મધ્યપ્રદેશની રાજધાની ભોપાલને અડીને આવેલા રાયસેન જિલ્લાના ગૌહરગંજમાં માતા-પિતાથી વિખૂટા પડેલા 3 હિંદુ બાળકોનું ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા છે. ત્રણ બાળકો ભાઈ-બહેન છે જેઓ 2020માં કોવિડને કારણે પ્રથમ લોકડાઉન પહેલા મંડીદીપમાં તેમના માતાપિતાથી અલગ થઈ ગયા હતા. શું છે આખો મામલો, કેવી રીતે બાળકો અલગ થયા અને કેવી રીતે થયો ઘટસ્ફોટ તે વાંચતા પહેલા પોલમાં તમારો મત આપો.
જાણીએ બાળકોની કહાની, કેવી રીતે તેઓ તેમના માતા-પિતાથી અલગ થયા...
રાયસેનના ગોદી શિશુગૃહ ગૌહરગંજમાં રહેતા શાહરૂખ, સુહાના અને રૂખસાના (નવા નામ)ના પિતા મંડીદીપની ફેક્ટરીમાં ગાર્ડ છે. પરસ્પર વિવાદ પછી માતા-પિતા અલગ રહે છે. માતા બાળકો સાથે ભોપાલ ગઈ હતી. અહીં તે તાજુલ મસ્જિદ પાસે એક મુસ્લિમ ફકીર પાસે ભીખ માંગવા લાગી. કોવિડમાં, બાળકો તેમની માતાથી અલગ થઈ ગયા.
ભોપાલની માતૃ છાયા સંસ્થા(એનજીઓ)ને બાળકો અનાથ દેખાયા. તેમણે બાળ કલ્યાણ સમિતિ, ભોપાલ સમક્ષ બાળકોને રજૂ કર્યા. મામલો રાયસેન જિલ્લાનો હતો, તેથી બાળ કલ્યાણ સમિતિ ભોપાલે કેસને રાયસેન બાળ કલ્યાણ સમિતિને ટ્રાન્સફર કર્યો. બાળ કલ્યાણ સમિતિ રાયસેને આ બાળકોને ગોદી શિશુગૃહ ગૌહરગંજને સોંપી દીધા.
મહિલા અને બાળ વિકાસ વિભાગે બાળકોનો SIR રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બાળકોના માતા-પિતા હિન્દુ છે. આ હોવા છતાં, શિશુગૃહ સંચાલક હસીન પરવેઝે નામ પરિવર્તન ન કરી શાળા અને આધાર કાર્ડ પર તેમનું મુસ્લિમ નામ જ લખાવ્યું.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નેશનલ કમિશન ફોર ચિલ્ડ્રનનાં અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગો ફરિયાદ પર ચિલ્ડ્રન હોમનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. ચિલ્ડ્રન કમિશને આ કેસમાં હસીન પરવેઝને આરોપી બનાવ્યો છે.
આધાર કાર્ડમાં પણ કેર ટેકરનું નામ
ત્રણેય બાળકો છેલ્લા 3 વર્ષથી ગૌહરગંજમાં સરકારી ગ્રાન્ટથી ચાલતા ચિલ્ડ્રન હોમમાં રહે છે. બાળકો હિંદુ છે અને પછાત વર્ગના છે. તેમની ઉંમર 4, 6 અને 8 વર્ષ છે. તેમને બે બહેનો અને એક ભાઈ છે. બાળકોએ જણાવ્યું કે, પહેલા તેમના નામ અલગ હતા, હવે અહીંના શિક્ષકે તેમને અન્ય નામ આપ્યા છે. આધાર કાર્ડમાં બાળકોના માતા-પિતાને બદલે કેરટેકર તરીકે શિશુગૃહ સંચાલક હસીન પરવેઝનું નામ નોંધાયેલું છે.
બાળગૃહના તમામ દસ્તાવેજો જપ્ત કર્યા છે
આ શિશુગૃહમાં 5 બાળકો રહે છે. આમાંથી ત્રણ ભાઈ-બહેન છે. શિશુગૃહના સંચાલકને ઠપકો આપતા, રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ શિશુગૃહના તમામ દસ્તાવેજો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગને પણ તપાસ કરવા અને એફઆઈઆર નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય બાળ આયોગ અધ્યક્ષનું શું કહેવું છે...
રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ કહ્યું- બાળકોની ઓળખ બદલવામાં આવી છે. આ ભારતના બંધારણનું ઉલ્લંઘન છે. અમે ઘટનાસ્થળેથી જ ડીપીઓને કહ્યું કે અહીંના તમામ દસ્તાવેજો જપ્ત કરો. એફઆઈઆર નોંધવા સૂચના આપી છે. બાળકોના કુટુંબને શોધવા પણ કહ્યું છે.
આરોપી સંચાલકે કહ્યું-અમે નામ નથી બદલ્યા
શિશુગૃહના સંચાલક હસીન પરવેઝનું કહેવું છે કે બાળકોને ભોપાલથી અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)એ આપેલા આદેશ અનુસાર જ નામો સંસ્થામાં રાખવામાં આવ્યા હતા. જ્યાં સુધી CWC આદેશ ન આપે ત્યાં સુધી અમે નામ બદલી શકતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.