ASIને માર્યો, વીડિયો પણ બનાવ્યો:ચોરીની તપાસના બહાને ઘરમાં ઘૂસીને પોલીસવાળાએ મહિલા સાથે કર્યું દુષ્કર્મ, લોકોએ ઝાડ સાથે બાંધીને માર્યો

10 મહિનો પહેલા
  • રાજસ્થાનના ચિત્તૌડગઢમાં ચંદેરિયા ગામમાં ભેંસ ચોરીની તપાસ માટે ગયો હતો ASI

રાજસ્થાનના ચિતૌડગઢ જિલ્લામાં એક પોલીસકર્મી પર ચોરીના મુદ્દે તપાસના બહાને મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ છે. આરોપી ASI શ્યામલાલ ભેંસ ચોરીના એક કેસમાં તપાસના બહાને મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો. પકડાઈ જતા મહિલાના પરિવારજનોએ તેને ઝાડ સાથે બાંધીને માર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. મહિલાની ફરિયાદ પર આરોપી પોલીસકર્મી વિરુદ્ધ છેડતી અને દુષ્કર્મનો કેસ દાખલ કરી દીધો છે. તેને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવામાં આવ્યા છે.

કેસ ચંદેરિયા પોલીસ સ્ટેશનના એક ગામનો છે. અહીં 13 માર્ચે એક ભેંસ ગાયબ થઈ ગઈ હતી. તેણે પોતાના જ નાના દીકરા પર શંકા વ્યક્ત કરીને એક ફરિયાદ નોંધાવી હતી. તેનો નાનો દીકરો અન્ય મહિલા સાથે બીજા ગામમાં રહેવા લાગ્યો છે. પોલીસ ઈન્ચાર્જ એએસઆઈ શ્યામલાલ સુખવાલને સોંપવામાં આવી હતી. તે નિવેદન અને પૂછપરછ માટે બે-ત્રણ દિવસથી ફરિયાદી, તેના દીકરા અને તેની સાથે રહેતી મહિલાની મુલાકાત કરતો હતો.

આરોપીએ પહેલાં લાંચ માગી, ત્યાર પછી દુષ્કર્મ કર્યું
પીડિતાએ જણાવ્યું કે શનિવારે ઘરે આવેની પહેલાં આરોપીએ પોલીસકર્મીએ કાર્યવાહી માટે 5 હજાર રૂપિયા માગ્યા. મહિલાએ પૈસા આપવાની ના પાડી તો બીજા દિવસે સવારે આવવાની વાત કરી હતી. મહિલા મજૂરી કરે છે અને બપોરે ઘરે આવે છે. સોમવારે બપોરે એક વાગે મહિલાએ ઘરે આવીને ASI શ્યામલાલને ફોન કર્યો જેથી તે નિવેદન લેવા આવી શકે. મહિલાના ફોન કર્યાના થોડી વારમાં જ શ્યામલાલ ત્યાં આવી ગયો હતો. તે સીધો મહિલાના રૂમમાં જઈને છેડતી શરૂ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન મહિલાના જેઠ ASIને શોધતા રૂમમાં પહોંચી ગયા હતા. તેમણે આરોપીને ખેંચીને બહાર કાઢ્યો હતો.

લોકોએ આરોપીને ઝાડ સાથે બાંધીને ખૂબ માર્યો
આજુ બાજુના લોકોએ આરોપી શ્યામલાલને ઝાડ સાથે બાંધીને તેને ખૂબ માર માર્યો હતો. માહિતી મળતાં પોલીસ ઓફિસરો ઘટના સ્થળે પહોંચીને શ્યામલાલને બચાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષની પૂછપરછ કર્યા પછી આરોપી પર છેડતી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. મંગળવારે મહિલાનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. મહિલાનો આરોપ છે કે ASI બે દિવસથી તેના રૂમમાં આવીને તેની સાથે અશ્લિલ હરકતો કરતો હતો.

ASI કરગરીને પાણી માગતો રહ્યો
લોકોએ ASIને ઝાડ સાથે બાંધીને વીડિયો બનાવ્યો. જેમાં તે કરગરીને ખુલાસો કરતો પણ દેખાઈ રહ્યો છે. ભુખ-તરસ લાગતા તે કરગરતો પણ હતો. પરિવારે તેને બંધક રાખીને પીવાનું પાણી પણ આપ્યું હતું. પોલીસ આવી ત્યારે જ તેમને છોડ્યા હતા. પોલીસ સ્ટેશન આવ્યા પછી ASIએ અધિકારીઓને કહ્યું હતું કે, તેઓ વારંવાર બોલાવતા હતા તેથી જ તે તપાસ કરવા ગયો હતો. તેના પર ખોટા આરોપ લગાવીને તેને બંધક બનાવીને મારઝૂડ કરવામાં આવી હતી.

આરોપીએ તેના જ SI પર ઉઠાવ્યો સવાલ
આરોપી પોલીસકર્મીએ ઘટનાને કાવતરું ગણાવીને તેને પોતાનાજ વિભાગના SI તેમાં સામેલ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેણે આ વિશે એક રિપોર્ટ પણ ફાઈલ કર્યો છે. આરોપી શ્યામલાલના જણાવ્યા પ્રમાણે તેને બંધક બનાવ્યા તે સમયે એક સબઈન્સપેક્ટર અને તેના સંબંધીપણ હાજર હતા. આરોપીએ દુષ્કર્મના આરોપને પણ ખોટો ગણાવ્યો છે.