તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Said If Kaka Paras Is Made A Minister, I Will Go To Court; I Am The National President Of LJP, The Party Is Mine

PM મોદીને ચિરાગનો પડકાર:કહ્યું- કાકા પારસને મંત્રી બનાવવામાં આવ્યા તો કોર્ટમાં જઈશ; LJPનો રાષ્ટ્રીય અધ્યક્ષ હું છું, પાર્ટી મારી છે

પટના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પટનામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચિરાગ પાસવાન - Divya Bhaskar
પટનામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચિરાગ પાસવાન
  • મારી પરવાનગી વગર પાર્ટીના કોટામાંથી કોઈ પણ સાંસદને મંત્રી બનાવવા તે ખોટુંઃ ચિરાગ

લોક જનશક્તિ પાર્ટી(LJP)ના નેતા ચિરાગ પાસવાને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે. ચિરાગે પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે LJP કોટામાંથી કાઢી મૂકાયેલા સાંસદ પશુપતિ પારસને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તો હું કોર્ટમાં જઈશ.હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું, પાર્ટી પણ મારી છે. સમર્થન પણ મારી પાસે છે. મારી પરવાનગી વગર પાર્ટીના કોટામાંથી કોઈ પણ સાંસદને મંત્રી બનાવવા તે અયોગ્ય છે.

ચિરાગને આશા- મોદી આવુ નહિ કરે
ચિરાગ પાસવાને એમ પણ કહ્યું છે કે વિવાદની વચ્ચે જો આવા સાંસદને મંત્રી બનાવવામાં આવે છે, જેને પાર્ટીએ કાઢી મૂક્યો છે તો એ ખોટુ ગણાશે. મને નથી લાગતુ કે PM આવુ કરશે. જો આમ થયું તો હું રાજકીય અને કાયદાકીય લડાઈ લડવા તૈયાર છું. તેમણે એ વાત પણ કહી કે જો કાકા પશુપતિ પારસને મંત્રી બનવવા છે તો JDUમાં સામેલ કરીને બનાવો પરંતુ LJPના નામે નહિ.

મંત્રીમંડળના વિસ્તરણ પછી પ્રથમ ફૂટ JDUમાં થશે
ચિરાગ પાસવાને એ પણ કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તરણ પછી સૌથી પહેલી ફૂટ જનતા દળ યુનાઈટેડ(JDU)માં થશે. નીતીશ કુમારની સરકાર દોઢ-બે વર્ષથી વધુ ચાલશે નહિ. તેમણે કહ્યું કે રામવિલાસના વિચારોને કચળતા જે લોકોએ અલગ ગ્રુપ બનાવ્યું, તેમને તાત્કાલિક કાઢવામાં આવ્યા છે. તેમની પ્રાથમિક મેમ્બરશીપ પણ નાબુદ કરવામાં આવી છે. ઈલેક્શન કમિશનને પણ તેની માહિતી આપવામાં આવી છે. પાર્ટીના નામ પર તેમણે કમિશનમાં કોઈ દાવો કર્યો નથી. પોતાને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બતાવ્યા નથી.

LJPમાં 13-14 જૂનની રાતથી શરૂ થયો હતો બળવો
LJPમાં 13 જૂનની સાંજથી ઝધડાની શરૂઆત થઈ હતી. 14 જૂને ચિરાગ પાસવાનને છોડીને બાકીના પાંચ સાંસદોએ સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી. તેમાં હાજીપુર સાંસદ પશુપતિ કુમાર પારસને સંસદીય બોર્ડના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. તેની માહિતી લોકસભા સ્પીકરને પણ આપવામાં આવી. 14 જૂનની સાંજ સુધીમાં લોકસભા સચિવાલયમાંથી તેમને માન્યતા પણ મળી ગઈ હતી. તે પછી ચિરાગ પાસવાને રાષ્ટ્રીય કાર્યકારણિની બેઠક બોલાવીને પાંચ બળવાખોર સાંસદોને LJPમાંથી હટાવાની ભલામણ કરી દીધી. પછી 17 જૂને પટનામાં પારસ ગ્રુપની બેઠકમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા.