તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Chief Minister Holds Emergency Meeting Of Council Of Ministers Regarding Corona, Night Curfew May Be Imposed In Sensitive Areas

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાં આવી રીતે કોરોના અટકાવાશે:જયપુર સહિત 8 જિલ્લામાં આજે સાંજે 7 વાગ્યાથી બજાર બંધ, નાઈટ કર્ફ્યૂ રહેશે; લગ્નમાં જવા માટે છૂટ

જયપુર10 દિવસ પહેલા
  • સૌથી મોટો કોરોના વિસ્ફોટ; રાજસ્થાનમાં રેકોર્ડ 3007, જયપુરમાં 551 દર્દી

જયપુર સહિત રાજસ્થાનના કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લામાં હવે સાંજે 7 વાગ્યાથી બજાર બંધ રહેશે. જયપુર, જોધપુર, બીકાનેર, ઉદેયપુર,એજમેર, કોટા, અલવર અને ભીલવાડામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ પણ રહેશે.

માસ્ક ન પહેરવા માટે હવે 500 રૂપિયાનો દંડ ફટકારાશે. આ પહેલા 200 રૂપિયા હતો. અશોક ગેહલોતે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે.

  • બસ, ટ્રેન, પ્લેનમાં મુસાફરી સહિત ઈમરજન્સી સર્વિસ ચાલુ રહેશે.
  • શોપિંગ મોલ, બજાર વગેરે સાંજે સાતથી બંધ કરાવી દેવાશે.
  • શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય પણ ટાળી દેવાયો છે.
  • લગ્નમાં 100થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે.
  • નાઈટ કર્ફ્યૂ વાળા જિલ્લામાં 100થી વધુ કર્મચારીઓ વાળી ઓફિસનો 25% સ્ટાફ વર્ક ફ્રોમ હોમમાં કામ કરશે. બાકીનો સ્ટાફ રોટેશન પર આવશે.

આજે કોરોનાના 3 હજાર કેસ નોંધાયા
રાજસ્થાનમાં શનિવારે 3 હજાર કેસ નોંધાયા હતા. જયપુર અને જોધપુરમાં જ 995 કેસ છે. રાજ્યના ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જો કે, આનાથી લગ્ન, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ આવતા લોકોને અલગ રાખવામાં આવ્યા છે. શાળા-કોલેજમાં પરીક્ષા આપનાર પણ આનાથી પ્રભાવિત નહીં થાય.

દર્દીઓના આંકડા છુપાવવા ગુનોઃ ગેહલોત
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું રાજ્યમાં કોરોના દર્દીઓના આંકડા સરકાર જાહેર કરી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા કોણ છુપાવવા માંગશે? છુપાવવાથી બિમારીની ખબર નહીં પડે. રાજ્યમાં કોરોના અંગે પારદર્શી રીતે કામ કરવાના આદેશ છે. કોરોના દર્દીઓનો આંકડો છુપાવવો તો જોખમી છે. આ કોઈ ગુનાથી ઓછું નથી.

શનિવાર, રવિવારે લોકડાઉનનું સૂચન
મંત્રીપરિષદની મીટિંગમાં એક મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં શનિવારે અને રવિવારે લોકડાઉન લગાવવામાં આવે, જેનાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદ મળે. જો કે, આ અંગે વધુ ચર્ચા ન થઈ શકી અને સહમતિ પણ ન બની શકી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો