• Gujarati News
  • National
  • Chirag Paswan Is Ready To Leave The NDA If He Does Not Get More Seats, But The Opposition In The Party

બિહાર વિધાનસભા ચૂંટણી:ચિરાગ પાસવાન વધુ બેઠકો ન મળે તો એનડીએ છોડવા તૈયાર પણ પક્ષમાં જ વિરોધ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન. - Divya Bhaskar
લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાન.
  • બેઠકોની વહેંચણી મુદ્દે લોજપા સાથે ડખો, દિલ્હીથી ભાજપના નેતાઓ પટણા પહોંચ્યા
  • લોજપાના 6 સાંસદમાંથી 4 ચિરાગ સાથે અસહમત, કહ્યું- મોદીના કારણે અમે ચૂંટણી જીત્યા હતા
  • પટણામાં મંથન જારી, બેઠકો અંગે 2-3 દિવસમાં નિર્ણય થઇ શકે છે

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી શરૂ થઇ ગઇ છે. જોકે, એનડીએમાં બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપ માટે સૌથી મોટી ગૂંચ લોજપા છે. લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાનનું વલણ કૂણું નથી જણાતું.

સૂત્રોના કહેવા મુજબ, લોજપાને એનડીએમાં 36 બેઠક આપવાની ઓફર છે જ્યારે ચિરાગ 42થી ઓછી બેઠકો માટે રાજી નથી. તેમણે કહ્યું કે 42 બેઠક નહીં અપાય તો લોજપા 143 બેઠક પરથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે 2015ની ચૂંટણીમાં લોજપા 42 બેઠક પરથી ચૂંટણી લડી હતી પણ માત્ર 2 બેઠક જીતી શકી હતી. બીજી તરફ એનડીએથી અલગ થવા મુદ્દે લોજપામાં આંતરિક અસંતોષ પણ જણાય છે. લોજપાના 6 સાંસદમાંથી 4 લોજપા એકલી ચૂંટણી લડે તે અંગે સહમત નથી. તેમાંથી એક સાંસદ પશુપતિ કુમાર પારસે કહ્યું કે તેઓ એનડીએના મતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવના કારણે જ સાંસદ બન્યા છે. તેથી એનડીએમાંથી છૂટા પડવું ઠીક નથી.

પટણા: ભૂપેન્દ્ર અને ફડણવીસે 2 બેઠક યોજી, મુખ્યમંત્રી નીતીશને પણ મળ્યા
ભાજપના નેતાઓએ દિલ્હી બાદ પટણામાં 2 બેઠક કરી. તેમાં બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ફડણવીસ જોડાયા. યાદવે કહ્યું કે એનડીએ એકસંપ છે. જદયુ, ભાજપ, લોજપા અને હમ સાથે મળીને ચૂંટણી લડશે. બેઠકોની વહેંચણી માટે 2-3 દિવસ મહત્ત્વના છે. અમે જલદી નિર્ણય કરીશું. યાદવ અને ફડણવીસ મુખ્યમંત્રી, જદયુના અધ્યક્ષ નીતીશ કુમારને પણ મળ્યા.

દિલ્હી: અમિત શાહ ભાજપ અધ્યક્ષ નડ્ડાના ઘરે પહોંચ્યા, બેઠકમાં ચિરાગ જોડાયા
બિહારમાં બેઠકોની વહેંચણી મામલે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના ઘરે બેઠક યોજાઇ, જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને સાથે ચિરાગ પણ જોડાયા. સૂત્રોના જણાવ્યાનુસાર શાહે બેઠકોની વહેંચણી માટે વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો છે. તેથી તેમણે ફડણવીસને નીતીશ સાથે વાત કરવા પટણા મોકલ્યા છે. ચિરાગ 2 દિવસથી શાહ સાથે મુલાકાતની રાહ જોતા હતા.

અન્ય સમાચારો પણ છે...