તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chirag Paswan LJP Party Latest Update | Pashupati Kumar, Prince Raj, Chandan Singh, Veena Devi And Mehboob Ali Kaiser

ચિરાગનો કાકા સામે વળતો પ્રહાર:કહ્યું- જે લોકોને સંઘર્ષ કરવો પસંદ નહતો, એમણે દગો કર્યો; સાવજનો દીકરો છું, લાંબી લડત માટે તૈયાર

પટના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ફાંટા પડ્યા પછી બુધવારના રોજ પહેલી વાર ચિરાગ પાસવાન મીડિયા સામે આવ્યા હતા. એમણે કાકા પશુપતિ કુમાર પારસ સામે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે પાર્ટીએ સમાધાન કરવાના સ્થાને સંઘર્ષનો માર્ગ અપનાવ્યો હતો. પિતાના અવસાન પછી એમણે પરિવાર અને પાર્ટી બંનેને સાથે લઈને આગળ વધવાનું કાર્ય કર્યું હતું. આમાં સંઘર્ષ કરવો પડે એમ હતું. જે લોકોને સંઘર્ષ નહતો કરવો એમણે દગો આપ્યો. જો કાકા બોલ્યા હોત તો પહેલા જ એમને સંસદીય દળના નેતા બનાવી દેત.

એમણે કહ્યું કે LJPને પહેલા પણ તોડવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. હું રામવિલાસ પાસવાન જેવા સાવજનો દીકરો છે. મારી પાર્ટી પિતાના આદર્શોના સહારે મજબૂતીથી આગળ વધશે. કોઇપણ સંગઠન આ હિસાબે જ ચાલે છે. ગુરૂવારે પટનામાં પારસ ગુટે કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી, તે અસંવેધાનિક છે. એમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પણ ખોટા છે.

ચિરાગના પ્રેસ કોન્ફરન્સની મુખ્ય વાતો
1. છેલ્લા કેટલાક સમયથી મારી તબિયત ખરાબ હતી

8 ઓક્ટોબરે પિતાનું અવસાન થયું. ત્યારપછી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઉતરી હતી. આ દરમિયાન ઘરમાં બેઠા રહેવાનો અને પિતાને યાદ કરવાનો સમય મળતો નથી. છેલ્લા કેટલાક સમયથી મારી તબિયત ખરાબ હતી. આ એક લાંબી લડત છે. અમે સમયાંતરે સવાલોના જવાબ આપીશું. હું મીડિયા સમક્ષ આવીશ.

2. સિદ્ધાંતોને અનુસરો
ચૂંટણીમાં પણ LJP જીત્યું. બધાને લાગ્યું હતું કે અમારી પંસદગી નહીં થાય, પરંતુ 6 ટકા વોટ મળ્યાં. 25 લાખ લોકોએ અમારી પાર્ટીને મત આપ્યો. LJPએ પોતાના સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધ છોડ કરી નથી. અમે ગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડી છે.

3. પિતા સારવાર હેઠળ હતા, પાર્ટી તોડવાનો પ્રયત્ન થયો
પિતા જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, ત્યારે JDU પાર્ટીને તોડવા માટે પ્રયત્નો કરી રહી હતી. મારા પિતાએ પણ કાકાને કહ્યું હતું કે પાર્ટીમાં કેટલાક લોકો સંઘર્ષ કરવા માટે તૈયાર નથી. જો JDU, BJP અને LJP સાથે મળીને લડત આપી હોત તો પરિણામ સારૂ આવ્યું હોત. પરંતુ, નીતીશ સામે નતમસ્તક થવું પડ્યું હોત, જે અમને મંજૂર નહતું.

4. મારી જાણ બહાર ષડયંત્ર રચાયું
મને બિહાર અને બિહારિઓથી લગાવ છે. આ કારણોસર મેં સમાધાન કર્યું નથી. સાંસદોએ ચૂંટણી દરમિયાન પણ કોઈપણ પ્રકારની ભૂમિકા નિભાવી નથી. પાર્ટી એમની સાથે પૂછપરછ અને કાર્યવાહી કરી શકે છે, જેનો તેમણે પહેલાથી આભાસ હતો. કોરોનાને કારણે બધું થંભી ગયું હતું. આવા સમયે મને ટાઇફોઇડ પણ થયો હતો. હું જ્યારે બીમાર હતો ત્યારે મારી પીઠ પાછળ ષડયંત્ર રચાયું હતું. મેં ચૂંટણી પછી કાકા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. હોળીના દિવસે પણ પરિવારના સભ્યો ન હોવાથી મારે કોઈ ચર્ચા થઈ નહતી. તે દિવસે મેં એમને પત્ર પણ લખ્યો હતો. મેં આ માધ્યમથી પણ વાત કરવાની કોશિશ કરી હતી.

5. પાર્ટી અને પરિવારનો બચાવ કરવાનો પ્રયત્ન
મેં છેલ્લે સુધી પાર્ટી અને પરિવારનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હું એમના ઘરે પણ ગયો. કાલે બપોર સુધી મારી માતાએ પણ એમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ કાલે મને આભાસ આવી ગયો હતો કે મારા તમામ પ્રયાસો અસફળ નિવડ્યાં છે. તેથીજ વર્ચ્યૂઅલ મોડમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકો મને અધ્યક્ષ અને સંસદીય દળના નેતાના પદથી દૂર કરવા માગે છે એમણે સંવિધાન અંગે જાણકારી મેળવવી જોઇએ.

6. આગામી દિવસોમાં કાયદાકીય લડતની સંભાવના
જે રીતે એમની પંસદગી કરાઈ છે, એ પાર્ટીના સંવિધન વિરૂદ્ધ છે. આનો નિર્ણય પાર્ટીની સંસદીય કમિટિ અથવા રાષ્ટ્રીય અધ્યક્ષે કરવાનો હોય છે. અધ્યક્ષ પદ ફક્ત 2 પરિસ્થિતિઓમાં ખાલી થઈ શકે છે, પહેલી પરિસ્થિતિ- મૃત્યુ થાય તો અથવા રિઝાઈન આપો ત્યારે. આગામી દિવસોમાં કાયકીય લડત આપીશું એ વાત તો નક્કી છે. અમે કાયદાકીય સલાહ સતત લઇ રહ્યા છીએ. મારી પાસે હવે કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

પારસના નિવાસ સ્થાને પ્રદર્શન
ચિરાગના સમર્થકોએ બુધવારે પશુપતિ કુમાર પારસના સરકારી આવાસની બહાર પૂરજોશમાં પ્રદર્શન કર્યું હતું. જેથી ચિરાગના સરકારી નિવાસ સ્થાને પોલીસ સુરક્ષા વધારવામાં આવી હતી.

રવિવાર-સોમવારની રાત્રે LJPની કાયા પલટી
ગત રવિવારે સાંજથી જ પાર્ટીમાં ક્લેશ શરૂ થઈ ગયો હતો. સોમવારે ચિરાગ પાસવાનને છોડીને અન્ય પાંચ સાંસદોએ સંસદીય બોર્ડની બેઠક બોલાવી અને હાજીપુરના સાંસદ પશુપતિ કુમાર પારસની સંસદીય બોર્ડના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ અંગે લોકસભા સ્પીકરને પણ જાણ કરાઈ હતી. સોમવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા માન્યતા પણ મળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...