• Gujarati News
  • National
  • Cinemas To Open Across State From October 22, Uddhav Government To Provide Financial Assistance To Transporters

મહારાષ્ટ્રને અનલોક કરવાની તૈયારી:22 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં સિનેમાઘર ખુલશે, ઉદ્ધવ સરકાર ટ્રાંસપોટર્સને આર્થિક મદદ આપશે

મુંબઈએક મહિનો પહેલા
મહારાષ્ટ્રના CMએ તમામ મોટા મંત્રીઓ અને NCP અધ્યક્ષ શરદ પવાર સાથે બેઠક કરી

લગભગ દોઢ વર્ષથી લોકડાઉનનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને ફરી સંપૂર્ણપણે અનલોક કરવાની તૈયારી સરકારે કરી લીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના તમામ મોટા મંત્રીઓ અને NCP ચીફ શરદ પવારની સાથે સોમવારે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મીટિંગ કરી. જેમાં મહારાષ્ટ્રમાં ફરીથી પૂરી ક્ષમતાની સાથે સિનેમાઘર, ટ્રાંસપોર્ટ અને અન્ય વસ્તુઓને ખોલવા અંગે વાત થઈ.

CMએ મહારાષ્ટ્ર રાજ્ય ટ્રક, ટેમ્પો, ટેન્કર અને બસ પરિવહન મહાસંઘના એક પ્રતિનિધિમંડળની સાથે પણ મીટિંગ કરી. જે બાદ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોવિડ-19 મહામારીના કારણે રાજ્યમાં ટ્રાંસપોર્ટર્સને થઈ રહેલી સમસ્યાઓનું સમાધાન કાઢવામાં આવશે. તેઓએ ટ્રાંસપોર્ટરની ફાયનાન્સિયલ મુશ્કેલીને ઉકેલવાનો પણ વિશ્વાસ આપ્યો.

22 ઓક્ટોબરથી ખુલશે સિનેમાઘર
મહારાષ્ટ્ર સરકારે 22 ઓક્ટોબરથી રાજ્યમાં સિનેમાઘર ખોલવાની મંજૂરી આપી દીધી છે. ઉદ્ધવ ઠાકરેએ સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિએશનના પદાધિકારીઓને કહ્યું કે ફાયર સેફ્ટી અને સુરક્ષાની વ્યવસ્થા સિનેમાઘર શરૂ કરે.

CMની સામે પ્રતિનિધિમંડળે રાખી આ માગ
મુખ્યમંત્રીએ રાજ્યના નાણા, પરિવહન અને પોલીસ વિભાગોને ટ્રાંસપોટર્સની માગનું સમાધાન શોધવાના પણ નિર્દેશ આપ્યા. પ્રતિનિધિમંડળે વાર્ષિક મોટર ટેક્સ અને વેપાર કરમાંથી છૂટ, યાત્રિકોને સ્કૂલ અને ધાર્મિક સ્થળ પર લઈ જતા વાહનો પર વ્હીકલ ટેક્સની સંપૂર્ણ છૂટ અને રાજ્યભરમાં વાહનો-બસો માટે પાર્કિંગની સુવિધા સહિત બીજી માગ રાખી છે.

ટ્રાંસપોટર્સને મળશે રાહત
ઠાકરેએ કહ્યું કે શહેરી વિકાસ વિભાગને શહેરોમાં બસ અને ટ્રકની પર્યાપ્ત પાર્કિંગની જરૂરિયાત અંગે જણાવવામાં આવશે. તે માટે જગ્યા નક્કી કરવાની યોજના બનાવવામાં આવશે. તેઓએ અધિકારીઓને તપાસ ચોકીઓ પર ટ્રોમા કેર સેન્ટર બનાવવાની યોજના અંગે પણ કહ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કોવિડ-19ના કારણે નાણાકીય સંકટનો સામનો કરી રહેલા ટ્રાંસપોટર્સના મામલે તાત્કાલિક સમાધાન કાઢવામાં આવશે.

રાજ્યના અનેક મોટા મંત્રી અને નેતા બેઠકમાં સામેલ થયા
મીટિંગમાં NCP અધ્યક્ષ શરદ પવાર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, પરિવહન મંત્રી અનિલ પરબ, ગૃહ મંત્રી દિલીપ વાલ્સે પાટિલ, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ આશીષ કુમાર સિંહ, વિકાસ ખડગે, DGP સંજય પાંડે હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...