તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 50% Seating Capacity Will Be Allowed, One Seat Will Be Booked; A 1 minute Film On Core Awareness Will Have To Be Shown In The Theater

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત સહિત દેશભરમાં ખૂલશે મલ્ટિપ્લેક્સ:15 ઓક્ટોબરથી મનોરંજન મોકળું, 50% સીટિંગ કેપેસિટીની પરવાનગી હશે, થિયેટરમાં કોરોના અવેરનેસ પર 1 મિનિટની ફિલ્મ બતાવવી પડશે

નવી દિલ્હી7 મહિનો પહેલા

કોરોનાની વચ્ચે 7 મહિના પછી ખૂલી રહેલાં મલ્ટિપ્લેક્સ માટે સરકારે મંગળવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર(SOP) બહાર પાડી છે. 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટીની સાથે મલ્ટિપ્લેક્સ ખોલવાની પરવાનગી છે. જોકે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકાને કોઈ ઉમેરા વગર સ્વીકારી લેતાં હવે ગુજરાતમાં પણ ચુસ્ત નિયમોના પાલન સાથે 15 ઓક્ટોબરથી મલ્ટિપ્લેક્સ ખૂલી શકશે.

હોલની અંદર પેક્ડ ફૂડની જ મંજૂરી આપવામાં આવશે. યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવામાં આવશે. શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે SOP જાહેર કરતાં કહ્યું છે કે મલ્ટિપ્લેક્સ ટિકિટ ઓનલાઈન બુક થાય તો વધારે સારું છે. જોકે સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં બોક્સ ઓફિસ પણ ખુલ્લી રહેશે.

એન્ટ્રી કઈ રીતે મળશે ?

 • કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
 • થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું પડશે. અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે.
 • જે લોકો કોરોનાની ગાઈડલાઈન્સ ન માને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સીટિંગ અરેન્જમેન્ટ કેવી હશે?

 • સિનેમા હોલમાં 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય.
 • એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે.
 • બાકીની સીટ પર નોટ ટુ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે.
 • એવી સીટ પર ટેપ લગાવવી પડશે અથવા માર્કર લગાવવા પડશે.
 • એક પછી એક વ્યક્તિ નહીં બેસી શકે.
 • ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે.

સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સમાં અંદર જવા પર શું કરવામાં આવશે ?

 • માત્ર પેક્ડ ફૂડની પરવાનગી હશે. એના માટે વધુ કાઉન્ટર રાખવાં પડશે. એના માટે ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે.
 • હોલની અંદર ફૂડ અને બેવરેજીસની ડિલિવરી મળશે નહિ.
 • લોકો લાઈનમાં અંદર-બહાર આવે, તેના માટે ઈન્ટર્વલનો સમય વધારવામાં આવી શકે છે.
 • બે શોની વચ્ચેનો સમય અલગ-અલગ હશે. એક શો પૂરા થવાનો અને બીજો શો શરૂ થવાનો સમય એક નહિ હોય.
 • એક શો પૂરા થવા પર લોકોને તેમની સીટના ક્રમ મુજબ બહાર જવા દેવામાં આવશે, જેથી ડિસ્ટન્સિંગ રહે.
 • એક શો પૂરો થયા પછી હોલને સેનિટાઇઝ કરવામાં આવશે, પછીથી લોકો આવીને બેસી શકશે.

સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સમાં બીજી શું વ્યવસ્થા કરવી પડશે ?

 • શો પહેલાં અને પછી અને ઈન્ટર્વેલ પહેલાં અને પછી કોરોના અવેરનેસ બાબતે 1 મિનિટની ફિલ્મ બતાડવી જરૂરી હશે.
 • હોલની બહાર 6 ફૂટના અંતર માટે જમીન પર માર્કર લગાવવા પડશે.
 • ક્રોસ વેન્ટિલેશન અને ACને 24થી 30 ડિગ્રી પર રાખવામાં આવે.
 • સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે.
 • ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવું જોઈએ.
 • ટિકિટ બુકિંગ સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવે. એડવાન્સ બુકિંગની સુવિધા આપવામાં આવે.
 • આરોગ્ય સેતુ એપના ઉપયોગની સલાહ આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો