તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chinese Troops Unable To Withstand Indian Troops, 90% Of Chinese Troops Return Due To Severe Cold

ચીનના સૈનિકોની નીકળી હવા:ભારતીય સૈનિકોની સામે ટકી ન શક્યા ચીનના સૈનિક, તીવ્ર ઠંડીને કારણે ચીનના 90 ટકા સૈનિકો પરત ફર્યા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનના સૈનિકો ભારે કડકડતી ઠંડીનો સામનો કરી શક્યા નહીં

પૂર્વી લદ્દાખના પેંગોંન્ગ તળાવ ક્ષેત્રમાં હાડ થીંજવતી ઠંડીમાં ભારતીય સૈનિકો સામે ચીનની સેનાના સૈનિકોને પરત ફરવું પડ્યું છે. પૂર્વી લદાખ સેક્ટરમાં એલએસી પાસે આસપાસ મોટી સંખ્યામાં ચીને પોતાના સૈન્ય તૈનાત કર્યા હતા. પરંતુ ચીનના સૈનિકો આ વિસ્તારમાં પડી રહેલી ભારે કડકડતી ઠંડીનો સામનો કરી શક્યા નથી. મીડિયા અહેવાલો અનુસાર, પીપલ્સ લિબરેશન આર્મીના 90 ટકા જવાન પરત ફર્યા છે. તેમની જગ્યાએ અન્ય સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ચીને છેલ્લા એક વર્ષથી ત્યાં તૈનાત સૈનિકોને બદલ્યા છે અને તેમની જગ્યાએ નવા સૈનિકોને તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં તીવ્ર ઠંડીના કારણે, તેના લગભગ 90 ટકા સૈનિકો ફેરવવામાં આવ્યા છે.

ભારે ઠંડીને કારણે સૈનિકોનું રોટેશન
મીડિયા અહેવાલો અનુસાર, સૈનિકોનું રોટેશન ભારે ઠંડી અને અન્ય સંબંધિત સમસ્યાઓના કારણે થઇ છે. સૂત્રોનું માનીએ તો ડ્રેગનના સૈનિકોમાં આટલી ઠંડીનો સામનો કરવાની સ્થિતિમાં નથી, કડકડતી ઠંડીને લીધે, ચીની સેનાને ખરાબ અસર થઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પેંગોંન્ગ તળાવ વિસ્તારમાં ફ્રિકશન પોઈન્ટ પર તહેનાતી દરમિયાન પણ ચીનના સૈનિકોની ઉંચાઇ વાળી પોસ્ટ્સ પર દરરોજ બદલી કરવામાં આવી રહી હતી. આને કારણે તેમની હિલચાલ ખૂબ પ્રતિબંધિત થઈ હતી.

ભારતીય સેના પણ ઉંચાઇ વાળા ક્ષેત્રમાં બે વર્ષ માટે સૈનિકોને તૈનાત કરે છે
હકીકતમાં, ભારતીય સેના બે વર્ષના કાર્યકાળ માટે ઉંચાઇવાળા વિસ્તારોમાં તેના સૈનિકોને તૈનાત કરે છે. દર વર્ષે ભારતીય સૈન્ય અંતરિયાળ વિસ્તારથી તેના ઉપરના વિસ્તારોમાં લગભગ 40-50 ટકા સૈન્ય મોકલે છે. આ સંજોગોમાં, આઈટીબીપીના જવાનોનો કાર્યકાળ કેટલીકવાર બે વર્ષ કરતાં લાંબા સમય સુધીનો હોય છે.

ગયા વર્ષે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ સર્જાયું હતું
તમને જણાવી દઈએ કે પૂર્વી લદ્દાખમાં ગયા વર્ષે સર્જાયેલા સરહદ વિવાદને લઈને બંને સૈનિકો સામસામે આવી ગયા હતા. જ્યારે 45વર્ષમાં પહેલી વાર બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાયું હતું, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, જ્યારે 45 ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. ભારત અને ચીન આર્મી વચ્ચે વાતચીત બાદ મામલો થાળે પડ્યો હતો અને બંને દેશો પોતપોતાની સ્થિતિ પર પહોંચી ગયા હતા. બંને દેશોની સૈન્ય વચ્ચે અત્યાર સુધીમાં 11 રાઉન્ડની વાટાઘાટો થઈ હતી.