• Gujarati News
  • National
  • Chief Justice Ramana Said The Country Still Does Not Understand The Legal System Of Slavery, The Legal Hearings That Take Place In English.

કાયદાકીય માળખા અંગે CJIની ચિંતા:મુખ્ય ન્યાયમૂર્તિ રમનાએ કહ્યું-દેશમાં હજુ પણ ગુલામી સમયની કાયદાકીય વ્યવસ્થા, અંગ્રેજીમાં જે કાયદાકીય સુનાવણી થાય છે તે લોકો સમજી શકતા નથી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીર) - Divya Bhaskar
(ફાઈલ તસવીર)
  • મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું- સામાન્ય નાગરિકોએ કોર્ટ અને ન્યાયમૂર્તિઓથી ડર રાખવાની જરૂર નથી

દેશની ન્યાય વ્યવસ્થા અંગે મુખ્ય ન્યાયમૂર્તિ (CJI)એનવી રમનાએ ચિંતા વ્યક્ત કરી છે. કર્ણાટક સ્ટેટ બાર કાઉન્સિલના ન્યાયમૂર્તિ એમએમ શાંતનગૌદરને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા CJIએ કહ્યું કે દેશમાં હજુ પણ ગુલામીના સમયની ન્યાય વ્યવસ્થા યથાવત છે. કદાંચ દેશની પ્રજા માટે આ યોગ્ય નથી. CJIએ કાયદા વ્યવસ્થાનું ભારતીયકરણ થાય તેના પર વિશેષ ભાર આપ્યો હતો. CJIએ કહ્યું કે ભારતની સમસ્યાઓ અંગે કોર્ટની વર્તમાન કાર્યશૈલી ફિટ બેસતી નથી.

અંગ્રેજીમાં કાર્યવાહીને સમજી શકતા નથી ગ્રામીણો
બાર એન્ડ બેંચના મતે CJI રમનાએ કહ્યું કે ગ્રામીણ વિસ્તારોના લોકો અંગ્રેજીમાં જે કાયદાકીય પ્રક્રિયા થાય છે તેને સમજી શકતા નથી. માટે તેમણે વધારે પૈસાનો વ્યય કરવો પડે છે. તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકોએ કોર્ટ અને ન્યાયમૂર્તિઓથી ડર રાખવાની જરૂર નથી.

કોર્ટની કાર્યવાહી પારદર્શક હોવી જોઈએ
રમનાએ કહ્યું કે કોઈ પણ ન્યાય વ્યવસ્થામાં સૌથી મહત્વનું સ્થાન કેસ દાખલ કરનાર વ્યક્તિનું હોય છે. કોર્ટની કાર્યવાહી પારદર્શક અને જવાબદારીથી ભરેલી હોવી જોઈએ. ન્યાયમૂર્તિઓ અને વકીલોની ફરજ છે કે તેઓ એવો માહોલ તૈયાર કરે કે જે આરામદાયક હોય.

ન્યાયમૂર્તિ શાંતનગૌદરને યાદ કર્યાં
ન્યાયમૂર્તિ રમનાએ ન્યાયમૂર્તિ શાંતનગૌદરને યાદ કર્યાં. તેમણે કહ્યું કે ન્યાયમૂર્તિ શાંતનગૌદર સામાન્ય લોકોની જરૂરિયાતોને સમજતા હતા. તેમણે ન્યાયમૂર્તિ શાંતનગૌદરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. CJIએ કહ્યું કે ન્યાય મૂર્તિ શાંતનગૌદરે દેશની ન્યાયવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપ્યું છે. ​​​​​​​

દેશે લોકોની કાળજી લેનારા ન્યાયમૂર્તિને ગુમાવ્યા
​​​​​​​
મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે દેશે સામાન્ય નાગરિકોના હિતની પૂરી કાળજી રાખનાર ન્યાયમૂર્તિને ગુમાવ્યા છે. તેઓ પ્રેક્ટિસ કરતી વખતે ગરીબો અને વંચિતોના કેસને રજૂ કરવામાં રસ ધરાવતા હતા. તેમના ચુકાદા સામાન્ય અને પ્રેક્ટિકલ હતા. તેઓ સુનાવણી માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેમનું સેન્સ ઓફ હ્યુમર પણ ખૂબ જ સારું હતું.