તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Chhattisgarh Bijapur Encounter Update; Naxalites Released Photo Of Missing CRPF Jawan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલીઓના કબજામાં CRPF જવાન:બીજાપુર હુમલામાં બનાવાયો છે બંધક, કોબરા બટાલિયનના રાકેશ્વર સિંહનો ફોટો જાહેર કરીને કહ્યું- તે અમારી પાસે સુરક્ષિત

એક મહિનો પહેલા

3 એપ્રિલે બીજાપુર અથડામણમાં ગુમ થયેલા જવાન રાકેશ્વર સિંહ નક્સલીઓના કબજામાં છે. નક્સલીઓએ તેમનો એક ફોટો શેર કર્યો છે. એમાં CRPFની કોબરા બટાલિયનનો જવાન રાકેશ્વર નક્સલીઓના કેમ્પમાં બેઠેલો જોવા મળે છે.

નક્સલીઓએ કહ્યું હતું કે રાકેશ્વર સુરક્ષિત છે. રાકેશ્વર જગરગુંડા વિસ્તારમાં હોવાની માહિતી મળી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ જવાનને રાખવામાં આવ્યો છે એ જગ્યા ગામ, જંગલ અને પહાડોની આસપાસ છે.

જવાનને છોડવા માટે નક્સલીઓએ માગ્યા મધ્યસ્થીઓનાં નામ
નક્સલીઓ સતત દાવો કરી રહ્યા છે કે રાકેશ્વર તેમના કબજામાં છે. આ પહેલાં નક્સલીઓએ વ્હોટ્સએપ-કોલ કરીને મીડિયાને જાણ કરી હતી કે જવાન તેમની પાસે છે. એક દિવસ પહેલાં પણ નક્સલીઓએ પ્રેસ નોટ જાહેર કરી રહ્યું હતું કે સરકાર વાતચીત માટે મધ્યસ્થીઓનાં નામ જણાવે, ત્યાર પછી તેઓ જવાનને સોંપી દેશે.

આજે મધ્યસ્થીઓનાં નામ પર થઈ શકે છે ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બુધવારે કોરોના સંક્રમણના રિવ્યૂ માટે કેબિનેટ મીટિંગ બોલાવી હતી. આ દરમિયાન નક્સલીઓ સાથે વાતચીત માટે મધ્યસ્થોનાં નામ પર ચર્ચાના સંકેત આપ્યા છે. ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુએ મંગળવારે કહ્યું હતું કે નક્સલીઓનો પત્ર જોયો તો નથી પણ સાંભળ્યું છે. આ વિશે મુખ્યમંત્રી સાથે વાત કરીને નિર્ણય લેવામાં આવશે.

તપાસ માટે ઓપરેશનનું પ્લાનિંગ કરી રહી છે CRPF
CRPFના DG કુલદીપ સિંહે કહ્યું હતું કે અમારો એક જવાન ગુમ છે. એવી અફવા છે કે તે નક્સલીઓના કબજામાં છે. અમે આ વિશે તપાસ કરી રહ્યા છીએ અને જવાન માટે ઓપરેશન પ્લાનિંગ પણ કરી રહ્યા છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો