• Gujarati News
  • National
  • Child Did Not Give Up Even After 44 Hours, Robotics Engineer Arrives From Gujarat To Rescue Masum

બોરવેલમાં પડી ગયેલા માસૂમનું રેસ્ક્યુ LIVE:રાહુલ અને ટનલ વચ્ચે શિલા બની અવરોધ; વહીવટીતંત્રએ કહ્યું- રાહુલને બહાર કાઢવામાં 5 કલાકથી વધુ સમય લાગી શકે છે

જાંજગીર-ચાંપા14 દિવસ પહેલા
  • ગુજરાતના રોબોટિક્સ એન્જિનિયરે રોબોટને બોરવેલમાં નીચે ઉતાર્યો હતો.

છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લામાં બોરવેલ માટે ખોદવામાં આવેલા ખાડામાં 10 વર્ષના રાહુલને ફસાયાને 48 કલાકનો સમય વીતી ગયો છે. રાહુલ 60 ફૂટથી પણ નીચે ફસાયેલો છે. તેને બચાવવા માટે સતત 46 કલાકથી પ્રયત્ન થઈ રહ્યા છે. રોબોટિક્સ પદ્ધતિ પણ નિષ્ફળ નિવડી છે. જોકે હવે ટનલ મારફતે બહાર કાઢવાની યોજના તૈયાર કરવામાં આવી છે. અલબત રાહુલ અને ટનલ વચ્ચે એક શિલા મોટો અવરોધ બની છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તેમણે 9 મીટરની ટનલ તૈયાર કરવા તથા રાહુલને બહાર લાવવામાં 5 કલાકનો સમય લાગી શકે છે.

માસુમના આ પ્રયાસોથી રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા લોકોની આશા જીવંત છે. માસુમને બચાવવા માટે ગુજરાતથી રોબોટિક્સ એન્જિનિયર મહેશ આહીર ઘટના સ્થળે પહોંચી ગયા છે. મહેશે તેના લેપટોપમાંથી રોબોટને કંટ્રોલ કરીને નીચે ઉતાર્યો છે, પણ તેને ફરીથી બહાર કાઢી લેવાયો હતો. રોબોટ પાસેથી મળેલી માહિતી અનુસાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે પછી ફરીથી રોબોટને અંદર મોકલવામાં આવશે. આ સાથે ટનલ ખોદવાનું કામ પણ ચાલી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેશ બધેલે રાહુલનાં પરિવારની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.
મુખ્યમંત્રી ભુપેશ બધેલે રાહુલનાં પરિવારની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.

જ્યારે આ તરફ મુખ્યમંત્રી ભુપેશ બધેલે કલેક્ટર જિતેન્દ્ર અને રાહુલના પરિવાર સાથે વીડિયા કોલ પર વાત કરી હતી. મુખ્યમંત્રીએ રાહુલના દાદી શ્યામાબાઈને વિશ્વાસ આપ્યો હતો કે ટૂંક સમયમાં બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવશે.

ગુજરાતના રોબોટિક્સ એન્જિનિયર મહેશ આહિરે બાળકને બહાર કાઢવા રોબોટને બોરમાં નીચે ઉતાર્યો હતો.
ગુજરાતના રોબોટિક્સ એન્જિનિયર મહેશ આહિરે બાળકને બહાર કાઢવા રોબોટને બોરમાં નીચે ઉતાર્યો હતો.

પિહરીદ ગામનો રાહુલ શુક્રવારે બપોરે પોતાના ઘરની પાછળ રમતા-રમતા બોરવેલમાં પડી ગયો હતો. ત્યારથી તેને બચાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. વહીવટીતંત્ર, સેના અને NDRFની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમાં ખડકોને કારણે ખોદકામ પર અસર થઈ છે. રવિવારે સવારે માસુમની હલચલ જોવા મળી હતી. આ પછી, તેને ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે. તેને કેળા અને જ્યુસ પહોંચાડવામાં આવ્યું હતુ. આજુબાજુના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

રેસ્ક્યુ ટીમ બોરવેલમાંથી લીકેજ પાણીને દૂર કરવાના કામમાં સતત વ્યસ્ત છે.
રેસ્ક્યુ ટીમ બોરવેલમાંથી લીકેજ પાણીને દૂર કરવાના કામમાં સતત વ્યસ્ત છે.

અત્યાર સુધીમાં 60 ફૂટથી વધુ ખોદકામ થયું છે
અગાઉ NDRF બોરવેલની બાજુમાં 60 ફૂટથી વધુ ખોદકામ કરી ચૂક્યું છે. હવે 5 ફૂટ ખોદ્યા પછી ટનલ બનાવવાનું કામ શરુ કરવામાં આવશે. જો કે, આ ખોદકામમાં એક મોટી શીલા અવરોધ બની ગઈ છે. આ કારણે, ટનલ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે. સ્થળ પર હાજર મશીનરી પુરતી નથી. ખાડામાં ફસાયેલા બાળકને કોઈ નુકસાન ન થાય, તે માટે ખોદકામનું કામ મેન્યુઅલી કરવામાં આવી રહ્યું છે. જ્યારે સ્થિતિ યોગ્ય હશે ત્યારે જેસીબીની મદદ લેવામાં આવશે. જેના કારણે સમય લાગી રહ્યો છે. ટનલ બનાવીને તેમાં સિમેન્ટના સ્લેબ નાખવામાં આવશે. NDRFની ટીમે અત્યાર સુધીમાં તે ખાડાની બાજુમાં 60 ફૂટ ખોદકામ કર્યું છે. આમાં 3 જે.સી.બીને કામે લગાડવામાં આવ્યા છે. મોડી રાતથી સવાર સુધી 10 ફૂટ ખાડો પહોળો કરવામાં આવ્યો છે.

ખાણકામના ઇજનેરો ટનલ ખોદતા પહેલા જમીનની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
ખાણકામના ઇજનેરો ટનલ ખોદતા પહેલા જમીનની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

રાહુલને બચાવવાના પ્રયાસ બોરવેલમાંથી રાહુલને સલામત રીતે બહાર કાઠવા માટે સેનાના મેજર ગૌતમ સુરીની સાછી 4 સભ્યોની ટીમ કાર્યરત છે. આ સિવાય 4 IAS, 2 IPS, 5 એડિશનલ SP, 4 SDOP, 8 TI અને 120 પોલીસમેન, EE (PWD), EE (PHE), CMHO, 1 મદદનીશ ખનિજ અધિકારી, NDRF ના 32, SDRFનાં 15 અને હોમગાર્ડ જવાનો હાજર છે. આ સાથે જ એક સ્ટોન બ્રેકર, 3 પોકલેન, 3 જેસીબી, 3 હાઈવા, 10 ટ્રેક્ટર 3 પાણીના ટેન્કર, 2 ડીઝલ ટેન્કર, 1 હાઇડ્રા, 1 ફાયર બ્રિગેડ, 1 ટ્રાન્સપોર્ટિંગ ટ્રેલર, 3 પિકઅપ્સ અને 2 જનરેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે એમ્બ્યુલન્સ પણ તહેનાત કરવામાં આવી છે.

CMએ પરિવારજનોની સાથે વાત કરી મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવા સૂચના આપી છે. તેમણે બાળકના માતા-પિતાની સાથે ફોન પર વાતચીત કરી હતી. સીએમએ તેમને રાહુલને સુરક્ષિત બહાર કાઢવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ તેમને કહ્યું છે કે સમગ્ર સરકાર, વહીવટીતંત્ર રાહુલની સલામત બહાર કાઢવા માટે વ્યસ્ત છે.

રાહુલને સવારે પીવા માટે જ્યુસ આપવામાં આવ્યું હતું. બોરવેલમાં કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાહુલને સવારે પીવા માટે જ્યુસ આપવામાં આવ્યું હતું. બોરવેલમાં કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતથી રોબોટ એન્જિનિયરને બોલાવાયા હતા
કલેક્ટર જિતેન્દ્ર શુક્લા અને એસપી વિજય અગ્રવાલે રાહુલના પરિવારના સભ્યોને મુખ્યમંત્રી સાથે વાત કરાવી છે. રાહુલના પિતા રામ કુમાર સાહુએ સમગ્ર ઘટના અંગે સીએમને જાણ કરી છે અને મદદ માંગી છે. જ્યારે કલેક્ટરે મુખ્યમંત્રીને જણાવ્યું હતુ કે તેમના નિર્દેશ પર ગુજરાતથી રોબોટ એન્જિનિયરને બોલાવવામાં આવ્યા છે. જણાવાયું છે કે આ જ રોબોટ દ્વારા ગુજરાતમાં એક બાળકનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.

કટક અને બિલાસપુરની NDRFની ટીમો પહોંચી
કટક અને બિલાસપુરની NDRFની ટીમો સ્થળ પર હાજર છે. કોરબા, રાયગઢથી પણ મોડી રાત્રે મશીનો પહોંચી ગયા હતા. આજુબાજુનો વિસ્તાર બેરિકેડીંગ કરવામાં આવ્યો છે. રાત્રીના સમયે પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્ય અધિકારીઓની ટીમ અને એમ્બ્યુલન્સને પણ તહેનાત કરવામાં આવી છે. ઓક્સિજન સિલિન્ડર પણ મૂકવામાં આવ્યો છે. સીસીટીવીથી કલેકટર સહિતના અધિકારીઓ નજર રાખી રહ્યા છે રાત્રે બાળકને ખાવા માટે કેળા, ફ્રુટી અને અન્ય ખાદ્યપદાર્થો આપવામાં આવ્યા હતા.

બોર પાસે 5 ફૂટ ખોદકામ બાદ અને ટનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.
બોર પાસે 5 ફૂટ ખોદકામ બાદ અને ટનલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

રાહુલ માતા-પિતાનો સૌથી મોટો પુત્ર છે
અકસ્માત બાદથી રાહુલની માતા અને તેના પરિવારની હાલત ખરાબ છે. દરેક વ્યક્તિ એવી આશા રાખે છે કે જલ્દીથી રાહુલને બહાર કાઢી લેવામાં આવે. આખા ગામના લોકો પણ એ જ જગ્યાએ રાત રોકાયા હતા જ્યાં બાળક પડ્યું હતું. રાહુલ માતા-પિતાનો સૌથી મોટો પુત્ર છે. તેનો નાનો ભાઈ 2 વર્ષ નાનો છે. પિતાની ગામમાં વાસણની દુકાન છે.

રાહુલના બોરમાં પડ્યા બાદ તેની માતા અને પરિવારની હાલત રડી-રડીને ખરાબ છે.
રાહુલના બોરમાં પડ્યા બાદ તેની માતા અને પરિવારની હાલત રડી-રડીને ખરાબ છે.
અન્ય સમાચારો પણ છે...