન સમાપ્ત થયા પછી રાજેવાલે ચૂંટણીમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. આ વિશે મારી સાથે કંઈ વાત કરવામાં આવી ન હતી. માઝા વિસ્તારના 6 સંગઠન અમારી સાથે છે. તેઓ અમને યોગ્ય બેઠકો આપી રહ્યા નથી. ચઢૂનીએ વધુમાં કહ્યું કે, રાજેવાલ ગ્રૂપ અમને 25 બેઠકો આપે, નહીં તો અમે તમામ બેઠકો પર અમારા ઉમેદવારો ઊભા રાખીશું.

અન્ય સમાચારો પણ છે...