• Gujarati News
  • National
  • Chirag Paswan's New Party Name LJP (Ramvilas) And Election Symbol Helicopter; Uncle Paras Party RLJP And Nishan Sewing Machine

કાકા-ભત્રીજામાં વિભાજિત થઈ LJP:ચિરાગ પાસવાનની નવી પાર્ટીનું નામ LJP (રામવિલાસ) અને ચૂંટણી ચિહ્ન હેલિકોપ્ટર; કાકા પારસની પાર્ટી RLJP અને નિશાન સિલાઈ મશીન

પટના20 દિવસ પહેલા
  • રામવિલાસના નિધન બાદ તેમના પુત્ર ચિરાગ અને પશુપતિ પારસ વચ્ચે વિવાદ ચાલતો હતો

ચૂંટણી પંચે લોક જનશક્તિ પાર્ટી (LJP)ને મંગળવારે અલગ-અલગ પક્ષ તરીકે વિભાજીત કરવાની મંજૂરી આપી હતી. પાર્ટીનું જૂનું નામ અને ચૂંટણી ચિહ્ન પણ નાબૂદ કરવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી પાર્ટીનું નામ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) હશે. પાર્ટીનું ચૂંટણી પ્રતિક હેલિકોપ્ટર આપવામાં આવ્યું છે. સાથે જ તેમના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની પાર્ટીનું નામ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) હશે. RLJP નું ચૂંટણી નિશાન સિલાઈ મશીન છે.

આ અંગે ચૂંટણી પંચે એક પત્ર જારી કર્યો છે. આ સાથે, બંને પક્ષ વચ્ચેના પાર્ટીના દાવાઓની લડાઈ હવે સમાપ્ત થતી જણાય છે. જો કે, ચિરાગ પાસવાનની પાર્ટીના નામ સાથે રામવિલાસ જોડાઇ ગયા છે, જે તેમને ચૂંટણીની મોસમમાં તેમના પિતાના વારસાના આધારે મત માંગવામાં મદદ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે રામવિલાસ પાસવાનના નિધન બાદ તેમના પુત્ર ચિરાગ અને તેના ભાઈ પશુપતિ પારસ વચ્ચે વિવાદ થયો હતો. LJP 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAથી અલગ થઈને ચૂંટણી લડી હતું અને માત્ર એક જ બેઠક મેળવી હતી. આ પછી પાર્ટીમાં મતભેદો વધુ ઘેરાયા. પારસ જૂથે ચિરાગને રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદીય દળના નેતા પદેથી દૂર કર્યા હતા. ત્યારથી બંને પક્ષો પાર્ટી પર પોતપોતાના દાવા કરી રહ્યા હતા. આ લડાઈ ચૂંટણી પંચ સુધી પણ પહોંચી હતી, જેણે હવે આ નિર્ણય આપ્યો છે.

ચિરાગ પેટાચૂંટણીમાં મેદાનમાં ઉમેદવારો ઉતારશે
ચિરાગની પાર્ટીના રાજ્ય પ્રવક્તા અસરફ અન્સારીએ કહ્યું- 'તારાપુર અને કુશેશ્વરસ્થાનથી ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે ચૂંટણી પંચ તરફથી ચિરાગ પાસવાનની નવી ચૂંટણી પ્રતીકની માંગ કરવામાં આવી હતી.તેમણે પોતાની તરફથી ગેસ સિલિન્ડર, હેલિકોપ્ટર અને એક સાથે ઉભા રહેલા ત્રણ માણસોને પ્રતીક તરીકે આપવાની માંગ કરી હતી.

ચિરાગ જુથના પ્રદેશ અધ્યક્ષ મુજબ, આજે સાંજ સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. કુશેશ્વરસ્થાન અને તારાપુર બેઠકની પેટાચૂંટણી ચિરાગના ઉમેદવાર એકલા જ લડશે. તેનો હેતુ કોઈપણ સ્થિતિમાં જદયુ અને મુખ્યમંત્રી નિરીશ કુમારને નુકશાન પહોંચાડવાનું છે.

અન્ય સમાચારો પણ છે...