• Gujarati News
  • National
  • CID Arrests Fugitive Diamond Trader Mehul Choksi In Dominica, Following News Of His Disappearance A Day Earlier

એન્ટીગુઆ મીડિયાનો દાવો:ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીની ક્યુબા ભાગવા જતા ડોમિનિકામાંથી ધરપકડ થઈ; એન્ટીગુઆના PMએ કહ્યું- સીધા ભારતના હવાલે કરો

એન્ટીગુઆ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 14,500 કરોડના PNB કૌભાંડના આરોપી ચોક્કસી જાન્યુઆરી,2018માં દેશ છોડી ભાગી ગયા હતા

પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડનો આરોપી અને હિરાના કારોબારી મેહુલ ચોક્સીની ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી છે. એન્ટીગુઆ મીડિયાએ પોતાના અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે કે 62 વર્ષના ચોક્સી ડોમિનિકાથી ક્યુબા ભાગવાની ફિરાકમાં હતા, તે સમયે CIDએ તેમને પકડી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ બોટ મારફતે ડોમિનિકા પહોંચ્યા હતા.

ચોક્સી 3 દિવસ અગાઉ એન્ટીગુઆ અને બરબુડાથી ગુમ થયા હતા. ત્યારબાદ ઈન્ટરપોલે તેમની સામે યલો નોટિસ પાઠવી હતી. ત્યારબાદ આ નોટિસને એન્ટીગુઆ સરકારે પણ રિટેન કરી. ત્યારબાદ તેમની શોધખોળ ઝડપી બની ગઈ હતી.

ડોમિનિકાના સ્થાનિક મીડિયા અહેવાલો પ્રમાણે ચોક્સીને મંગળવારે રાત્રે પકડવામાં આવ્યા હતા. જોકે તેમની ધરપકડ કરવામાં આવી છે કે પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે તે અંગે સ્પષ્ટ થયું નથી. ડોમિનિકા પોલીસ હવે કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેમને એન્ટીગુઆ તથા બરબુડાને સોંપશે.

એન્ટીગુઆના PMએ કહ્યુ- સીધા ભારતને સોંપવામાં આવે
બીજી બાજુ એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે અમે ડોમિનિકા સરકારને તેને (મેહુલ ચોક્સી) અટકાયતમાં લેવા કહ્યું છે. તે ગેરકાયદેસર રીતે તે દેશમાં દાખલ થયા છે. ચોક્સીને સીધા જ ભારતને સોપવામાં આવવા જોઈએ.

ચોક્સીએ વર્ષ 2017માં એન્ટીગુઆ-બરબુડાની નાગરિકતા લીધી હતી
14,500 કરોડના PNB કૌભાંડનો આરોપી ચોક્કસી જાન્યુઆરી,2018માં વિદેશમાં ભાગી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે તે વર્ષ 2017માં જ એન્ટીગુઆ-બરબુડાની નાગરિકા લઈ ચુક્યો હતો. PNB કૌભાંડની તપાસ કરી રહેલી CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી એજન્સીઓ ચોક્સીના પ્રત્યર્પણ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ચોકસીના વકીલે કહ્યું- ડોમિનિકા કેવી રીતે પહોંચ્યા, તપાસ કરી રહ્યા છીએ
મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે જણાવ્યું છે કે મે તેમના પરિવાર સાથે વાતચીત કરી છે, અને તેઓ ખુશ છે. ચોક્સીનો પરિવાર તેમના વિશે જાણકારી મળ્યા બાદ રાહત અનુભવી રહ્યા છે. ચોક્સી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,જેથી જાણી શકાય કે તેઓ ડોમિનિકા કેવી રીતે પહોંચી ગયા.

એન્ટીગુઆ-બરબુડાથી ગુમ થયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ચોક્સી એન્ટુગુઆ-બરબુડાથી ગુમ થઈ ગયા હતા. સ્થાનિક મીડિયા પ્રમાણે પોલીસે રવિવારે ચોક્સીની તપાસ કરી હતી. ચોક્સી છેલ્લે રવિવારે સાંજે 5.15 વાગે તેની કારમાં દેખાયા હતા. તેની કાર તો મળી પણ ચોક્સી ગુમ હતા. આ અંગે પોલીસે તેમના વકીલને જાણ કરી હતી. પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

બીજી બાજુ નિરવ મોદી લંડનની જેલમાં છે. સ્થાનિક અદાલત અને સરકારે તેના પ્રત્યર્પણની મંજૂરી પણ આપી છે. જોકે નિરવે પ્રત્યર્પણને પડકારી લંડનની હાઈકોર્ટમાં અરજી કરી છે. આ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો આવતા 10થી 12 મહિનાનો સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...