તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Children Over 12 Years Of Age Will Be Vaccinated Against Cancer, Kidney Or Heart Disease; Healthy Children Have To Wait Now

બાળકોની વેક્સિનનું કાઉન્ટ ડાઉન:ગંભીર રીતે બીમાર બાળકોને પહેલાં અપાશે વેક્સિન, સંપૂર્ણ સ્વસ્થ બાળકોએ વેક્સિન માટે જોવી પડશે રાહ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર બીમારીથી પીડિત 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું વેક્સિનેશન ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જોકે, સંપૂર્ણપણે સ્વસ્થ બાળકોને હાલ પૂરતા વેક્સિનેશનનો લાભ મળે તેવી નહીંવત શક્યતા છે. કોવિડ-19 વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપનારી સમિતિના મતે વર્તમાન સમયમાં દેશમાં 40 કરોડ બાળકો છે. તમામનું વેક્સિનેશન શરૂ કરવામાં આવે તો તેવા સંજોગોમાં અગાઉથી ચાલી રહેલા 18+ ઉંમરના લોકોના વેક્સિનેશનને અસર થઈ શકે છે.

સૌ પ્રથમ પુખ્ત લોકોનું વેક્સિનેશન થાય તે જરૂરી છે, અન્યથા આગામી સમયમાં દેશમાં ફરીથી અગાઉ જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે કે જ્યારે લોકોએ હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બાળકોના વેક્સિનેશન અંગે સમિતિએ સલાહ આપી છે કે અત્યારે 12 વર્ષથી વધારે ઉંમરના એવા બાળકોને જ વેક્સિન આપવામાં આવે કે જેઓ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. સમિતિનું માનવું છે કે દરેક બાળકે શાળાએ મોકલતા પહેલા તેનું વેક્સિનેશન કરવાની જરૂર નથી.

સંપૂર્ણપણે તંદુરસ્ત બાળકોએ રાહ જોવી પડશે
સમિતિના ચેરમેન એનકે અરોડાએ જણાવ્યું હતું કે સંપૂર્ણપણે સ્વસ્થ બાળકોને અત્યારે વેક્સિનેશન માટે રાહ જોવાની રહેશે. અરોડાએ કહ્યું કે વર્તમાન સમયમાં તમામ બાળકોનું વેક્સિનેશન શરૂ કરવાથી અત્યારે જે વેક્સિનેશન અભ્યાન ચાલી રહ્યું છે તેને અસર થશે. આ ઉપરાંત યુવાનો તથા વૃદ્ધોને વેક્સિનના ડોઝ નહીં મળવાના સંજોગોમાં હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધવા લાગશે.

કયા બાળકોને અગાઉ લાગશે વેક્સિનના ડોઝ તે અંગે સમિતિની સલાહ પ્રમાણે સૌ પ્રથમ એવા બાળકોને વેક્સિન આપવામાં આવશે કે જેઓ ગંભીર રીતે બીમાર છે. જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, જન્મથી કેન્સરગ્રસ્ત છે અથવા હૃદય સંબંધિત બીમારીનો શિકાર બનેલા બાળકોને આ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

ત્રણ કંપની બાળકો પર કરી રહી છે ટ્રાયલ
ભારતમાં અત્યાર સુધીમાં બાળકો માટે કોઈ જ વેક્સિનને મંજૂરી મળી નથી. કોવેક્સિનનું બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. ઝાયડસ કેડિલાની DNA બેઝ વેક્સિનનું 12થી 17 વર્ષના બાળકો પર ટ્રાયલ કરી ચુકી છે. કંપની વેક્સિનના ઈમર્જન્સી એપ્રૃવલ માટે અરજી કરી ચુકી છે. આ ઉપરાંત પુણેની કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા પણ 2થી 12 વર્ષની ઉંમરના બાળકો પર કોવેક્સન વેક્સિનનો 2/3 તબક્કાનો ટ્રાયલ કરી રહી છે.