રાજસ્થાનના પ્રતાપગઢમાં ઘરથી રમવા માટે બહાર નીકળેલા ચાર વર્ષના બાળક પર કુતરાઓએ હુમલો કર્યો. એક પછી એક બે કૂતરાઓ તેને કરડ્યા. કૂતરાએ મોઢાથી બાળકનો હાથ પકડી તેને ઢસડ્યું. જો કે સદનસીબે સમયસર પહોંચેલા લોકોએ બાળકને બચાવી લીધું. મળતી માહિતી મુજબ, હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા અખિલેશ પાટીદારના ચાર વર્ષના પુત્ર ચેતન પર બે કૂતરાએ હુમલો કર્યો. સવારે રમવા માટે બહાર આવેલા બાળકને કૂતરાઓએ ઘેરી લીધું. ત્યારબાદ તેને મોઢાથી પકડી ખેંચીને નીચે પાડ્યું. આ રખડતા કૂતરાઓએ બાળકના શરીર પર ઘણી જગ્યાએ ઈજા પહોંચાડી. તેના બંને હાથ લોહીલુહાણ થઈ ગયા. બાળક જોર જોરથી બૂમો પાડીને રડ્યું ત્યારે પરિવારજનોએ ત્યાં પહોંચીને તેને કૂતરાના મોંમાંથી છોડાવ્યું. જે બાદ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી.
લોકોનું કહેવું છે કે નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ કૂતરાઓને પકડવા માટે કોઈ કાર્યવાહી કરતા નથી. જેના કારણે શહેરમાં કૂતરાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કૂતરાના ઝૂંડ જોઈને લોકોને તેના કરડી જવાનો ભય રહે છે. પ્રતાપગઢ મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર જિતેન્દ્ર કુમાર મીનાએ જણાવ્યું - શહેરમાં ઝુંબેશ ચલાવીને શેરી કૂતરાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.