કહેવાય છે કે બાળકો જે વાતો બાળપણમાં તેમના વ્યવહારમાં સામેલ કરે છે તે સમગ્ર જીવનભર ટકે છે. આ થીમ પર કામ કરતા કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે હવે સ્કૂલના બાળકોને બાળપણમાં જ ફૂડ વેસ્ટેજ ન કરવાનો પાઠ ભણાવાય. તેમને જણાવાય કે અનેકવાર થાળીમાં છોડી દીધેલા ભોજનનું મહત્ત્વ શું હોઈ શકે છે.
તેના માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દિશા-નિર્દેશ જારી કર્યા છે કે તે સ્કૂલના બાળકોના અભ્યાસમાં એક ચેપ્ટર એવું જરૂર બનાવે જેમાં બાળકોને ભોજનનો વેડફાટ નહીં કરવાનું મહત્ત્વ શીખવાડાય. ધ યુનાઈટેડ નેશન્સ એન્વાયરોન્મેન્ટ પ્રોગ્રામના વર્ષ 2021માં જારી એક રિપોર્ટ અનુસાર ભારતમાં દરેક વ્યક્તિ વાર્ષિક 50 કિલો ભોજન વેડફે છે. આ બરબાદી અનાજના ખેતરથી નીકળીને આપણી પ્લેટમાં પહોંચવા સુધી થાય છે. ખેતરથી ઘઉં અને શાકભાજીના માર્કેટ સુધી પહોંચવા દરમિયાન ભારે વેડફાટ થાય છે. જ્યારે ઘણા લોકો તેમની પ્લેટમાં ભોજન છોડી દે છે. જેનાથી તેનો પણ વેડફાટ થાય છે. કેન્દ્રે રાજ્યોના અધિકારીઓ તથા નિષ્ણાતો સાથે બેઠક કરી ફૂડ વેસ્ટેજ અંગે સૂચન માગ્યા હતા.
જાણો નવા અભ્યાસક્રમમાં શું ઉમેરાશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.