તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • China Did Not Invite Indian Troops For The Courtesy Meeting, China May Also Behind Nepal's Objections For Lipulekh Area

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદ વિવાદ:ચીને ભારતના સૈનિકોને બેઠક માટે આમંત્રણ આપ્યું ન હતું, બાદમાં 9 દિવસમાં 2 અથડામણ થઈ; લિપુલેખ અંગે નેપાળના વાંધા પાછળ ચીન પણ હોઈ શકે છે

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 મેના રોજ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ પર ભારત અને ચીનના 200 સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી
  • 9 મેના રોજ, ઉત્તર સિક્કિમના નાકુ લા સેક્ટરમાં બંને દેશોના 150 સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું
  • ભારતે કૈલાસ માનસરોવર માટે લિપુલેખનો રસ્તો શરૂ કર્યો, નેપાળે કહ્યું- તે અમારા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે

પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ અને સિક્કિમ સેક્ટરની નાકુ લા બોર્ડર. બંને સ્થાનો વચ્ચેનું અંતર એક હજાર કિલોમીટરથી વધુનું છે. બંને વિસ્તારો ભારત અને ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ હેઠળ આવે છે અને તાજેતરના સરહદ વિવાદને કારણે પણ તે સમાચારોમાં છે.

જોકે, આ વખતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનો મામલો વિવાદથી આગળ વધીને સામ-સામે અથડામણ સુધી પહોચી ગયો છે. પેંગોંગ તળાવ અને નાકુ લા ખાતે આ મહિનાની શરૂઆતમાં ભારત-ચીની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતું. સૈનિકોએ એક બીજાને મુક્કો માર્યા. પથ્થરો પણ ફેક્યા જેમાં 10 સૈનિકો ઘાયલ થયા છે.

સવાલ એ ઉભો થાય છે કે એવું તે શું થયું કે મામલો હુમલો અને પથ્થરમારા સુધી પહોંચ્યો. અમારી તપાસ સૂચવે છે કે આ છેલ્લા કેટલાક દિવસોમાં ચાલી રહેલા ઘતાનાક્રમોના પરિણામ સ્વરૂપ હોઈ શકે છે.

... તો, સૌ પ્રથમ, આપણે જાણીએ છીએ કે આ અથડામણ ક્યાં, ક્યારે અને કેવી રીતે થઈ?
1) તારીખ 5 મે, સ્થળ- પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવ

તે દિવસે સાંજે, આ તળાવના ઉત્તર કાંઠે ફિંગર-5 વિસ્તારમાં લગભગ 200 ભારત-ચીની સૈનિકો સામ-સામે આવી ગયા. ચીની સૈનિકોની હાજરી સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો. આખી રાત સંઘર્ષની સ્થિતિ યથાવત્ રહી. બીજા દિવસે બંને સૈનિકો વચ્ચે ઝઘડો થયો. બાદમાં બંને પક્ષના ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની વાતચીત બાદ મામલો ઉકેલાયો હતો.

પેંગોંગ તળાવના બે તૃતીયાંશ ભાગ પર ચીનનું નિયંત્રણ
પેંગોંગ એ નાનું સરોવર નથી. 14,270 ફૂટની ઉંચાઈએ લદાખથી તિબેટ સુધી આ તળાવનો ફેલાયેલું છે. તે 134 કિમી લાંબુ છે અને અમુક જગ્યાઓ પર તો તે 5 કિમી પહોળું પણ છે. બંને દેશોની સેના બોટ સાથે અહીં પેટ્રોલીંગ કરે છે. ખરેખર, આ તળાવની વચ્ચેથી ભારત-ચીનની લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પસાર થાય છે. તેનો બે તૃતીયાંશ ભાગ ચીન દ્વારા નિયંત્રિત છે. આથી જ અહીં હંમેશાં તણાવની પરિસ્થિતિઓ ઉભી થાય છે.

પેંગોંગ તળાવ 1962ના યુદ્ધ પછીથી સીમા વિવાદનો એક ભાગ છે. આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 2017 અને 2019માં ઝઘડા થયા છે.
પેંગોંગ તળાવ 1962ના યુદ્ધ પછીથી સીમા વિવાદનો એક ભાગ છે. આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 2017 અને 2019માં ઝઘડા થયા છે.

2) તારીખ સંભવતઃ 9 મે, સ્થળ- 16 હજાર ફૂટની ઉંચાઈએ ઉત્તર સિક્કિમમાં નાકુ લા સેક્ટર
અહીં ભારત અને ચીનના 150 સૈનિકો સામ-સામે હતા. તેની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જોકે, ધ હિન્દુના એક અહેવાલ મુજબ, અહીં અથડામણ 9 મેના રોજ જ થઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન સૈનિકોએ સામ-સામે એકબીજાને મુક્કા માર્યા હતા. આ અથડામણમાં 10 જવાનો ઘાયલ થયા છે. બાદમાં અધિકારીઓએ પણ અહીં દરમિયાનગીરી કરી. પછી અથડામણ બંધ થઈ ગઈ.

નાકુ લા પહેલાં ક્યારેય મોટો મુકાબલો થયો ન હતો
નાકુ લા સેક્ટર એ વિસ્તાર છે જ્યાં તાજેતરના વર્ષોમાં ભારત અને ચીનની સૈન્ય વચ્ચે કોઈ મોટો મુકાબલો નહોતો. આ વિસ્તાર મુગુથંગની નજીક છે, જે તિબેટીયન શરણાર્થીઓ માટે જાણીતો છે. આ ઉત્તર સિક્કિમની છેલ્લી બોર્ડર પોસ્ટ છે અને ત્યારબાદ ચીનનો પ્રદેશ શરૂ થાય છે.

3) તારીખ સંભવતઃ 9 મે, સ્થળ- લદ્દાખ
જે દિવસે ચીન-ભારત સૈનિકો વચ્ચે ઉત્તર સિક્કિમમાં અથડામણ થઇ રહી હતી તે દિવસે જ ચીને તેના હેલિકોપ્ટર લદ્દાખની લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર મોકલ્યા હતા. ચીની હેલિકોપ્ટરે સરહદ પાર નહોતી કરી પરંતુ જવાબમાં ભારતે તેના લેહ એરબેઝ પરથી સુખોઈ 30 એમકેઆઈ ફાઇટર પ્લેનનો કાફલો અને બાકીના ફાઇટર એરક્રાફ્ટ મોકલ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરનાં વર્ષોમાં આ પહેલીવાર છે જ્યારે ચીન દ્વારા આવી કાર્યવાહીના જવાબમાં ભારતે પોતાના લડાકુ વિમાન સરહદ પર મોકલ્યા હોય.

બધુ ઠીક નથી: ચીને લડાઇના 5 દિવસ પહેલા સૈનિકોને મળવાનું આમંત્રણ મોકલ્યું ન હતું
રસપ્રદ વાત એ છે કે, 5 મેના રોજ સૈનિકો વચ્ચે લદ્દાખના પેંગોંગ તળાવ પર ઝઘડાના 5 દિવસ પહેલા જ ભારત-ચીન બોર્ડર પર્સનલ બેઠક યોજાવાની હતી. ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દર વર્ષે 1 મેના રોજ, ચીન લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલમાં 5 સરહદ ચોકીઓ પર ભારતીય સૈનિકોની મેજબાની કરે છે. તે બંને સૈન્ય વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવાના એક પગલા તરીકે જોવામાં આવે છે. જો કે આ વખતે ચીને ભારતને આ બેઠકમાં આમંત્રણ આપ્યું નથી.

શું આ બે કારણોસર ચીન ભારતથી નારાજ છે?
પહેલું કારણ - કૈલાસ માનસરોવર માટે લિપુલેખ રૂટની શરૂઆત, નેપાળને વાંધો
ભારતે ગત શુક્રવારે કૈલાસ માનસરોવર યાત્રા માટે લિપુલેખ-ધારાચુલા રૂટની શરૂઆત કરી હતી. આ રસ્તો ઉત્તરાખંડમાં 17 હજાર ફૂટની ઉચાઈએ છે. આનાથી યાત્રાળુઓ, સ્થાનિકો અને ધંધાકીય લોકોને મદદ મળશે. જોકે, નેપાળને આ અંગે વાંધો છે.

નેપાળ કહે છે કે મહાકાળી નદીનો માર્ગ જ્યાંથી પસાર થાય છે તે અમારો વિસ્તાર છે. એવું માનવામાં આવે છે કે નેપાળ સરકારની કમ્યુનિસ્ટ પાર્ટીએ ચીનના દબાણમાં આ વાંધો ઉઠાવ્યો છે. જોકે, ભારત અને નેપાળ વચ્ચેના 97% સરહદી વિસ્તારો પર કોઈ વિવાદ નથી.

બીજું કારણ- ભારતે LAC સુધી પહોંચવા અરુણાચલમાં એક બ્રિજ બનાવ્યો
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એપ્રિલ મહિનામાં માત્ર 27 દિવસમાં અરુણાચલ પ્રદેશમાં સુબનસિરી નદી ઉપર ડેપોરીઝો બ્રિજ બનાવ્યો હતો. આ પુલ ભારત-ચીન સરહદ પર લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (LAC) સુધી 40 ટન વજનની ગાડીઓના પરિવહન કરવામાં ખૂબ મદદ કરશે.

પુલની લંબાઈ 430 ફૂટ છે. તેનું મોટાભાગનું કામ લોકડાઉન દરમિયાન થયું છે. અરુણાચલમાં ભારતની પ્રવૃત્તિઓ અંગે ચીને લાંબા સમયથી વાંધો ઉઠાવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અરુણાચલની મુલાકાત લીધી ત્યારે પણ ચીને વાંધો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો