તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • CID Objected To Police Verification, Mehbooba Asked શું Is A Former CM Dangerous To The Country?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેબૂબા મુફ્તીની પાસપોર્ટ અરજી રિજેક્ટ:CIDએ પોલીસ વેરિફિકેશનમાં વાંધો ઉઠાવ્યો, મહેબૂબાએ પૂછ્યું-શું એક ભૂતપુર્વ CM દેશ માટે જોખમરૂપ છે?

શ્રીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેબૂબાની પાસપોર્ટ અરજી નકારવામાં આવતા તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું - Divya Bhaskar
મહેબૂબાની પાસપોર્ટ અરજી નકારવામાં આવતા તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું

જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને PDP વડા મહેબૂબા મુફ્તીએ ભારતીય પાસપોર્ટ માટે આપવામાં આવેલી અરજીને રદ્દ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ (PVR)માં મહેબૂબાને પાસપોર્ટ નહીં આપવા કહેવામાં આવ્યું છે. PVR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસે તેમને પાસપોર્ટ આપવાનો ઈન્કાર કર્યો છે.

આ ઘટના બાદ મહેબૂબાએ સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે પાસપોર્ટ માટે આપવામાં આવેલી મારી અરજીને રદ્દ કરવામાં આવી છે, કારણ કે એક ભૂતપુર્વ મુખ્યમંત્રી દેશ માટે શું જોખમરૂપ છે?પાસપોર્ટ ઓફિસે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (PDP)ચીફ મહેબૂબાને એક પત્ર પણ લખ્યો છે.પત્રમાં કહેવામાં આવ્યુ ચે કે જો મહેબૂબા ઈચ્છે તો પાસપોર્ટ રિજેક્શન સામે વિદેશ મંત્રાલયમાં અપીલ કરી શકે છે.

મહેબૂબાઈ પૂછ્યું- શું આ રીતે થશે કાશ્મીરનું નોર્મલાઈઝેશન
​​​​​​​
પાસપોર્ટની અરજી નકારવામાં આવ્યા બાદ તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું છે કે કાશ્મીરમાં નોર્મલાઈઝેશનના દાવો કરવામાં આવ્યો હતો. શું તમામ બાબતો આ રીતે નોર્મલ થઈ જશે? મારો પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યો નથી. CIDએ પોતાના અહેવાલમાં મને દેશની સુરક્ષા માટે જોખમરૂપ ગણાવી છે. વર્ષ 2019 બાદ અમને આ બધુ હાંસલ થયું છે. એક ભૂતપુર્વ મુખ્યમંત્રીને પાસપોર્ટ આપવાથી એક શક્તિશાળી દેશની શાખ જોખમમાં આવી જાય છે.

14 મહિના રહી ચુક્યા છે નજરબંધ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારબાદ મહેબુબા મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમને ગયા વર્ષે 27 નવેમ્બરે મુક્ત કરવામાં આવ્યા હતા. 14 મહિના સુધી નજરકેદ રહ્યા. ત્યારબાદ તેમને જાન્યુઆરી,2021માં મહેબૂબાએ વીડિયો જાહેર કરી તેમને ફરી નજરકેદ કરવામાં આવ્યાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ કાશ્મીર ઝોન પોલીસે કેસમાં ટ્વિટ કરી કહ્યું કે મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા નથી, પણ સુરક્ષાના કારણોથી તેમને પુલવામા યાત્રા રદ્દ કરવા અપિલ કરવામાં આવી હતી.

દિગ્ગજ નેતા છોડી રહ્યા છે મહેબૂબાનો સાથે
મહેબૂબા મુફ્તી અત્યારે લગભગ અલગ-થલગ થઈ ગયા છે. તેમની પાર્ટીના દિગ્ગજ નેતા તેમનો સાથ છોડી અન્ય પાર્ટીમાં જઈ રહ્યા છે. PDPના સૌથી જૂના નેતાઓ પૈકી એક અને સંસ્થાપક સભ્ય મુઝફ્ફર હુસૈન બેગે તાજેતરમાં જ પક્ષ છોડ્યો છે. બેગ, સજ્જાદ ગની લોનની પીપલ્સ કોંફ્રન્સમાં સામેલ થયા છે. બેગની પત્ની સફીના બેગ પણ PDPમાંથી રાજીનામુ આપી દીધુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો