તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Chhattisgarh Bilaspur Female School Chemistry Teacher Sexually Abuses Case Update; Student Writes Suicide Note

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છત્તીસગઢમાં સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ:16 વર્ષના વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં ટીચર માટે લખ્યું- ખબર હતી હું બેસ્ટ છું તેમ છતાં તમે મને બરબાદ કરી દીધો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને સુસાઈડ નોટ ડિકોડ કરવામાં 5 દિવસનો સમય લાગ્યો

છત્તીસગઢમાં સેક્સુઅલ હેરેસમેન્ટ કેસમાં આત્મહત્યા કરનાર સગીર સ્ટૂડન્ટ જીનિયસ હતો. આ વાત એ રીતે ખબર પડી કારણકે તેણે સુસાઈડ નોટ કોડ લેંગવેજમાં એક ખાસ એપની મદદથી લખી છે. સુસાઈડ પહેલા બનાવવામાં આવેલા વીડિયો મેસેજને શેડ્યુલ કરીને પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેથી તે તેના મોત પછી રિસીવ થાય. તેણે સુસાઈડ નોટમાં પોતાના કેમિસ્ટ્રી ટીચર માટે લખ્યું હતું કે, ખબર હતી કે હું બેસ્ટ છું તેમ છતાં મને બરબાદ કરી દેવામાં આવ્યો. ભાસ્કરમાં વાંચો સ્ટૂડન્ટની સુસાઈડ નોટની સેમ ટુ સેમ કોપી, જેને પોલીસને ડિકો઼ કરતાં 5 દિવસ સમય લાગ્યો...

વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખવા સાઈફર એપનો ઉપયોગ કર્યો હતો
વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખવા સાઈફર એપનો ઉપયોગ કર્યો હતો

સર (સ્ટાફ જેનું મહિલા ટીચર સાથે અફેર હતુ)ને જણાવી દે જો કે હું તેમને પ્રેમ કરતો હતો. તેઓ સારા શિક્ષતોમાંથી એક હતા. જેને મેં મારી આંખે જોયા હતા. તેમને જણાવજો કે હું તેમની સાથે મહત્તમ સમય પસાર કરવા માંગતો હતો. કોઈ તેમને પસંદ નહતું કરતુ, પરંતુ હું તેમને પસંદ કરતો હતો. તેઓ અત્યાર સુધી મને મળેલા સૌથી સારા માણસોમાંથી એક હતા.

મને તેમનો ક્યારેય ડર નથી લાગ્યો, શિક્ષક તરીકે પણ નહીં અને પુરુષ તરીકે પણ નહીં. તેઓ જાણતા હતા કે તેઓ તેમનું જીવન બનાવી રહ્યા છે, પરંતુ બીજી બાજુ તેઓ બીજા કોઈનું જીવન બરબાદ કરી રહ્યા હતા. હું જીવતો રહેવા માંગુ છું, મારા માટે, મારા ઘરના લોકો માટે. જે લોકો મને પ્રેમ કરે છે, તેમના લોકો માટે ઘણું કરવા માંગુ છું. હું લોકોના જીવન બચાવવા માંગુ છું, પરંતુ મને કોઈ નહીં બચાવી શકે.

તેને (મહિલા ટીચર) જણાવજો કે તે મને ઘણી નાની નાની વાતે બ્લોક કરી દેતી હતી અને જરૂર પડે ત્યારે અનબ્લોક. ત્યારે મેં એને પુછ્યું પણ હતું કે, તે મને વાસ્તવિક જીવનમાં કેવી રીતે બ્લોક કરી શકે છે? પરંતુ તેણે એવું કરી દીધુ અને હવે અનબ્લોક કરવાનો કોઈ ઓપ્શન નથી. જ્યારે મેં તેને મજાકમાં પુછી લીધું હતું કે, બીજુ કોઈ મળી ગયું છે કે, ત્યારે તેણે મને કહ્યું હતું કે, શું મારું એક સાથે 10 લોકોની સાથે ચક્કર ચાલે છે? પછી કહ્યું હતું, બસ કદી શંકા ના કરતો.

પહેલાં તેણે મને પ્રેમમાં ફસાવ્યો, પછી હું જ્યારે તેને ગાઢ પ્રેમ કરવા લાગ્યો ત્યારે તેણે મને છોડવાની વાત કરી. હું મનાવતો તો એ માની જતી. જ્યારે પણ કોઈ મોટું કામ કરી દેતો ત્યારે તેનું વર્તન બદલાઈ જતું. તેને ઉપયોગ કરવો હતો. એક બાજુ સરની સાથે એક બાજુ મારો. સારી રીતે નીચોવીને ઉપયોગ કરી લો, માનસિક, શારીરિક શોષણ કરો. તેને ખબર હતી કે હું બેસ્ટ છું, તેમ છતાં મને બરબાદ કરી દીધો. હું તેને કદી માફ નહીં કરું. તે બધા સાથે માફી માંગે, તે કર્મથી ક્યારેય નહીં બચી શકે.

તેના કારણે આ પહેલાં પણ મેં એક વાર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને કોઈ ફેર નહતો પડ્યો. હું મરવા નહતો માંગતો. તેને લગભગ બધુ આપી દીધું. જે ના આપ્યું તે તેણે ચોરી લીધું. મેં મારી જાતને ગુમાવી દીધો છે. હું તે જોવા માટે રોકાઈ શકુ તેમ નથી કે તે અન્યના જીવન બરબાદ કરી દે. હવે તમારે બધાએ મારો બદલો લેવાનો છે. મારું મોત વ્યર્થ નથી. હું તમને એક સુસાઈડ નોટ PDF પણ મોકલીશ, જે એક ચોક્કસ પાસવર્ડ સાથે બંધ હશે. તેનું જીવન નરક બની જાય.

સાઈબર એક્સપર્ટે કહ્યું- સુસાઈડ નોટ લખવા એપનો ઉપયોગ કર્યો
સાઈબર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સ્ટૂડન્ટે સુસાઈડ નોટ લખી હતી તે માટે તેણે સાઈફર એપનો ઉપયોગ કર્યો હતો. તેના દ્વારા અંગ્રેજી શબ્દોની સીકવન્સ બદલીને નવા શબ્દો બનાવવામાં આવે છે.પોલીસના સાઈબર એક્સપર્ટ પ્રશાંત તિવારીએ જણાવ્યું કે, આ જ એપનો ઉપયોગ કરીને સુસાઈડ નોટ ડિકોડ કરવામાં આવી છે.

મહિલા ટીચરનો મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, મહિલા ટીચર અને વિદ્યાર્થી ઘટનાના થોડા દિવસ પહેલાં એક મોલમાં મળ્યાં હતા. સ્ટૂડન્ટને પહેલાં જ શંકા હતી. આ સંજોગોમાં તેણે 15 મિનિટ માટે ટીચરનો મોબાઈલ માંગ્યો અને પછી પાછો આપી દીધો. આટલી જ વારમાં વિદ્યાર્થીએ મોબાઈલ કેમેરા, તેના બધા ફંક્શન, સોશિયલ મીડિયા એકાઉન્ટ બધુ હેક કરી લીધું. ટીચર જ્યારે તેના પ્રેમી સાથે વાત કરતી ત્યારે સ્ટૂડન્ટને ખબર પડી જતી હતી. આત્મહત્યા કરતાં પહેલાં સ્ટૂડન્ટે બધુ તેના ફેસબુક પર જાહેર કરી દીધું હતું.

પોતાના ઘરમાં જ સ્ટૂડન્ટે ફાંસી લગાવી લીધી
તોરાવા વિસ્તારમાં 18 માર્ચે વિદ્યાર્થીએ ફાંસી લગાવી વીધી હતી. પિતાથી અલગ થયા પછી સ્ટૂડન્ટ તેના પિતા સાથે રહેતો હતો. ઘટના સમયે તેની માતા મંદિર ગઈ હતી. તપાસમાં ખબર પડી કે સ્કૂલની કેમેસ્ટ્રી ટીચર જ તેનું યૌન શોષણ કરતી હતી. તેને અશ્લીલ ચેટ પણ મોકલતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ પણ રાખતી હતી. આ દરમિયાન સ્ટૂડન્ટ તેને એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો. પરંતુ જ્યારે સ્ટૂડન્ટને દરેક હકીકત ખબર પડી ત્યારે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો