તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Chhattisgarh Bijapur Naxal Encounter Update; No Clue Of Missing Cobra Battalion Soldier Yet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલીઓનો મીડિયાને મેસેજ:વોટ્સએપ કોલ પર નક્સલીઓએ કહ્યું- બીજાપુર એન્કાઉન્ટર પછી ગુમ જવાન અમારા કબજામાં, પણ નુકસાન નહીં કરીએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી એન્કાઉન્ટરમાં શહીદ જવાનોના મૃતદેહ - Divya Bhaskar
છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી એન્કાઉન્ટરમાં શહીદ જવાનોના મૃતદેહ

બીજાપુરમાં તર્રેમમાં 3 એપ્રિલે નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં ગુમ જવાનોની માહિતી મળી ગઈ છે. નક્સલીઓએ જ મીડિયાને વોટ્સએપ કોલ કરીને જવાનો વિશેની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, ગુમ થયેલા જવાનો તેમની પાસે જ છે અને તેઓ એમને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તેઓ સુરક્ષીત છે. કોબરા બટાલિયનના આ જવાનનું નામ રાકેશ્વર સિંહ મનહાસ છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં રહે છે. બીજાપુર એસપી કમલ લોચને આ જવાનનું લોકેશન ના મળતું હોવાની વાત કરી છે.

નક્સલી અથડામણ દરમિયાન 23 જવાન શહીદ થયા છે. તેમાંથી 20ના મૃતદેહો મળી શક્યા નહતા. એરફોર્સની મદદથી 20 જવાનોના મૃતદેહો રિકવર કરવામાં આવ્યા છે. એક જવાન ગુમ હતા.

ઓપરેશનથી પરત ફરતી વખતે થયો હુમલો, 4 કલાક ચાલ્યું ફાયરિંગ
ઘાયલ ASI આનંદ કુસામે જણાવ્યું કે, અમારી સાથે 450 જવાનોની પાર્ટી હતી. જેને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમ ઓપરેશન ખતમ કરીને પરત ફરતા હતા, ત્યારે કોઈ હલચલ નહતી. તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે અંદાજે 700 નક્સલીઓએ તેમને ઘેરીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સવારે 11 વાગે અથડામણ શરૂ થઈ જે બપોરે 3 વાગ્યા સુધી ચાલી હતી.

ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ભાસ્કર, ગામમાં દરેક બાજુ હતી જવાનોની લાશ
નક્સલી અથડામણમાં આગામી દિવસે 4 એપ્રિલે ભાસ્કર ટીમ સુકમાના દોરનાપાલથી 60 કિમીનો મુશ્કેલ રસ્તો પસાર કરીને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. અહીં ગામમાં 60-70 નક્સલીઓ હતા. તેમણે પૂછપરછ શરૂ કરી દીધી અને જ્યારે તેમને ખબર પડી કે મીડિયાકર્મી છે ત્યારે તેઓ થોડા નરમ પડ્યા હતા. નક્સલીઓએ ગામના લોકો તરફ ઈશારો કરતાં કહ્યું કે, આમની સાથે આગળ જાઓ. જ્યારે ટીમ આગળ વધી તો દરેક જગ્યાએ જવાનોની લાશો વિખેરાયેલી પડી હતી. એક પણ જવાન જીવતો નહતો. નક્સલીઓએ જવાનોના જૂતા-હથિયારો અને અન્ય સામાન લઈ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો