તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPAમાં લીડરશિપનો મુદ્દો:ચિદમ્બરમે કહ્યું- UPA અધ્યક્ષ કોઈ PM પદ નથી કે જેના માટે પવાર તેમની દાવેદારી કરવા ઈચ્છે

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શરદ પવારને UPA અધ્યક્ષ બનાવવા અંગે શિવસેનાની માંગને લઈ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે આ અંગે શિવસેના તથા પવારને એક જ પ્રકારનો જવાબ પાઠવ્યો છે. ચિદમ્બરમે કહ્યું કે UPA ચેરપર્સન કોઈ પ્રધાનમંત્રી પદ નથી. મને નથી લાગતુ કે શરદ પવાર ક્યારેય UPA ગઠબંધનનું નૈતૃત્વ સંભાળવા ઈચ્છશે. આમ પણ કોંગ્રેસ UPAનો સૌથી મોટો પક્ષ છે અને તેને લીધે તેના નેતા જ આ ગઠબંધનના અધ્યક્ષ છે.

પવાર પોતે ચેરપર્સન બનવા ઈચ્છશે નહીં
ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલી એક મુલાકાતમાં ચિદમ્બરમે કહ્યું કે મને નથી લાગતુ કે પવાર પોતાને UPAના અધ્યક્ષ બનવા ઈચ્છશે, કારણ કે આ અંગે કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જ્યારે પણ ગઠબંધનના પક્ષોની બેઠક યોજાય છે તો સ્વભાવિક રીતે જ એવી વ્યક્તિ અધ્યક્ષતા કરે છે, જે સૌથી મોટા પક્ષના નેતા હોય છે. આમ પણ અમે પ્રધાનમંત્રી પસંદ કરી રહ્યા નથી. મારા મતે UPA ચેરમેન અથવા ચેરપર્સન જેવી કોઈ વસ્તુ નથી.

કોંગ્રેસ નેતા જ UPA અધ્યક્ષ
ભૂતપુર્વ નાણાં મંત્રી ચિદમ્બરમે કહ્યું કે UPA ની બેઠક જરૂરી છે. જો અમારો પક્ષ ગઠબંધન પક્ષોની બેઠક બોલાવે છે તો સ્વભાવિક છે કે અમારા જ નેતા અધ્યક્ષતા કરશે. ગઠબંધનમાં સામેલ પક્ષો એકબીજાનો સહયોગ કરે તે જરૂરી છે. દેશમાં તેને મજબૂત બનાવવામાં આવે. અન્ય પક્ષો પણ બેઠક બોલાવી શકે છે. કોંગ્રેસ તેમા ભાગ લેશે. જોકે, જો કોંગ્રેસ બેઠક બોલાવે છે તો પછી તેના નેતા જ અધ્યક્ષતા કરશે. UPAમાં 9 અથવા 10 પક્ષ છે. કોંગ્રેસ તેમા સૌથી મોટો પક્ષ છે.લોકસભા અને રાજ્યસભામાં અમારા 95થી 100 સાંસદ છે.

આ નિવેદનને લીધે શિવસેનાનું વલણ
બે દિવસ અગાઉ શિવસેનાના મુખપત્ર સામનામાં કહેવામાં આવ્યુ કે UPAની કમાન શરદ પવારને સોંપવું જોઈએ. વર્તમાનમાં સોનિયા ગાંધી UPAના ચેરપર્સન છે. સોનિયાએ અત્યાર સુધી UPAના અધ્યક્ષ તરીકે સારી રીતે ભૂમિકા ભજવી છે, પણ હવે પરિવર્તન કરવું જરૂરી છે. દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનો સાથે આપવા માટે આગળ આવવું જોઈએ.

સામનામાં લખવામાં આવ્યુ છે કે અત્યારે જે પ્રકારે રણનીતિ વિપક્ષે અપનાવી છે તે મોદી અને શાહ સામે કોઈ જ અસર કરી શકી નથી. સોનિયા ગાંધીનો સાથ આપનાર મોતીલાલ વોરા અને અહેમદ પટેલ જેવા નેતા હવે રહ્યા નથી. માટે પવારને આગળ લાવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો