તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓસ્ટ્રેલિયા મીડિયાનો દાવો:ચીન કોરોનાવાયરસ અંગે વર્ષ 2015થી સંશોધન કરતું હતું, એનો જૈવિક હથિયારની જેમ ઉપયોગ કરવા ઈચ્છતું હતું

કેનબરા3 મહિનો પહેલા
  • ગયા વર્ષે અમેરિકાના એ સમયના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પે અનેક વખત જાહેરમાં કોરોનાને ચીની વાયરસ કહ્યો હતો

કોરોનાવાયરસ 2020માં અચાનક જ નથી આવ્યો, પણ ચીન આ માટે વર્ષ 2015થી તૈયારી કરી રહ્યું હતું. ચીનની સેના 6 વર્ષ અગાઉ કોવિડ-19 વાયરસને જૈવિક હથિયારની માફક ઉપયોગ કરવા ષડયંત્ર રચી રહી હતી. 'ધ વીકેન્ડ ઓસ્ટ્રેલિયન'એ પોતાના અહેવાલમાં આ ઘટસ્ફોટ કર્યો છે. અહેવાલમાં ચીનના એક રિસર્ચ પેપરનો આધાર આપવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ચીન 6 વર્ષ અગાઉથી જ સાર્સ વાયરસની મદદથી જૈવિક હથિયાર તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, ચીનના વૈજ્ઞાનિકો અને હેલ્થ ઓફિસર્સ વર્ષ 2015માં જ કોરોનાને લગતા અલગ-અલગ સ્ટ્રેન પર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ચીનના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ત્રીજા વિશ્વયુદ્ધમાં તેણે જૈવિક હથિયારની માફક ઉપયોગ કરવામાં આવશે. આ અંગે ચર્ચા પણ થઈ હતી કે એમાં ફેરફાર કરીને મહામારી તરીકે કેવી રીતે બદલી શકાય છે.

દરેક વખતે ચીન તપાસથી પાછળ હટી રહ્યું છે
અહેવાલમાં એ વાત પર પણ પ્રશ્ન સર્જવામાં આવ્યો છે કે જ્યારે પણ વાયરસની તપાસ કરવા અંગે વાત કરવામાં આવે છે ત્યારે ચીન પાછળ હટી જાય છે. ઓસ્ટ્રેલિયાના સાયબર સિક્યોરિટી એક્સપર્ટ રોબર્ટ પોટરે જણાવ્યું હતું કે આ વાયરસ કોઈ ચામાચીડિયાના બજારમાંથી ફેલાયો નથી. આ થિયરી સંપૂર્ણપણે ખોટી છે.

ચીનના રિસર્ચ પેપર પર ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ રોબર્ટે કહ્યું હતું કે એ રિસર્ચ પેપર સંપૂર્ણ સાચા છે. અમે ચીનના રિસર્ચ પેપર પર અભ્યાસ કરતા રહીએ છીએ. એમાંથી જાણવા મળ્યું છે કે ચીનના વૈજ્ઞાનિકો શું વિચારી રહ્યા છે.

આ દાવો શા માટે મજબૂત હોઈ શકે છે
ઓસ્ટ્રેલિયાઈ મીડિયાના આ રિપોર્ટને નકારી શકાય તેમ નથી. ગયા વર્ષે અમેરિકાના એ સમયના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પે અનેક વખત જાહેરમાં કોરોનાને ચીની વાયરસ કહ્યો હતો. તેમણે કર્યું હતું કે આ ચીનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે અને એને લીધે વિશ્વનું હેલ્થ સેક્ટર તબાહ થઈ રહ્યું છે, અનેક દેશોનાં અર્થતંત્ર ભારે મુશ્કેલીમાં આવી ગયાં છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ પાસે આ વાતના પૂરતા પુરાવા છે અને સમય આવશે ત્યારે એ વિશ્વ સમક્ષ તે રજૂ કરશે.

અલબત્ત, ત્યાર બાદ ટ્રમ્પ ચૂંટણી હારી ગયા અને બાઈડન એડમિનિસ્ટ્રેશને અત્યારસુધીમાં જાહેરમાં ચીન વિશે કંઈ જ કહ્યું નથી. જોકે બ્લૂમબર્ગે તાજેતરમાં એક રિપોર્ટમાં એ હકીકત તરફ સંકેત આપ્યો હતો કે અમેરિકા આ બાબતમાં ખૂબ જ ઝડપથી અને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યું છે.

વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
વિશ્વભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં વિશ્વમાં 7.83 લાખ નવા કેસ સામે આવ્યા. આ સમય દરમિયાન 13,022 લોકોએ જીવ ગુમાવ્યો. કોરોનાનો કહેર સૌથી વધારે ભારત અને બ્રાઝિલમાં જોવા મળ્યો છે. શનિવારે વિશ્વમાં જે કુલ મૃત્યુ થયાં એ પૈકી 47 ટકા ભારત અને બ્રાઝિલમાં નોંધાયા છે. ભારતમાં 4,133 અને બ્રાઝિલમાં 2,091 લોકોનાં મોત થયાં છે.

અત્યારસુધીમાં 15.83 કરોડ કેસ
વિશ્વમાં કોરોનાના અત્યારસુધીમાં 15.83 કરોડથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આ પૈકી 32.96 લાખથી વધારે લોકોનાં મોત થયાં છે, જ્યારે 13.66 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યારે 1.92 કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. આ પૈકી 1.91 કરોડ લોકોમાં કોરોનાનાં સામાન્ય લક્ષણ છે અને 1.07 લાખ લોકોની સ્થિતિ ગંભીર બનેલી છે.