દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે શુક્રવારે કહ્યું કે- આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકોમાં ધીરજ અને સહનશીલચા ઓછી છે. સોશિયલ મીડિયાના જમાનામાં જો કોઇ તમારી વિચારસરણી સાથે સહમત ન હોય તો તે તમને ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે.
તેમણે કહ્યું, સોશિયલ મીડિયા ઉપર જે ઝડપે ફેક ન્યૂઝ ફેલાય છે તેનાથી સત્યનો ભોગ બન્યું છે. જૂઠાણું બીજની જેમ જમીનમાં વાવવામાં આવે છે અને તે એક મોટી થિયરીમાં ફેરવાય છે, જેને તર્કના આધારે તોલવામાં આવી શકતું નથી. એટલાં માટે આ કાયદાને વિશ્વાસનું વૈશ્વિક ચલણ કહેવામાં આવે છે. CJIએ અમેરિકન બાર એસોસિએશન (ABA)ના ઇન્ડિયા કોન્ફરન્સ 2023ના લો ઇન ધ એજ ઓફ ગ્લોબલાઇઝેશન: કન્વર્ઝન્સ ઓફ ઇન્ડિયા એન્ડ ધ વેસ્ટ સેમિનારમાં કહ્યું.
સંવિધાન ગ્લોબલાઇઝેશનનું સૌથી મોટું ઉદાહરણ
CJIએ કહ્યું કે સંવિધાન જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે આ એક એવું મોટું પરિવર્તન લાવનાર ડોક્યુમેન્ટ હતું, જેમાં દુનિયાભરની સૌથી સારી પ્રેક્ટિસને સામેલ કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના ચીફ આર્કિટેક્ટ ડો. આંબેડકરે કહ્યું હતું કે સંવિધાન માત્ર દુનિયાથી પ્રેરણા લઇને નહીં, પરંતુ આ દેશના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ એક ખૂબ જ અનોખું ભારતીય પ્રોડક્ટ છે જે ગ્લોબલ પણ છે. પરંતુ, હવે આપણું રોજિંદા જીવન દુનિયામાં થતી દરેક વસ્તુથી પ્રભાવિત થાય છે.
જજ બનીને ટ્રોલિંગથી બચી શકતાં નથી
CJIએ કહ્યું કે ઘણી રીતે ભારતીય બંધારણ વૈશ્વિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે, તે પણ એવા સમયે જ્યારે આપણે વૈશ્વિકરણના યુગમાં નથી આવ્યા. જ્યારે બંધારણનું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું ત્યારે તેને બનાવનારને ખબર નહોતી કે દુનિયામાં કેવાં બદલાવ આવશે.
તેમણે કહ્યું કે તે સમયે અમારી પાસે ઇન્ટરનેટ હતું નહીં. અમે એવા સમયગાળામાં હતાં જે એલ્ગોરિધમથી ચાલતું નથી. સોશિયલ મીડિયા તો બિલકુલ હતું નહીં. આજે દરેક નાની વસ્તુઓ માટે તમને એ ભય રહે છે કે સોશિયલ મીડિયા ઉપર લોકો તમને ટ્રોલ કરશે. અને સાચું માનો તો જજ થઈને અમે આ ટ્રોલિંગથી બચી શકતા નથી.
ગ્લોબલાઇઝેશનથી હવે લોકો નાખુશ થવા લાગ્યા છે
તેમણે કહ્યું કે ટ્રાવેલ અને ટેક્નોલોજીના વિસ્તાર સાથે માનવતાનો વિસ્તાર થયો છે, પરંતુ વ્યક્તિગત રીતે કોઈ શું વિચારે છે, તેને લઇને લોકોમાં સહમતિની ભાવના ખતમ થવાની સાથે જ માનવતાનું પતન પણ થયું છે. આ અમારા સમયનો ચેલેન્જ છે. તેમાંથી મોટાભાગના તો ટેક્નોલોજીનો પ્રભાવ છે.
તેમણે કહ્યું કે ગ્લોબલાઇઝેશનથી હવે લોકો નાખુશ થવા લાગ્યા છે. દુનિયાભરના લોકો જે ભાવનાત્મક ઊથલપાથલમાંથી પસાર થઈ રહ્યા છે, તેના કારણે એન્ટી-ગ્લોબલાઇઝેશન સેન્ટીમેન્ટમાં વધારો થયો છે. 2001નો આતંકી હુમલો તેનું ઉદાહરણ છે. કોવિડ-19 દરમિયાન પણ ગ્લોબલ મેલ્ટડાઉનથી પસાર થઈ, પરંતુ આ એક તક તરીકે બહાર આવ્યું.
ટેક્નોલોજીએ સુપ્રીમ કોર્ટને ગામ સુધી પહોંચાડી
CJIએ કહ્યું કે જ્યારે દુનિયા સાથે ભારતમાં પણ કોવિડ-19 ફેલાયું ત્યારે ભારતીય ન્યાયપાલિકાએ વીડિયો કોન્ફ્રેન્સિંગ કરવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે તે બાકી કોર્ટ સુધી પહોંચી ગયું. મહામારીના પરિણામ તરીકે વીડિયો કોન્ફ્રેન્સિંગે ન્યાયને ડિસેન્ટ્રલાઇઝ કરી દીધું છે. ન્યાય સુધી લોકોની પહોંચ વધારવામાં તે ખૂબ જ મહત્ત્વનો ફેરફાર રહ્યું છે.
આજે વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ન્યાયનું વિકેન્દ્રીકરણ થઈ ગયું છે અને તે ન્યાય સુધી પહોંચવા માટે ખૂબ જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ માત્ર તિલક માર્ગનું સુપ્રીમ કોર્ટ નથી, પરંતુ તે દેશના નાના ગામનું સુપ્રીમ કોર્ટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.