તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માફિયા ડૉન નામ પર પોસ્ટ ટિકિટ:કાનપુર પોસ્ટ વિભાગની બેદરકારી,છોટા રાજન અને માફિયા મુન્ના બજરંગીના નામે ટિકિટ બહાર પાડી

કાનપુર9 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટા રાજન એક સમયે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ રહી ચુકેલા દાઉદ ઈબ્રાહિમની ગેંગમાં સામેલ હતો. રાજન હાલ દિલ્હીની તિહાર જેલમાં છે. - Divya Bhaskar
છોટા રાજન એક સમયે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ રહી ચુકેલા દાઉદ ઈબ્રાહિમની ગેંગમાં સામેલ હતો. રાજન હાલ દિલ્હીની તિહાર જેલમાં છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં પોસ્ટ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. અહીં ઈન્ટરનેશનલ ક્રિમિનલ છોટા રાજન અને બાગપત જેલમાં માર્યા ગયેલા શાર્પ શૂટર મુન્ના બજરંગીના ફોટો વાળી ટિકિટ બહાર પાડવામાં આવી છે. આ ટિકિટ દ્વારા દેશમાં ક્યાંય પણ ચિઠ્ઠી મોકલી શકાય છે. અહીં ટિકિટ માઈ સ્ટાંપ યોજના હેઠળ છાપવામાં આવ્યા છે. મામલાએ જોર પકડ્યું તો હવે પોસ્ટ વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

ન ફોટાની તપાસ થઈ, ન સર્ટિફિકેટ માંગવામાં આવ્યું
માઈ સ્ટાંપ યોજના હેઠળ છાપવામાં આવેલા આ પોસ્ટ ટિકિટ માટે 600 રૂપિયા ફી જમા કરવામાં આવી હતી.જેની અવેજમાં વિભાગે 12 ટિકિટ છોટા રાજનને અને 12 ટિકિટ મુન્ના બજરંગી દ્વારા બહાર પાડવામાં આવ્યા. દરેક ટિકિટનું મૂલ્ય પાંચ રૂપિયા છે. બેદરકારીની હદ એ છે કે ટિકિટ બહાર પાડ્યા પહેલા ન ફોટાની તપાસ કરવામાં આવી અને ન તો કોઈ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું.

મુન્ના બજરંગીના નામે બહાર પાડવામાં આવેલી પોસ્ટ ટિકિટ. આ ટિકિટનું મૂલ્ય પાંચ રૂપિયા છે.
મુન્ના બજરંગીના નામે બહાર પાડવામાં આવેલી પોસ્ટ ટિકિટ. આ ટિકિટનું મૂલ્ય પાંચ રૂપિયા છે.

પોસ્ટ માસ્ટર જનરલે કહ્યું- હું પોતે તપાસ કરી રહ્યો છું
પોસ્ટ માસ્ટર જનરલ વીકે વર્માએ કહ્યું કે, મને કેસની માહિતી મીડિયા દ્વારા મળી. આ મામલો ગંભીર છે. જેની હું પોતે તપાસ કરી રહ્યો છું. તપાસ કરી રહ્યો છું કે ભૂલ કોનાથી થઈ છે? એ નક્કી કરવામાં આવે કે હવે આવી ભૂલ ન થાય.

મુન્ના બજરંગીની હત્યા થઈ ચૂકી, રાજન જેલમાં
માફિયા મુન્ના બજરંગીની 9 જૂલાઈ 2018ના રોડ બાગપત જેલમાં હત્યા કરી દેવાઈ હતી. તો આ તરફ છોટા રાજનને 2015માં બાલીથી ધરપકડ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. હવે તે તિહાર જેલમાં છે.

માઈ સ્ટાંપ યોજના શું છે
માઈ સ્ટાંપ યોજના 2011માં શરૂ કરવામાં આવી હતી. જેના હેઠળ માત્ર 300 રૂપિયા ફી આપીને કોઈ પણ વ્યક્તિ પોતાન તસવીર વાળા 12 પોસ્ટ ટિકિટ બહાર પાડી શકે છે. આ બીજી પોસ્ટ ટિકિટની જેમ માન્ય હોય છે. જેને તમે દેશના કોઈ પણ ખૂણે પોસ્ટ મોકલી શકો છો.

ટિકિટ બનાવડાવવા માટે પાસપોર્ટ સાઈઝની તસવીર અને પુરી વિગત આપવી પડે છે. એક ફોર્મ ભરાવવામાં આવે છે, જેમાં પુરી માહિતી આપવાની હોય છે. જેના નામ પર પોસ્ટ ટિકિટ બહાર પાડવામાં આવી રહી છે, તેનું હયાત હોવું જરૂરી છે. એ વ્યક્તિએ સત્યાપન માટે પોસ્ટ વિભાગમાં પણ જવું પડે છે.