તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Children Starving For 3 Days After Being Hanged By Unemployed Father In Bareilly, Family Starving For 5 Days In Aligarh

લોકડાઉનની સાઈડ ઈફેક્ટ:બરેલીમાં બેરોજગાર પિતાએ ફાંસી લગાવ્યાના 3 દિવસ સુધી ભૂખથી ટળવટતા રહ્યા બાળકો, અલીગઢમાં 5 દિવસ સુધી ભૂખથી પીડાતો રહ્યો પરિવાર

બરેલી/અલીગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના બરેલી અને અલીગઢમાંથી બે ઘટના સામે આવી છે, જેનું કનેક્શન લોકડાઉન, રોજગારી અને ભૂખમરા સાથે જોડાયેલી છે. બરેલીમાં ઘરમાં બંધ બાળકોને પડોશીઓ પાસેથી ભોજન માગ્યું હતું. પડોશીઓએ આવીને જોયું તો બાળકોનો પિતા ફાંસી પર લટકતા હતા.એવી જ રીતે અલીગઢમાં એક એવા પરિવારને NGOએ બચાવ્યો છે, જે 15 દિવસથી ભૂખને લીધે તડપી રહ્યો હતો.

પહેલી કહાનીઃ પિતાની લાશ સાથે 3 દિવસથી ઘરમાં બંધ માસૂમ
બરેલીના ગાયત્રી નગરમાં રહેતા મનોજ દયાલ (35) નોઈડામાં કામ કરતો હતો. લોકડાઉનમાં કામ બંધ થઈ ગયું તો તે બરેલી પાછો આવી ગયો. કેટલાક દિવસ અગાઉ તેની પત્ની ઝઘડો કરી પિયર જતી રહી હતી. 4 અને 6 વર્ષના બાળકો પતિ પાસે છોડીને તે જતી રહી હતી. ત્યારબાદ મનોજે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ ઘટના એવા સમયે સામે આવી હતી કે જ્યારે બાળકોએ પડોશીઓ પાસેથી ભોજન માંગ્યુ હતું.

રડતા બાળકો પડોશીઓ પાસે ખાવાનું માંગી રહ્યા હતા, બાળકોને પૂછ્યું કે કોઈ ઘરે કામ કરે છે કે નહીં? તો બાળકોએ કહ્યું કે મમ્મી નથી, પપ્પા કુંડા સાથે લટકી રહ્યા છે. અમને ખૂબ જ ભૂખ લાગી છે. પડોશીઓએ જઈને તપાસીને જોયું તો મનોજનો મૃતદેહ લટકતો હતો.

બીજી કહાનીઃ ભૂખને લીધે બાળકો બોલી પણ શકતા ન હતા, મદદ મળી તો રડવા લાગ્યા
​​​​​​​
અલીગઢના નગલી મંદિરના વિસ્તારોમાંથી NGO હેન્ડ ફોર હેલ્થએ એક પરિવારના 6 લોકોને બચાવ્યા છે. આ બાળકો 15 દિવસથી ભૂખથી તડપી રહ્યા હતા. સંસ્થાને ઘર પર એક મહિલા અને 5 બાળક ટળવટતા જોવા મળ્યા હતા. મહિલાનું નામ ગુડ્ડી દેવી છે. તેના પતિ બિજેન્દ્ર કુમારનું કેટલાક વર્ષો અગાઉ મોત થયું હતું.

તે મજૂરી કરી તેના 5 બાળકોની દેખરેખ કરતી હતી, જોકે લોકડાઉનને પગલે તેની રોજગારી પણ છીનવાઈ ગઈ. કોઈ પણ રીતે કેટલાક દિવસ સુધી મહિલાએ ઘર ખર્ચ ચલાવ્યો. ત્યારબાદ પૈસા પૂરા થઈ ગયા તો આ સંજોગોમાં લોકો પાસેથી માગીને કેટલાક દિવસ બાળકોનું પેટ ભર્યું, જોકે ત્યારબાદ આજુબાજુના લોકોએ પણ મદદ કરવાનો ઈન્કાર કરી દીધો. ત્યારબાદ ઘરના લોકોએ કંઈ જ ખાધુ ન હતું.

આ લોકોમાં એટલી પણ શક્તિ બચી ન હતી કે તે બોલી શકે. સંગઠનના લોકોને જોઈને તે રડવા લાગ્યા હતા. તાત્કાલિક પોલીસ અને વહિવટીતંત્રની મદદથી સૌને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ, ડીએમએ નગલા મંદિરના ગામના લોકો તથા રાશનના ડિલર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.