તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે બુધવારે કેન્દ્ર સરકારના 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજ અંગે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને હેડલાઈન અને બ્લેન્ક પેજ(કોરો કાગળ) આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે નાણામંત્રી નિર્મલા સીતારામણ એ કોરો કાગળને કેવી રીતે ભરે છે. અમે દરેક એવા નાણા પર નજર રાખી રહ્યા છીએ, જે અર્થવ્યવસ્થામાં નાંખવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન મોદી લોકડાઉન દરમિયાન મંગળવારે 54 દિવસમાં પાંચમી વખત દેશની સામે આવ્યા હતા. તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. જેના માટે બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારામણ જાહેરાતની શરૂઆત કરશે. આત્મનિર્ભર બનાવવા માટે આપણે લોકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવો પડશે. લોકડાઉનનો ચોથો તબક્કો આવશે, પણ તે નવા રંગ-રૂપ અને નવા નિયમો વાળો હશે. 18 મે પહેલા તેની ગાઈડલાઈન્સ આપવામાં આવશે.
ચિદમ્બરમે કહ્યું - અમે જોઈશું કે કોણે શું મળે છે?
ચિદમ્બરમે બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે, કોરા કાગળના કારણે મારી પ્રતિક્રિયા પણ ખાલી હતી. અમે જોઈશું કે કોણે શું મળે છે?
Yesterday, PM gave us a headline and a blank page. Naturally, my reaction was a blank!
— P. Chidambaram (@PChidambaram_IN) May 13, 2020
Today, we look forward to the FM filling the blank page. We will carefully count every ADDITIONAL rupee that the government will actually infuse into the economy.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.