તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CJI Says: When I Saw Law Minister Kiran Rijiju For The First Time, I Felt Like I Was Meeting A College Student.

મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમનાનો હળવો અંદાજ:CJIએ કહ્યું- કાયદા મંત્રી કિરણ રિજિજુને પ્રથમ વખત જોયા તો લાગ્યું કે જાણે કોલેજના વિદ્યાર્થીને મળી રહ્યો છું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજધાની દિલ્હીમાં શનિવારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના અભિનંદન સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (CJI)એન વી રમનાએ કાયદા મંત્રી કિરણ રિજિજુ સાથે પ્રથમ મુલાકાત અંગે એક ખુલાસો કર્યો છે. CJIએ હળવા અંદાજમાં કહ્યું- હું જ્યારે પ્રથમ વખત કાયદા મંત્રીને મળ્યો તો એવું લાગ્યું કે કોઈ કોલેજના વિદ્યાર્થીને મળી રહ્યો છું. હું તેમની ઉંમર પૂછવા ઈચ્છતો ન હતો.CJIએ વધુમાં રહ્યું કે કાયદા મંત્રીએ કહ્યું કે તેઓ કાયદાની ડિગ્રી ધરાવે છે, પણ પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા નથી.

મે કહ્યું કે આ તો ઘણી સારી વાત છે. તો તેઓ ન્યાયમૂર્તિઓ પ્રત્યે પૂર્વાગ્રહ પણ નહીં રાખે.CJIએ રિજિજુ માટે કહ્યું કે એક યુવા અને ગતિશીલ કેન્દ્રીય કાયદા મંત્રી પાસેથી અમે આશા કરી શકીએ છીએ કે કેટલીક બાબતો ઝડપથી આગળ વધશે. CJIએ રિજિજૂની પ્રશંસા કરતા કહ્યું તે તેઓ ઘણા જાણકાર છે.

કોલોજિયમની 12 હાઈકોર્ટ માટે 68 નામોની ભલામણ
ન્યાયમૂર્તિ રમનાએ જણાવ્યું કે કોલેજિયમે 12 હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે બઢતીના રેકોર્ડ 68 નામોની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે આશા છે કે સરકાર આ નામોને ટૂંક સમયમાં મંજૂરી આપશે. રમના આ અંગે જ્યારે ચર્ચા કરી રહ્યા હત ત્યારે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુ મંચ પર ઉપર ઉપસ્થિત રહ્યા હતા.

ન્યાયમૂર્તિ રમનાએ કહ્યું કે કેન્દ્રીય કાયદા મંત્રી અહીં છે. મને આશા છે કે સરકાર ટૂંક સમયમાં નામો અંગે મંજૂરી આપશે. રિજિજૂએ બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે હું સૂચિત ન્યાયમૂર્તિઓના નામો અંગે કંઈ કહી શકું તેમ નથી. પણ અમે આ વખતે વધારે સારો નિર્ણય કરશું.

મોટા વકીલોનું વર્ચ્યુઅલી રજૂ થવું તે એક જોખમી પેટર્ન
CJIએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ડિજીટલ સંશાધનો સુધી પહોંચવામાં મુશ્કેલીને લીધે વકીલોએ તેમની નોકરી ગુમાવી પડી શકે છે. હકીકતમાં મોટા વકીલો વીડિયો કોન્ફરન્સિંગ મારફતે હાજર થાય છે. આ એક ખતરનાક પેટર્ન છે. તેનાતી અસમાનતાનું સર્જન થાય છે.

મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે એક સપ્તાહ બાદ તેઓ પાયાગત માળખાના મુદ્દા અંગે કાયદા મંત્રીને એક વિસ્તૃત અહેવાલ સોપશે જેથી સરકાર આ અંગે ધ્યાન આપી શકે. CJIએ કહ્યું કે એક યુવા અને ગતિશીલ કેન્દ્રીય કાયદા મંત્રી પાસેથી અમે આશા કરી શકે છે કે બધી બાબતો ઝડપથી બદલાઈ રહી છે. ​​​​​​​

મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત આ 12 રાજ્ય માટે ભલામણ
​​​​​​​
જે 12 હાઈકોર્ટ માટે નામોની ભલામણો કરવામાં આવી છે, તેમા અલાહાબાદ, રાજસ્થાન, કોલકાત, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, મદ્રાસ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, પંજાબ અને હરિયાણા, કેરળ, છત્તીસગઢ અને આસામનો સમાવેશ થાય છે. 12 હાઈકોર્ટ માટે સ્વીકૃત નામોમાંથી 44 વખત છે અને 24 જ્યુડિશિયલ સર્વિસમાંથી છે.