તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Chennai Railway Police Danced 'Enjoy Enjami' To Spread Awareness About Corona; Mask And Insist On Maintaining Social Distance

લેડી સિંઘમ ઓન ડ્યૂટી:કાળમુખા કોરોનાને નાથવા પોલીસનું જાગૃતિ અભિયાન; 'એન્જોય એન્જામી' પર ડાન્સ કરીને કોવિડ અંગે જાગૃતિ ફેલાવી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈ રેલવે પોલીસે અત્યારે સૌથી વધુ વાઈરલ થઈ રહેલા સોન્ગ 'એન્જોય એન્જામી' (Enjoy Enjaami) પર ડાન્સ કર્યો હતો. આ સોન્ગ પર કેરળ પોલીસ પણ ડાન્સ કરી ચૂકી છે. અહીંયા એન્જામી શબ્દનો અર્થ 'મારા પ્રિય' એમ માનવામાં આવે છે. કેરળ પોલીસ પછી હવે ચેન્નઈ પોલીસે પણ દેશનાં નાગરિકો અને રેલવે સ્ટેશન પર આવ-જાવ કરતા યાત્રિઓમાં કોરોનાની સાવચેતી અર્થે જાગૃતિ ફેલાવવા માટે ડાન્સ કર્યો હતો. આ ડાન્સનાં માધ્યમથી ચેન્નઈ રેલવે પોલીસે લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરતા શીખવ્યું હતું.

પોલીસે માસ્ક અને હાથમાં મોજા પહેરીને ડાન્સ કર્યો
કોરોના મહામારીનાં કપરાકાળમાં પણ બધાએ કેવી રીતે હિંમત રાખીને એકબીજાની પડખે ઊભા રહેવાનું છે, એ આ ડાન્સનાં માધ્યમથી બતાવવામાં આવ્યું હતું. આ ડાન્સ ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની પોલીસે કર્યો હતો. આ ડાન્સ દરમિયાન ચેન્નઈની મહિલા પોલીસે હાથમાં મોજા અને માસ્ક પહેરીને લોકોને કોરોના સામે સાવચેતી દાખવવાનો સંદેશ આપ્યો હતો.

ચેન્નઈ રેલવે પોલીસે જે વાઈરલ ગીત એન્જોય એન્જામી પર ડાન્સ કર્યો એનો અર્થ 'મારા પ્રિય' એમ થાય છે. એટલે કે આ ગીતમાં એવા વ્યક્તિને સંબોધિત કરાયા છે, કે જેના પ્રત્યે આપણાં દિલમાં માન સન્માન અને પ્રેમ હોય.

યાત્રિઓએ પોલીસનાં ડાન્સની મજા માણી
ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર જ્યારે રેલવે પોલીસે કોરોનાનાં નિયમો અંગે જાગૃતિ ફેલાવવા માટે આ ડાન્સ શરૂ કર્યો હતો, ત્યારે આસપાસનાં તમામ યાત્રીઓ પણ ખુશ થઈ ગયા હતા. આપણે જોતા જ હોઈએ છીએ કે રેલવે પોલીસ સતત એક્ટિવ હોય છે. જેવી રીતે પોલીસ આ સોન્ગ પર તાલથી તાલ મેળવી રહી હતી, એમ જોતાં લાગતું હતું કે પોલીસે આની પૂર્વ તૈયારીઓ કરી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...