કોરોનાવાઈરસ:કોલકાતામાં CISF જવાનનું કોરોના સંક્રમણથી મોત

કોલકાતા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોલકાતામાં યુદ્ધજહાજ બનાવનાર જીઆરએસઇએલમાં તહેનાત સીઆઇએસએફના હેડ કોન્સ્ટેબલ સુશાંતકુમારનું સંક્રમણથી મોત થયું. મુર્શિદાબાદનો રહેવાસી સુશાંત 58 વર્ષનો હતો. કોલકાતા સ્થિત સંરક્ષણ પીએસયુમાં કોરોનાને કારણે મોતનો આ બીજો જ્યારે આશરે 1.62 લાખ કર્મીઓવાળા સીઆઇએસએફમાં ચોથા મોતનો મામલો છે. અગાઉ આ એકમમાં સહાયક ઉપનિરીક્ષક દરજ્જાના 55 વર્ષના અધિકારીનું કોરોનાથી મોત થયું હતું. તે પહેલાં કોલકાતા ઇન્ડિયન મ્યુઝિયમમાં પદસ્થ એક અધિકારી અને મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તહેનાત એક જવાનનું મોત કોરોનાને કારણે થયું હતું. જીઆરએસઇએલમાં સીઆઇએસએફના ઓછામાં ઓછા 40 કર્મચારી વાઇરસથી સંક્રમિત જણાયા છે. તેમાંથી એકની સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય સ્વસ્થ થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...