તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ લગ્ન રોકાયા:34 વર્ષના જીજાજીના 15 વર્ષની સાળી સાથે લગ્ન ગોઠવાયા, મોટીબહેન 3 બાળકોને છોડી ભાગી ગઈ હતી

પાનીપત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તંત્રએ બાળ લગ્ન અટકાવી છોકરીને પિતાના ઘરે મોકલી હતી. - Divya Bhaskar
તંત્રએ બાળ લગ્ન અટકાવી છોકરીને પિતાના ઘરે મોકલી હતી.
  • ત્રણ નાના બાળકોની સાર સંભાળ માટે માસીને માતા બનાવવામાં આવી રહી હતી

હરિયાણામાં બાળ લગ્નની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ત્રણ બાળકની માતા અન્ય કોઈ સાથે ભાગી જતાં આ બોળકોની દેખરેખ માટે 15 વર્ષની માસીના લગ્ન કરાવાઈ રહ્યા હતા. આ ઘટના હરિયાણાના સનૌલી ખુર્દ વિસ્તારની છે જ્યાં એક પિતા તેના 34 વર્ષના જમાઈ સાથે પોતાની નાની દીકરીના લગ્ન કરાવી રહ્યા હતા.

બાળકોની સંભાળ માટે લગ્ન કરાવાઈ રહ્યા હતા
પિતાએ જણાવ્યું હતું કે મારી મોટી પુત્રી જમાઈ અને તેના ત્રણ બાળકોને છોડીને જતી રહી હતી. આ ત્રણેય બાળકોની ઉંમર 6 વર્ષ, 4 વર્ષ અને 2 વર્ષ છે. આ બાળકોની સાર સંભાળ રાખવા માટે મારી નાની દીકરી જે 15 વર્ષની છે તેના લગ્ન જમાઈ સાથે નક્કી કરાયા હતા.

બાળ લગ્ન થઈ રહ્યા હોવાની જાણ તંત્રને થતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અધિકારી રજની ગુપ્તાએ જણાવ્યું હતું કે પરિવાર અભણ છે. 15 વર્ષની છોકરી પણ સ્કૂલે જતી ન હતી. આ છોકરીએ કોર્ટ અને મારી ઓફિસમાં નિવેદન આપ્યું છે કે તે અભણ છે. એટલા માટે નિયમોની જાણ નથી. કોર્ટમાં રજૂ કરાયા તો લગ્ન અટકાવી દેવાયા છે. છોકરીને પિતા પાસે મોકલી દેવાઈ છે.

બાળ લગ્ન ન કરો
અધિકારી રજની ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે બાળ લગ્નો ન કરો. કારણ કે બાળ લગ્ન થઈ ગયા પછી ઘરેલુ હિંસાના કેસ વધે છે. કોઈ જગ્યાએ બાળ લગ્ન થતા હોય તો તેની જાણ ચાઈલ્ડ હેલ્પલાઈન કે મહિલા સંરક્ષણ વિભાગનો સંપર્ક કરવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો