તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટ કર્મચારીનો ભાંડો ફૂટ્યો:60 હજારની માસિક આવક ધરાવતા હાજીપુરના CI પાસેથી 9.70 કરોડની સંપત્તિ ઝડપાઈ, પત્ની વિરૂદ્ધ પણ FIR

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 ફેબ્રુઆરીએ હાજીપુર ઈન્વેસ્ટિગેશનની ટીમે દરોડો પાડીને 50 હજારની લાંચ લેતા પકડ્યા હતા
  • ધરપકડ બાદ ઈન્વેસ્ટિગેશનની ટીમે કુમાર મનીષની તમામ સંપત્તિઓનું આંકલન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી

બિહારના પટનામાં માસિક 60 હજારની આવક ધરાવતા સરકારી કર્મચારી પાસે 9.70 કરોડથી વધુની સંપત્તિ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તેણે ઈમાનદારીની કમાણી કરીને આટલી બધી સંપત્તિ એકઠી કરી હોય તે વાત માન્યમાં આવી નહતી. હાજીપુરના ભ્રષ્ટ સરકારી કર્મચારી પાસે આટલી સંપત્તિ જોઈને સર્વેલન્સ ઈન્વેસ્ટિગેશન બ્યુરો પણ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. મહેસૂલ કર્મચારી કમ પ્રભારી સર્કલ ઈન્પેક્ટર (CI) કુમાર મનીષ પાસેથી 9 કરોડ 70 લાખ 32 હજાર 115 રૂપિયાની સંપત્તિ મળી આવી છે. આ કેસ વૈશાલી જિલ્લાના હાજીપુર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.

ટીમને તપાસ દરમિયાન 25થી વધુ મોટા અને કીમતી પ્લોટના દસ્તાવેજો મળ્યા હતા, જે કુમાર મનીષ અને તેની પત્ની મુન્ની કુમારીના નામથી હતા. આ તમામ પ્લોટ રહેવાસી વિસ્તારમાં આવેલા છે. તેઓની પાસે કોલ્ડ સ્ટોરેજ પણ છે.

લક્ઝરી કારથી લઈને સોના-ચાંદી, હીરા સુધીની વસ્તુઓ મળી
આ સરકારી કર્મચારી લક્ઝરી કાર અને સ્કોર્પિયોનો માલિક પણ છે. તપાસ દરમિયાન તેમની પત્ની પાસેથી હીરા, સોના અને ચાંદીના કીમતી ઘરેણાંઓ પણ કબ્જે કરાયા હતા. ઈન્વેસ્ટિગેશનની ટીમે પતિ અને પત્ની બન્નેના તમામ બેન્કના ખાતા અંગે વિગતવાર તપાસ હાથ ધરી હતી.

કુમાર મનીષ અને તેના પત્ની વિરૂદ્ધ આવકથી વધુ સંપત્તિની કમાણી કરાતા FIR-17/2021 નોંધવામાં આવી છે. આ કાર્યવાહી હાથ ધર્યા પહેલા બન્નેની પૂછપરછ કરાઈ હતી. જેમાં તેઓને સવાલો પુછાયા હતા કે આટલી બધી સંપત્તિ ક્યાંથી જમા કરી? સરકારી નોકરી સિવાય આવકનો બીજો કયો સ્ત્રોત તમારા પાસે ઉપલબ્ધ છે? આ અંગે તેઓ કોઈપણ જવાબ આપી શક્યા નહતા.

અત્યારે સરકારી કર્મચારી જેલમાં છે
ઈન્વેસ્ટિગેશનની ટીમે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી હતી, કુમાર મનીષ અત્યારે જેલમાં છે. 23 ફેબ્રુઆરીએ પટનામાં હાજીપુર વિસ્તારમાં દરોડો પાડીને ઈન્વેસ્ટિગેશનની ટીમે 50 હજાર રૂપિયાની લાંચ લેતા તેમની રંગે હાથ ધરપકડ કરી હતી. જોકે, આ દરમિયાન તેમનો એક ખાનગી કર્મચારી લાંચના પૈસામાંથી 6 હજાર રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો. આગળ કાર્યવાહીના ભાગ રૂપે આરોપીને જેલ મોકલી દેવાયો હતો. ત્યારપછી ઈન્વેસ્ટિગેશનની ટીમે કુમાર મનીષ દ્વારા જમા કરેલી તમામ સંપત્તિઓનું આંકલન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સત્ય સામે આવતા ટીમના અધિકારીઓના પણ હોશ ઊડી ગયા હતા. કુમાર મનીષ ગત મહિનાથી જેલમાં છે.

આરોપીને પકડવા વ્યૂહરચના બનાવી
હાજીપુરના જઢુઓમાં શ્રવણ કુમારે વિજિલેન્સમાં ખરીદેલી જમીનના દાખલાને ફાઈલ અને બરતરફ કરવા માટે કુમાર મનીષે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ નોંધાવી હતી. લાંચની માંગણીથી પરેશાન વ્યક્તિએ CMOમાં પણ નિવેદન આપ્યું હતું. ઉપરથી આવેલા આદેશના પગલે વિજિલેન્સે ભ્રષ્ટાચારીની જ નહીં, પરંતુ મોટી કાર્યવાહીની તૈયારીઓ હાથ ધરી હતી. 23 ફેબ્રુઆરીના રોજ આવેદકને કેમિકલ યુક્ત 25-25 હજારની નોટ્સના બંડલ સાથે CIનો ભાંડો ફોડવા મોકલાયો હતો.

CIએ પૈસાની લેવડ-દેવડ કરવા માટે ક્લાયન્ટને હાજીપુર નવીન સિનેમા રોડ પર આવેલા કોચિંગ ઓફિસે બોલાવ્યો હતો. આવેદક ઓફિસમાં સમયસર પહોંચીને પૈસા ચૂકવી રહ્યો હતો, તેણે 25 હજાર બાજુમાં બેસેલા એક શખ્સને આપ્યા અને પછી બીજા 25 હજાર ટેબલ પર મૂકે તે પહેલા ઈન્વેસ્ટિગેશનની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં લાંચ લઈ રહેલા શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો