તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • City Streets Will Be Full Of Sirens At 5pm, Roofs Of Balconies, Balconies, People From The Windows Will Say, 'Thank You Corona Commandos'

શહેરોની સડકો સૂમસામ, સાંજે 5 વાગ્યે સાયરન વાગશે, ઘરની છત, બાલકની, બારીઓમાંથી લોકો કહેશે, 'આભાર કોરોના કમાન્ડોઝ'

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવસભર લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ, સવારના 7થી રાતના 9 જનતા કર્ફ્યુ
  • આવશ્યક સેવાઓમાં સમર્પિત કર્મચારીઓને તાળી કે થાળી વગાડીને લોકો આભાર વ્યક્ત કરશે

નેશનલ ડેસ્કઃ છત્તીસગઢમાં રવિવારની શરૂઆત જનતા કર્ફ્યુનું આહ્વાન સફળ બનાવવા સાથે થઈ હતી. રાયપુર, દુર્ગ, ભિલાઈ, બિલાસપુર, રાયગઢ જેવા રાજ્યના દરેક મુખ્ય શહેરોમાં એકસરખી સ્થિતિ જોવા મળી હતી. લોકો સ્વૈચ્છિક રીતે ઘરમાં રહ્યાં હતાં અને કાયમ ટ્રાફિક તેમજ ભીડથી ધમધમતી રહેતી સડકો પર સન્નાટો જોવા મળતો હતો.
રાજ્યમાં માર્ગ પરિવહનની બસોનું સંચાલન પણ બંધ છે. ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ છે. રાયપુરના પંડેરી વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ પર રાજ્યભરમાંથી આવેલી બસો રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત રાયપુરથી અન્યત્ર ગયેલી બસોને જ્યાં છે ત્યાં જ રોકી દેવામાં આવી છે. જનતા કર્ફ્યુ હાલ તો એકદમ ચુસ્ત અને અસરકારક હોવાનું જણાય છે. પ્રવાસીઓ પણ જ્યાં છે ત્યાં જ રોકાઈ ગયા છે. લોકો પોતાના ઘરની બહાર નીકળતા નથી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ લોકોને એક દિવસ ઘરમાં રહેવા અપીલ કરી હતી. છત્તીસગઢની જનતા તેનો હકારાત્મક પ્રતિસાદ આપી રહી છે.

શનિવારે દેશના કેન્દ્રિય ગૃહસચિવે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. જેમાં ગૃહસચિવ અજય ભલ્લાએ લખ્યું હતું કે વડાપ્રધાનને ગત 19 માર્ચે દેશની જનતાને કરેલ ઉદ્બોધનમાં કોરોના સંકટનો સામનો કરવા માટે જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યું હતું. એ મુજબ 22 માર્ચે લોકોને સવારના 7થી રાતના 9 સુધી ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યે પોતપોતાના ઘરના દરવાજા, બારી, બાલ્કની કે છત પર ઊભા રહીને તાળી કે થાળી વગાડી કોરોના સંકટ સામે કામ કરી રહેલ આવશ્યક સેવાઓના કર્મચારીઓનું અભિવાદન કરવા પણ વડાપ્રધાને અપીલ કરી હતી.

રાયગઢઃ
શહેરમાં સવારે 5.30થી 6.20 સુધી સડક પર મોર્નિંગ વોક કરવા વાળા લોકો જોવા મળ્યા ન હતા. બસ અને રેલવે સ્ટેશન પર સન્નાટો હતો. બસ સ્ટેન્ડ પર પહોંચી ચૂકેલા લોકો પણ બસ બંધ હોવાથી પાછા ફરી રહ્યા હતા. રેલવે સ્ટેશન પર અકારણ આવેલા લોકોને રેલવે પોલીસે હટાવ્યા હતા. મંદિર અને મસ્જિદોમાં શ્રદ્ધાળુઓ આજે તદ્દન પાંખી સંખ્યામાં જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીએ સમર્થન કર્યું, કોરોના પર અલગ વેબસાઈટ
19 માર્ચે જ્યારે મુખ્યમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરીને જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યું ત્યારે જ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે તેનું સમર્થન કરી દીધું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે વડાપ્રધાને દેશને આપેલ સંદેશ મહત્વપૂર્ણ અને અત્યંત આવશ્યક છે. છત્તીસગઢની જનતા તરફથી હું વડાપ્રધાનને વિશ્વાસ આપું છું કે કોવિડ-19 સંક્રમણ સામે લડવા માટે તેમણે આપેલ સુચનોનું છત્તીસગઢ પૂરી નિષ્ઠાથી પાલન કરશે. શનિવારે રાજ્ય સરકારે પ્રાંતના લોકોને માહિતગાર કરવા માટે કોરોના સંબંધિત એક વિશેષ વેબસાઈટ પણ લોન્ચ કરી દીધી હતી જેમાં કોરોના સંક્રમણથી બચવા માટેના ઉપાયો તેમજ સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાં વિશે માહિતી આપવામાં આવી છે.  

અન્ય સમાચારો પણ છે...