સેટેલાઇટ તસવીરમાં ઘટસ્ફોટ:પેંગોન્ગ પાસે ચીને ફરી દબાણ કર્યું; હેલિપેડ, બોટ અને રસ્તાનું નિર્માણ કર્યું

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • આ ફોટો જેક ડિટચ નામના રિપોર્ટરે પોસ્ટ કર્યો છે

લદાખમાં ચીન સતત પોતાની ચાલાકી દેખાડી રહ્યું છે. પોંગોન્ગ સરોવર અંગે કરાર કરવામાં આવ્યો હોવા છતાં ચીને તેની નજીકના વિસ્તારમાં પક્કા રસ્તાનું નિર્માણ કર્યું છે. ચીને ત્યાં હેલિપેડ પણ તૈયાર કર્યું છે. સેટેલાઈટ તસવીરથી આ ઘટસ્ફોટ થયો છે.

ફોટામાં દેખાય છે જેટી, હેલિપેડ અને સ્થાયી બંકર
આ ફોટો જેક ડિટચ નામના રિપોર્ટરે પોસ્ટ કર્યો છે. જૈક અમેરિકાના ફોરેન પોલિસી મેગેઝિન માટે કામ કરે છે. કેટલીક તસવીરો પ્રકાશમાં આવી છે, જે પેંગોન્ગ ઝીલના ઊત્તરી કિનારાની છે. એમાં ચીની જેટી, હેલિપેડ અને સ્થાયી બંકર દેખાય છે.

નવેમ્બરમાં અમેરિકાના રક્ષા વિભાગે દાવો કર્યો હતો
ચીનની હરકતોને લઈને આ પ્રકારનો ઘટસ્ફોટ થયો હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં નવેમ્બરમાં અમેરિકાના રક્ષા વિભાગે દાવો કર્યો હતો કે ચીને અરુણાચલ પ્રદેશમાં મોટું ગામ વસાવી લીધુું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને આ ગામ હમણાં નહિ, પરંતુ વર્ષો પહેલાં બનાવ્યું હતું.

LACની પાસે મિસાઈલ અને રોકેટ રેજિમેન્ટ તહેનાત કર્યાં
આ સિવાય તાજેતરમાં જ આર્મીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને પૂર્વી લદાખમાં એલએસીની પાસે મિસાઈલ અને રોકેટ રેજિમેન્ટ તહેનાત કર્યાં છે. આ સિવાય તે હાઈવે અને રસ્તા પર પણ ઝડપથી કામ કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અક્સઈ ચીન વિસ્તારમાં ચીન હાઈવે બનાવી રહ્યો છે, જેથી કનેક્ટિવિટી મજબૂત થઈ શકે અને એલએસી પર વધુ ઝડપથી પહોંચી શકાય. ચીન તેના એરબેસને અપગ્રેડ કરી રહ્યું છે. આ સિવાય તેણે હાઈવેને પહોળો કરવો અને એર સ્ટ્રિપ બનાવવાનું કામ પણ કરી દીધું છે.

ફિંગર 8વાળો વિસ્તાર ગતિરોધ પહેલાંથી ચીનના કન્ટ્રોલમાં
ઉલ્લેખનીય છે કે પેંગોન્ગ સરોવરની ફિંગર 8વાળો વિસ્તાર ગતિરોધ પહેલાંથી ચીનના કન્ટ્રોલમાં છે. હવે મેં 2020માં ગતિરોધ પછી જ્યારે ચીજો સામાન્ય થવા લાગી તો ભારત અને ચીનની આર્મી એ વાત પર રાજી થઈ હતી કે પેંગોન્ગના ઉત્તરી અને દક્ષિણી કિનારાથી આર્મીને પરત બોલવી લેવામાં આવશે. એમાં ફિંગર 4થી ફિંગર 8 સુધીનો વિસ્તાર સામેલ હતો. એમ કહેવાઈ રહ્યું છે કે ચીને હવે ચાલાકી બતાવી છે. જે હિસ્સા માટે કરાર થયો હતો એની નજીક જ ચીને નિર્માણ શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...