ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડ ગુરુવારે કોર્ટમાં એક અરજીની લિસ્ટિંગ પર ગુસ્સે ભરાયા હતા. તેમણે મોટા અવાજમાં વરિષ્ઠ વકીલ વિકાસસિંહને જણાવ્યું કે, ચુપ થઈ જાવ. અત્યારે કોર્ટમાંથી જતા રહો. તમે અમને ડરાવી નહીં શકો.
વિકાસસિંહ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA)ના અધ્યક્ષ છે. તેઓ ચીફ જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની ખંડપીઠને વકીલોને જમીન આપવાની માગની એક અરજી પર સુનાવણીની અપીલ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે, તેઓ આ કેસની સુનાવણી માટે લિસ્ટ કરાવવા 6 મહિનાથી પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સફળ ના થયા.
શું એક પણ દિવસ સુપ્રીમ કોર્ટની ખંડપીઠ નવરી રહી?- CJI
વિકાસસિંહની અપીલ પર CJIએ જણાવ્યું કે, તમે આ પ્રકારની માગ નથી કરી શકતા. સાથે જ પૂછ્યું કે, શું એક પણ દિવસ સુપ્રીમ કોર્ટની ખંડપીઠ નવરી બેસી રહી છે? તેના પર બાર અધ્યક્ષે જણાવ્યુ કે, હું એવું નથી કહી રહ્યો કે, તમે લોકો ખાલી બેઠા છો. હું ફક્ત મારો કેસ લિસ્ટ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો આવું નથી થતું, તો મને આ કેસને લોર્ડશિપ (CJI)ના ઘર સુધી લઈ જવું પડશે. હું નથી ઈચ્છતો કે બારને આવી રીતે લેવામાં આવે.
વિકાસસિંહની આ ટિપ્પણી પર CJIએ મોટેથી જણાવ્યું, એક ચીફ જસ્ટિસને આ પ્રકારની ધમકી ના આપો. શું આ જ તમારા આચરણ છે? મહેરબાની કરીને બેસી જાવ. આવી રીતે તમારો કેસ લિસ્ટ નહીં થાય. મહેરબાની કરીને મારી કોર્ટમાંથી નિકળી જાવો. હું આવી રીતે કેસની લિસ્ટિંગ નહીં કરું.
હું તમારી વાતોથી ડરવાનો નથી. હું ચીફ જસ્ટિસ છું. હું 29 માર્ચ, 2000થી અહીં છું. હું આ વ્યવસાય સાથે 22 વર્ષથી જોડાયેલું છું. મેં મારી જાતને ક્યારેય પણ બારના કોઈ સભ્ય, અરજકાર કે કોઈ અન્યના દબાવમાં આવવા નથી દીધી. મારી કારકિર્દીના છેલ્લા બે વર્ષમાં પણ આવું નહીં કરું. તમારી સાથે એક સામાન્ય અરજદાર તરીકે વ્યવહાર કરાશે. મહેરબાની કરીને મને એવું કરવા પર દબાણ ન કરો જે તમે નથી ઈચ્છતા.
20 વર્ષથી જોઈ રહ્યા છે રાહ
તેના પર સિંહે જણાવ્યું કે, વકીલ 20 વર્ષથી ચેમ્બરની રાહ જોઈ રહ્યાં છે. ફક્ત એટલા માટે કે બાર કંઈ નથી કરતું, તેનો અર્થ એવો નથી કે તેને મંજૂરી આપવી ના જોઈએ. તેના પર CJIએ જણાવ્યું, મહેરબાની કરીને તમારો અવાજ નીચો રાખો. આ સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ તરીકે વ્યવહાર કરવાની રીત નથી. તમે સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી જમીનને બારને આપવાનું કહી રહ્યાં છો. મેં મારો નિર્ણય લીધો છે. તેના પર 17 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવામાં આવશે.
સિબ્બલ અને કૌલે માફી માગી
રિપોર્ટ મુજબ બાદમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એનકે કૌલે બાર તરફથી CJIની માફી માગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.