તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(LAC)ની પાસે ચીનની સેનાના હેલિકોપ્ટર જોવા મળ્યા બાદ ભારતીય વાયુસેના સાવધાન થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાએ પણ સુખોઈ સહિત બીજા ફાઈટર જેટથી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સુખોઈ-30 MKI 2400 કિમી પ્રતિ કલાકની ઝડપથી 5 હજાર કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. 18 હજાર કિલોગ્રામ વજનને લઈ જવા સક્ષમ આ વિમાન એર ટૂ એર રી-ફિલિંગના કારણે પોતાની રેન્જને વધુ વધારી શકે છે.
LACની પાસે ચીનના હેલિકોપ્ટર તે દરમિયાન જોવા મળ્યા, જ્યારે ઉતરી સિક્કિમના વિસ્તારમાં ચીનના સૈનિકો અને ભારતીય સૈનિકોમાં ઝપાઝપી થઈ હતી. ન્યુઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના હેલિકોપ્ટરોએ LACને ક્રોસ કરી નથી, જોકે આવું અગાઉ ઘણી વખત થઈ ચૂક્યું છે.
6 મેના રોજ પૂર્વી લદ્દાખમાં બંને દેશોના સૌનિકો સામ-સામે આવી ગયા હતા
નોર્થ સિક્કિમના નાકુ લા સેક્ટરમાં શનિવારે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી ઝપાઝપીમાં બંને તરફ જવાન ઘાયલ થયા હતા. સેનાના સૂત્રોનું કહેવું છે કે બંને દેશોના સૈનિકોનું આ દરમિયાન ખૂબ આક્રમક વલણ જોવા મળ્યું. આર્મી સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે પૂર્વી લદ્દાખમાં પણ 5 અને 6 મેના રોજ બંને દેશોના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. જોકે વાતચીત પછી આ મામલામાં સમાધાન થયું હતું.
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ભારતીય અને ચીની સૌનિકો વચ્ચે ઝપાઝપીની ઘટનાઓ મુગુથાંગથી આગળ નાકૂ લ સેકટરમાં થઈ હતી. આ વિસ્તાર 5 હજાર મીટરની ઉંચાઈ પર છે. એક અધિકારીએ જણાવ્યું કે 4 ભારતીય અને 7 ચીનના સૈનિકોને ઈજા પહોંચી હતી. આ ઝપાઝપીમાં બંને દેશોના લગભગ 150 સૌનિકો સામેલ હતા. બીજી તરફ આર્મીએ કહ્યું હતું કે સીમા વિવાદને લઈને ભારતીય અને ચીનના સૌનિકોની વચ્ચે અસ્થાઈ અને છુટીછવાઈ ઝપાઝપી થતી રહે છે. બંને સેનાઓ આ મુદ્દાનું પ્રોટોકોલ અંતર્ગત સમાધાન કરી લે છે. જોકે આ વખતે ઝપાઝંપી ઘણા લાંબા સમય બાદ થઈ.
પાકિસ્તાન પણ તેની સીમામાં લડાકૂ વિમાનોનું પરિભ્રમણ વધારી રહ્યું છે
ભારતીય વાયુસેના લદ્દાખમાં પેટ્રોલિંગ માટે લેહ એરબેસથી સુખોઈ સહિત બીજા વિમાનો મોકલતી રહે છે. સીમાની પાસે ચીનના હેલિકોપ્ટરો દેખાતા થોડા દિવસો પહેલા પાકિસ્તાન એરફોર્સે પણ ભારત સાથે જોડાયેલી સીમા પર પેટ્રોલિંગ વધારી દીધું હતું. ભારતના એક ટોપ અધિકારીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનને ડર છે કે હંદવાડા એન્કાઉન્ટર અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ બાદ ભારત તરફથી મોટી કાર્યવાહી થાય તેવી શકયતા છે. આ કારણે એફ-16 અને જેએફ 17 લડાકુ વિમાન તેની સીમામાં સતત પરિભ્રમણ કરી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન સ્તબ્ધ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર દબાણ છે કે તે કોરોના સાથે જોડાયેલી માહિતી આપવામાં પારદર્શકતા રાખે અને જણાવે કે વાઈરસ અસલમાં ક્યાંથી ફેલાયો ? અમેરિકાને શક છે કે વાઈરસ વુહાનની લેબમાંથી નીકળીને વિશ્વમાં ફેલાયો છે. ચીનમાંથી ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમનું મેન્યુફેકચરિંગ બેસ શિફ્ટ કરવાનો વિચાર કરી રહી છે. આવી કંપનીઓને ભારતમાં સારા વિકલ્પો દેખાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પણ એ કહી ચૂકી છે કે દેશમાં મેન્યુફેકચરિંગ માટે આવનારી કંપનીઓને તમામ સુવિધાઓ પણ આપીશું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.