તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Four Friends Made Mehfil, Drank For Intoxication If Alcohol Was Not Found; Both Conditions Are Serious

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનેટાઈઝર પીવાથી બે લોકોના મૃત્યુ:ચાર દોસ્તોએ કરી હતી મહેફીલ, દારૂ ન મળ્યો તો નશા માટે પી લીધું સેનેટાઈઝર; બેની સ્થિતિ ગંભીર

રાયપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજૂ છુરા, વિજય ચૌહાણ નામના યુવકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા, સેનિટાઈઝર પીનારા ચંદન તિવારી અને અનિલ છેડિયાની સ્થિતિ ગંભીર

રાયપુર શહેરમાં દારૂની જગ્યા સેનિટાઈઝર પીવાથી બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. શહેરના લાલ ગંગા શોપિંગ મોલની પાછળ રાજીવ આવાસ બસ્તીમાં રવિવારે રાતે 4 લોકો દારૂની જગ્યાએ નશા માટે સેનેટાઈટર પી ગયા હતા. તબિયત બગડવાના કારણે ઘરના સભ્યો તેમને આંબેડકર હોસ્પિટલ લઈ ગયા હતા. સોમવારે સવારે બે લોકોના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. રાજૂ છુરા, વિજય ચૌહાણ નામના યુવકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. તેની સાથે જ સેનિટાઈઝર પીનારા ચંદન તિવારી અને અનિલ છેડિયાની સ્થિતિ પણ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાતના સમયે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
રાતના સમયે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

દારૂ ન મળી શક્યો એટલે પીધુ સેનેટાઈઝર
ગોલ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં થયેલી તપાસમાં એ વાત બહાર આવી છે કે સેનેટાઈઝરથી નશો થતો હોવાની વાત યુવકોએ ક્યાંકથી સાંભળી. પછીથી દારૂ ન મળતો હોવાથી યુવકોએ સેનેટાઈઝર પીવાનું નક્કી કર્યું. સેનેટાઈઝરનો ઉપયોગ માત્ર હાથ સાફ કરવા માટે જ થાય છે. એ વાત અંગે પણ સત્ય માહિતી પ્રાપ્ત કરવાની કોશિશ થઈ રહી છે કે કોઈએ દારૂની બોટલમાં જ તેમને સેનેટાઈઝર આપી દીધું નથીને? હાલ પોલીસ આસપાસ પુછપરછ કરી રહી છે.

આંબેડકર હોસ્પિટલમાં મર્ચુરીની પાસે કાગળની કાર્યવાહી કરી રહેલી પોલીસ.
આંબેડકર હોસ્પિટલમાં મર્ચુરીની પાસે કાગળની કાર્યવાહી કરી રહેલી પોલીસ.

ગત વર્ષ પણ થયું હતું યુવકનું મૃત્યુ
બાંસ ટાલ વિસ્તારમાં જ ગત વર્ષે બે યુવકોના મૃત્યુ થયા હતા. ત્યારે અસગર હુસૈન(42) અને દિનેશ સેંદ્રે(45) નામના વ્યક્તિ સારવાર દરમિયાન જીવ ગુમાવી બેઠા હતા. ત્યારે પણ આસપાસના લોકોની પુછપરછમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે મૃતકો દારૂ પીવાની આદત ધરાવતા હતા. છેલ્લા થોડા સમયથી લોકડાઉનના કારણે દારૂની દુકાન બંધ છે. એવામાં તેમણે હેન્ડ સેનેટાઈઝરને દારૂ સમજીને પી લીધું. ગત વર્ષે એક દારૂની બ્રાન્ડ વાળી ગોવા કંપની સેનેટાઈઝર પર તેવો જ લોગો લગાવીને વેચી રહી હતી, જેને પછીથી બદલી નાંખવામાં આવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો