છત્તીસગઢના કોંડાગાવમાં અનોખા લગ્ન જોવા મળ્યા હતા. એક યુવકે તેની બે પ્રેમિકાની સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા હતા. જોકે રસપ્રદ વાત એ છે કે આ વર બે બાળકનો પિતા છે. આ પ્રેમિકાઓથી તેને એક-એક પુત્ર પણ છે. લગ્ન માટે બંને વધૂ તેમનાં સંતાનો સાથે લગ્નના મંડપમાં પહોંચી હતી.
સગાઈ પછી સાથે રહેવા લાગી હતી દુર્ગેશ્વરી
આ લગ્ન કેશકાલના ઉમલામાં થયા હતા. આડેંગાની રહેવાસી દુર્ગેશ્વરી મરકામના પરિવારના સભ્યોએ પહેલા ગામના જ રજનસિંહ સલામ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંનેની સગાઈ પણ થઈ હતી અને દુર્ગેશ્વરી રહેવા માટે રજનસિંહના ઘરે આવી ગઈ હતી. થોડા સમય પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. આ દરમિયાન રજનસિંહને આંવરી સન્નો બાઈ ગોટા સાથે પ્રેમ થયો હતો.
બંને યુવતીએ સમાજની રજા સાથે લગ્ન કર્યા
રજનસિંહ અને સન્નોનો પ્રેમ એટલો આગળ વધી ગયો કે તે ગર્ભવતી થઈ ગઈ હતી. તેણે પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ વાતની જ્યારે લોકોને જાણ થઈ ત્યારે સમાજમાં વાતો થવા લાગી. આ અંગે રજનસિંહે પરિવાર સાથે વાત કરી હતી. સમાજની બેઠક થઈ અને બંને યુવતીએ રજનસિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એકબીજા સાથે કોઈ જ વાંધો નહોતો. પછીથી સમાજની રજા લઈને રજનસિંહે બંને યુવતીઓ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
લગ્નની કંકોત્રીમાં બંને યુવતીનાં નામ લખવામાં આવ્યાં હતાં
આદિવાસી સમાજના ઉપાધ્યક્ષ સોનુરામ મંડવીએ કહ્યું હતું કે સમાજ અને પરિવારની રજા પછી લગ્નની કંકોત્રી છપાઈ હતી. એમાં બંને યુવતીઓનાં નામ લખવામાં આવ્યાં હતાં. આ લગ્નમાં ઉમલા સહિત આસપાસના 500થી 600 લોકો આશીર્વાવાદ આપવા પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.