• Gujarati News
  • National
  • The Passport Will Have To Be Surrendered Until The Case Is Heard In The High Court, He Will Be Released From Jail Tomorrow

સુપ્રીમ કોર્ટે તીસ્તાને જામીન આપ્યા:હાઇકોર્ટમાં કેસ ચાલવા સુધી પાસપોર્ટને સરન્ડર કરવો પડશે, કાલે જેલમાંથી બહાર આવશે

નવી દિલ્હીએક મહિનો પહેલા

ગુજરાત રમખાણો સાથે જોડાયેલા મામલામાં ધરપકડ કરવામાં આવેલાં એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચમાં લગભગ 1 કલાક 10 મિનિટથી વધુ સમય સુધી સુનાવણી થઈ હતી. ચુકાદો આપતા ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તીસ્તા ધરપકડ પછીથી રિમાન્ડ કે કસ્ટડીમાં રહી હતી. હવે તેને જેલમાં રાખી શકાશે નહિ.

કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે તીસ્તાનો મામલો જ્યાં સુધી હાઈકોર્ટમાં છે ત્યાં સુધી તેણે પાસપોર્ટને સરન્ડર કરવવો પડશે. તીસ્તા આવતીકાલે શનિવારે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને જેલની બહાર આવી શકશે. 25 જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેતલવાડની મુંબઈથી ધરપકડ કરી હતી. 30 જુલાઈએ નીચલી કોર્ટે તેના જામીન ફગાવ્યા હતા.

તીસ્તાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સતત બે દિવસ સુધી સુનાવણી ચાલી હતી. ચાલો જાણીએ સુનાવણી દરમિયાન કોર્ટ-રૂમમાં કોણે શું કહ્યું...

CJI લલિત- મારા 2 સવાલ છે. પ્રથમ, પૂછપરછમાં શું સામેલ છે. બીજો, કેટલા દિવસ સુધી તમે તેમની પૂછપરછ કરી છે?

SG મહેતા- અમે અત્યાર સુધી 7 દિવસ સુધી પૂછપરછ કરી છે. જોકે મહિલા ચાલક છે અને પૂછપરછમાં સહકાર આપી રહી નથી.

SG મહેતા- અરજદાર 2002થી રાજ્ય સરકારને બદનામ કરવાના ષડયંત્રમાં સામેલ છે. જજ પર પણ ટિપ્પણી કરવાથી તે ખચકાતા નથી.

સિબ્બલ- અમને રાજ્યની વિરુદ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે. શું 60 વર્ષની કોઈ મહિલા રાજ્યથી વધુ પાવરફુલ હોઈ શકે છે?

ગુજરાત સરકારે સોગંદનામું કર્યું હતું
30 ઓગસ્ટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટેમાં સોગંદનામું દાખલ કરીને તીસ્તાના જામીનનો વિરોધ કર્યો હતો. સરકારે કહ્યું- તીસ્તા વિરુદ્ધ FIR માત્ર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત નથી, પરંતુ તેને પુરાવાનું પણ સમર્થન છે.

ગુજરાત રમખાણ કેસમાં તીસ્તા સીતલવાડ(ડાબે) ઝાકીયા જાફરીની સહઅરજદાર હતી.
ગુજરાત રમખાણ કેસમાં તીસ્તા સીતલવાડ(ડાબે) ઝાકીયા જાફરીની સહઅરજદાર હતી.

અત્યાર સુધીની તપાસમાં FIRને સાચી ઠેરવવા માટે તે બધી સામગ્રીને રેકોર્ડમાં લેવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે અરજદારે રાજકીય, નાણાંકીય અને અન્ય ભૌતિક લાભ પ્રાપ્ત કરવા માટે અન્ય આરોપીઓની સાથે મળીને ગુનાહિતા કૃત્ય કર્યા હતા.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી
સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર SIT રિપોર્ટની વિરુદ્ધની અરજીને 24 જૂને ફગાવી હતી. અરજી ઝાકીયા જાફરીએ દાખલ કરી હતી. ઝાકીયા જાફરીના પતિ એહસાન જાફરીનું આ રમખાણોમાં મૃત્યુ થયું હતું.

30 જુલાઈએ નીચલી કોર્ટે તીસ્તા સીતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી.
30 જુલાઈએ નીચલી કોર્ટે તીસ્તા સીતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકીયાની અરજીમાં મેરિટ નથી. કોર્ટે એ વાત પણ કહી હતી કે મામલામાં કો-પિટિશનર તીસ્તાએ ઝાકીયા જાફરીની ભાવનાઓની સાથે રમત કરી હતી. કોર્ટે તીસ્તાની ભૂમિકા તપાસવાની પણ વાત કહી હતી. જે પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 જૂને તીસ્તાની મુંબઈથી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...