• Gujarati News
  • National
  • CJI To Administer Oath To 15th President Of The Country, Draupadi Murmu's Family Will Be Present

દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા:CJI રમણાએ શપથગ્રહણ કરાવ્યા, મુર્મુએ કહ્યું- જનતાનું હિત મારા માટે સર્વોપરી છે

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
  • સમારોહમાં દ્રૌપદી મુર્મુના પરિવારજનોએ પણ હાજરી આપી.

દ્રૌપદી મુર્મુ (64 વર્ષ) એ સોમવારે, 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

હું દેશના તમામ નાગરિકોને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું: મુર્મુ
દેશના 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથગ્રહણ બાદ પોતાનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે હું સમગ્ર ભારતના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતિક સમાન આ પવિત્ર સંસદ તરફથી તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. તમારી આત્મીયતા, તમારો વિશ્વાસ અને તમારો સાથ, મારા માટે આ નવી જવાબદારી પૂરી કરવામાં મોટી તાકાત હશે.

આ લોકશાહીની તાકાત છે જેણે મને આટલે સુધી પહોંચાડી- મુર્મુ
દ્રૌપદી મુર્મુએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પદના શપથ લીધા બાદ કહ્યું કે, હું દેશની આવી પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે સ્વતંત્ર ભારતના નાગરિકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે આપણે આપણા પ્રયત્નો વધારવા પડશે. દ્રૌપદી મુર્મુએ કહ્યું, મારો જન્મ ઓડિશામાં એક આદિવાસી ગામમાં થયો હતો. પરંતુ તે દેશની લોકશાહીની શક્તિ છે જેણે મને આટલે સુધી પહોંચાડી છે.

શપથગ્રહણ બાદ પીએમ મોદી, રાજનાથ સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા. સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હતા.
શપથગ્રહણ બાદ પીએમ મોદી, રાજનાથ સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા. સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હતા.

દ્રૌપદી મુર્મુએ કહ્યું- 'એક સંયોગ છે'
દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, દેશે મને એવા મહત્વપૂર્ણ સમયગાળામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.

સોનિયા ગાંધીએ શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી.
સોનિયા ગાંધીએ શપથગ્રહણ બાદ રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

'રાષ્ટ્રપતિ બનવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી'
મહામહિમ મુર્મુએ કહ્યું, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને પૂરા કરી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કારગિલ દિવસ પર શુભેચ્છા પાઠવી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આવતીકાલે એટલે કે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ, ભારતની સેનાઓ માટે બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું કારગીલ વિજય માટે દેશની સેનાઓ અને દેશના તમામ નાગરિકોને અભિનંદન આપું છું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિના ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિના ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હતા.

'કોલેજમાં જનારી હું ગામની પહેલી દીકરી હતી' : મુર્મુ
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, મેં મારી જીવન યાત્રા ઓડિશાના એક નાના આદિવાસી ગામમાંથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું, ત્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવું મારા માટે એક સ્વપ્ન જેવું હતું. પરંતુ અનેક અવરોધો છતાં મારો સંકલ્પ દર્ઢ રહ્યો અને કોલેજમાં જનારી હું મારા ગામની પહેલી દીકરી બની.

દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા મુર્મુ
આદિવાસી સમુદાયમાં જન્મેલી દ્રૌપદી મુર્મુ સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 10.15 કલાકે દેશના સર્વોચ્ચ બંધારણીય પદના શપથ લીધા છે. CJI રમણાએ શપથગ્રહણ કરાવ્યા હતા. આ પહેલા રાજઘાટ પહોંચીને તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

મુર્મુના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઓડિશાના 64 વિશેષ મહેમાનો હાજરી આપી છે. શપથ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ મહેમાનો માટે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ દરેકને આખી બિલ્ડીંગ ફેરવવામાં આવશે. મુર્મુ દેશના 10મા રાષ્ટ્રપતિ છે જેમણે 25 જુલાઈએ શપથ લીધા છે.

જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુર્મુના ઘરે તેમને અભિનંદન આપવા ગયા હતા.
જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુર્મુના ઘરે તેમને અભિનંદન આપવા ગયા હતા.

દ્રૌપદી મુર્મુ સોમવારે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમના હોદ્દો અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. આ સાથે જ દેશને પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમના પહેલા 2007માં પ્રતિભા પાટીલ પહેલા મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. ઓડિશાના રાયરંગપુરથી મુર્મુના પરિવારજનો દિલ્હી પહોંચી ચૂક્યા છે. મુર્મુના ભાભી સુકરી ટુડુ તેમના માટે સંથાલી સાડી લઈને આવ્યા છે. પૂર્વ ભારતમાં સંથાલી સાડી ઉત્સવના દિવસે તે પહેરવામાં આવે છે.

દ્રૌપદી મુર્મુ તેની પૌત્રી સાથે ઓડિશાના રાયરંગપુરમાં એક મંદિરમાં.
દ્રૌપદી મુર્મુ તેની પૌત્રી સાથે ઓડિશાના રાયરંગપુરમાં એક મંદિરમાં.

પુત્રી ઈતિશ્રી અને જમાઈ પણ દિલ્હીમાં
મુર્મૂના બેંક અધિકારી પુત્રી ઈતિશ્રી પતિ ગણેશ હેમ્બ્રમ સાથે દિલ્હી પહોંચ્યા હતા. ઈતિશ્રી ભુવનેશ્વરમાં રહે છે. મુર્મુના પરિવારમાં તેના ભાઈ, ભાભી, પુત્રી અને જમાઈ છે, જે તમામ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

21 જુલાઈના રોજ વિજય પછી પુત્રી ઇતિશ્રીને મીઠાઈ ખવડાવતા દ્રૌપદી મુર્મુ.
21 જુલાઈના રોજ વિજય પછી પુત્રી ઇતિશ્રીને મીઠાઈ ખવડાવતા દ્રૌપદી મુર્મુ.

ગામડાંમાંથી રાષ્ટ્રપતિ ભવન સુધી
20 જૂન, 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામના સંથાલ પરિવારમાં દ્રૌપદી મુર્મુનો જન્મ થયો હતો. તેમના દાદા અને પિતા બંને ગામના પ્રધાન રહ્યા હતા. મુર્મુનું પ્રાથમિક શિક્ષણ ઉપરબેડા ગામની સ્કૂલમાં થયું. પિતા બિરંચી નારાયણ ટુડુે પુત્રીને ભણાવવા ભાર મૂક્યો હતો.

કોણ-કોણ છે ખાસ મહેમાનો
મુર્મુના મહેમાનોમાં તેમના ભાઈ તરણીસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ ઉપરબેડા ગામથી દિલ્હી પહોંચી ગયા હતા. આ ઉપરાંત પુત્રી ઇતિશ્રી,જમાઈ, તેની બંને પૌત્રીઓ. મોટી પૌત્રી અઢી વર્ષની છે, જ્યારે બીજી માત્ર અઢી મહિનાની છે. તે સિવાય તેમના ખાસ મહેમાનોમાં તેના મિત્ર- ધાનકી મુર્મુનો સમાવેશ થાય છે. ધાનકી તેની સાથે ભુવનેશ્વરમાં કોલેજમાં અભ્યાસ કરતા હતા. દ્રૌપદીની આ મિત્ર દુ:ખ અને સુખમાં સાથે રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્રૌપદી મુર્મુ અને તેમની પુત્રી ઇતિશ્રી. તેમના પતિ ગણેશચંદ્ર હેમ્બ્રમ ઇતિશ્રીની પાછળ જ ઉભા છે. પતિ-પત્ની બંને બેંકર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્રૌપદી મુર્મુ અને તેમની પુત્રી ઇતિશ્રી. તેમના પતિ ગણેશચંદ્ર હેમ્બ્રમ ઇતિશ્રીની પાછળ જ ઉભા છે. પતિ-પત્ની બંને બેંકર છે.

ઘરમાં જ સ્કૂલ શરૂ કરી હતી
પતિ અને બે પુત્રના નિધન બાદ દ્રૌપદી મુર્મુએ પોતાના ઘરમાં જ બાળકોની સ્કૂલ શરૂ કરી હતી. અહીં આજે પણ બાળકો ભણે છે.

મુર્મુનો ભાઈ તરણીસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ ઉપરબેડા ગામથી દિલ્હી પહોંચી ગયા છે.
મુર્મુનો ભાઈ તરણીસેન ટુડુ અને ભાભી સુકરી ટુડુ ઉપરબેડા ગામથી દિલ્હી પહોંચી ગયા છે.

સતત 10મી વાર 25 જુલાઈ શપથ
25 જુલાઈએ શપથ લેનારા મુર્મૂ 10મા રાષ્ટ્રપતિ બન્યા છે. 1977 પછી દર વખતે 25 જુલાઈએ જ રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાય છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી, 1950ના રોજ શપથ લીધા હતા. તે દિવસે ભારત ગણતંત્ર બન્યું હતું. બીજી વાર ચૂંટણી જીતીને તેઓ મે 1962 સુધી આ હોદ્દે રહ્યા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે, 1962ના રોજ શપથ લીધા અને 13 મે, 1967 સુધી આ હોદ્દે રહ્યા. ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહમદ તેમનો કાર્યકાળ પૂરો ના કરી શક્યા કારણ કે, તેમના નિધન થયા. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ પણ 25 જુલાઈ, 1977ના રોજ શપથ લીધા. ત્યાર પછી જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરમન, શંકર દયાલ શર્મા, કે.આર. નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખરજી અને રામનાથ કોવિંદે પણ 25 જુલાઈએ શપથ લીધાં હતાં.

જીવંત લોકતંત્રને નમનઃ કોવિંદ
રાષ્ટ્રપતિ તરીકે છેલ્લા દિવસે રામનાથ કોવિંદે રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, ગામના સામાન્ય પરિવારમાં ઉછરેલો રામનાથ કોવિંદ દેશવાસીઓને સંબોધિત કરી રહ્યો છે. આ માટે હું દેશની લોકશાહી શક્તિને નમન કરું છું. 21મી સદીને ભારતની બનાવવા આપણે સક્ષમ છીએ

સૌથી નાની વયના રાષ્ટ્રપતિ બન્યા મુર્મુ
મુર્મુ આઝાદી પછી જન્મેલા પ્રથમ અને ટોચના પદ પર રહેલા સૌથી નાની વયના રાષ્ટ્રપતિ બન્યા છે. મુર્મુ બીજા મહિલા રાષ્ટ્રપતિ પણ છે. મુર્મુ (64)એ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા હતા. મુર્મુએ સાંસદો અને ધારાસભ્યોનાં 64 ટકાથી વધુ મેળવીને જીત્યા હતા. મુર્મુને 6 લાખ 76 હજાર 803 મત મળ્યા જ્યારે સિન્હાને 3 લાખ 80 હજાર 177 મત મળ્યા. મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...