તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In The Study, The Claim Pfizer Vaccine Produced 5 Times Fewer Antibodies Against The Delta Variant In India Than The Original Variant.

ફાઇઝર ભારતમાં કેટલી અસરકારક:અભ્યાસમાં દાવો-ફાઇઝરની વેક્સિનથી ઓરિજિનલ વેરિયન્ટની તુલનામાં ભારતમાં ડેલ્ટા વેરિયન્ટ સામે 5 ગણી ઓછી એન્ટિબોડીઝ બની

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાની અમેરિકી વેક્સિન ફાઈઝરના આગમન માટે માર્ગ મોકળો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં દેશમાં એ ઉપલબ્ધ બનવા લાગશે, જોકે એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ફાઈઝરની વેક્સિન ઓરિજિનલ વેરિયન્ટની તુલનામાં ભારતીય ડેલ્ટા વેરિયન્ટ સામે 5 ગણી ઓછી એન્ટિબોડીઝનું નિર્માણ કરશે.

લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, વધતી ઉંમરની સાથે આ એન્ટિબોડીઝના વાયરસને પહોંચાડવામાં અને એની સામે લડવાની ક્ષમતા પણ ઘટાડશે. ડેલ્ટા વેરિયન્ટ અને એને લગતા આ રિપોર્ટને પ્રશ્ન-જવાબમાં સમજીએ...

ડેલ્ટા વેરિયેન્ટ શું છે અને અત્યારસુધી કેટલા વેરિયન્ટ મળ્યા, જેને ચિંતા વધારી?
મુશ્કેલી વધારનારા 4 વેરિયન્ટ અત્યારસુધીમાં સામે આવી ગયા છે. આ પૈકી પહેલો આલ્ફા એટલે B.1.1.7 છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિટનમાં એ મળ્યો હતો. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકામાં બીટા અને બ્રાઝિલ તથા જાપાનમાં ગામા વેરિયન્ટ મળ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં ડેલ્ટા વેરિયન્ટ એટલે કે B.1.617 મળ્યો હતો. આ વેરિયન્ટ મુશ્કેલી સર્જનારા એટલા માટે છે, કારણ કે એ ગંભીર લક્ષણનું સર્જન કરે છે. ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એન્ટિબોડીઝને પણ છેતરી શકે છે.

ફાઈઝર અને ડેલ્ટા વેરિયન્ટની લિંક ભારત માટે મહત્ત્વની શા માટે છે?
ફાઈઝરની વેક્સિનનો ઈમર્જન્સી ઉપયોગ માટે ભારતમાં મંજૂરી મળી છે. એ ટૂંક સમયમાં લાવવા માટે કેન્દ્ર સરકારે અમેરિકાની કંપનીને સ્થાનિક ટ્રાયલ ન કરવાની શરત માની પણ લીધી છે. આ ઉપરાંત એઈમ્સે એમ પણ કહ્યું છે કે ફાઈઝરની વેક્સિન ભારતમાં બાળકોને લગાવી શકાશે.

અમેરિકા અને બ્રિટનમાં ફાઈઝર બાળકોને લગાવવાની મંજૂરી અગાઉ જ આપી દેવામાં આવી છે. હવે ત્રીજી લહેરમાં બાળકોનું વધારે પ્રમાણમાં સંક્રમણ થાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી વાત ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં છે. આ સંજોગોમાં ફાઈઝરની વેક્સિન અને તેનો ડેલ્ટા લિંક આપણા માટે ઘણી મહત્વની છે.

ફાઈઝરની ઈફેક્ટિવનેસ અંગે શું કોઈ મુશ્કેલીની વાત છે?
ફાઈઝર એવી પહેલી વેક્સિન છે કે જે બાળકોને લગાવવામાં આવી છે. ફાઈઝરે કહ્યું છે કે એ આ વર્ષે 5 કરોડ ડોઝ ભારતને આપવા માટે તૈયાર છે. દરમિયાન લેન્સેટ જર્નલનો અભ્યાસ સામે આવ્યો છે, જે કહે છે કે ડેલ્ટા વેરિયન્ટની સામે ફાઈઝર ઓરિજિનલ વેરિયન્ટની તુલનામાં 5 ગણું ઓછું એન્ટિબોડી સર્જન કરે છે. એન્ટિબોડીના વાયરસની ઓળખ કરવા અને લડવાની ક્ષમતા ઉંમરની સાથે ઓછી થઈ જશે, એ પણ સમય સાથે ઘટશે.

આ રિસ્પોન્સ એવા સમયે ઓછો થશે કે જ્યારે કોઈને એક ડોઝ લાગશે અથવા તો બે ડોઝ વચ્ચેનું અંતર લાંબું રહેશે. હવે ભારતમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે અંતર 6-8 સપ્તાહથી વધી 12થી 16 સપ્તાહ કરવામાં આવ્યું છે. ફાઈઝરની બાબતમાં અત્યારે આ અંતર નક્કી કરવામાં આવ્યું નથી.

હવે ભારતને કેવા પ્રકારનો માર્ગ અપનાવવો પડશે?
બ્રિટને પોતાના અભ્યાસમાં જોયું છે કે ફાઈઝરની વેક્સિન અગાઉના વેરિયન્ટની તુલનામાં વર્તમાન વેરિયન્ટ સામે ઓછી એન્ટિબોડીનું સર્જન કરે છે. આ એવી સ્થિતિની વાત છે જ્યાં કોઈને પણ પહેલો ડોઝ આપવામાં આવે. લંડનમાં ધ લેગેસી સ્ટડીના સિનિયર ક્લિનિકલ રિસર્સ ફેલો એમ્માવાલનું કહેવું છે કે અમારો અભ્યાસ એમ કહે છે કે એન્ટિબોડીઝવાળી સમસ્યાને દૂર કરવા બે ડોઝ વચ્ચેનું અંતર ઓછું કરવામાં આવે. આ સાથે જેમની ઈમ્યુન નબળી છે તેને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે. આ અભ્યાસ બાદ બ્રિટને બે ડોઝ વચ્ચે અંતર ઓછું કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પણ આ પ્રકારનું પગલું ભરી શકે છે.

કયા વેરિયન્ટ સામે કેટલી અસરકારક ફાઈઝર વેક્સિન?
લેન્સેટના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ઓરિજિનલ વેરિયન્ટની સામે ફાઈઝરનો સિંગલ ડોઝ લેનારા 79 ટકા લોકોમાં એન્ટિબોડીઝ બની છે. જોકે આલ્ફા સામે આ આંકડો 50 ટકા સુધી ઘટ્યો, ડેલ્ટા વેરિયન્ટ સામે ઘટાડો 32 ટકા રહ્યો, બિટા વેરિયન્ટ સામે આ ઘટાડો 25 ટકા સુધી પહોંચી ગયો. રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકોને હોસ્પિટલ જતા બચાવવા માટે વેક્સિનેશનનું પ્રમાણ ઊંચું રાખવું પડશે.