• Gujarati News
  • National
  • Claim Of Being Like Bipin Rawat In 11 Second Clip| Chief Of Defence Staff Rawat Rescue By Workers

CDS નહીં, ગ્રુપ કેપ્ટનનો છે વાઈરલ VIDEO:11 સેકન્ડની ક્લિપમાં કેપ્ટન વરુણ સિંહને લઈ જઈ રહી હતી રેસ્ક્યૂ ટીમ, મિલિટરી હોસ્પિટલમાં સારવાર શરૂ

8 મહિનો પહેલા
  • ચોપર ક્રેશમાં જનરલ બિપિન રાવત, પત્ની મધુલિકા સહિત 13નાં નિધન

તામિલનાડુના કુન્નુરમાં CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયા પછી એક VIDEO સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. એવામાં દાવો કરાઈ રહ્યો હતો કે આ દુર્ઘટના પછી ગણતરીની મિનિટમાં વાઈરલ થયેલા વીડિયોમાં જે વ્યક્તિ હતી તે જનરલ રાવત છે, પરંતુ ત્યાર પછી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વ્યક્તિ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ છે, રાવત નહિ.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને શેર કર્યો હતો. યુઝર્સે જનરલ બિપિન રાવતની સુરક્ષાની પ્રાર્થના પણ કરી હતી, જોકે ઈન્ડિયન એરફોર્સે ટ્વીટ કરી બિપિન રાવતના નિધનની માહિતી આપી છે. આ ક્રેશમાં રાવત અને તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે.

આ VIDEOમાં શું હતું
11 સેકન્ડના આ વીડિયો કુન્નુર હેલિકોપ્ટર ક્રેશનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જેમાં સેના, પોલીસ અને રેસ્ક્યૂ ટીમના મેમ્બર્સ, એક શખસને ધાબળામાં રાખી સારવાર અર્થે લઈ જતા નજરે પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...