વિદ્યાર્થિનીની હ્રદયદ્રાવક સુસાઈડ નોટ:'બસ, હવે માનો ગર્ભ અને કબર જ સુરક્ષિત, દરેક મા-બાપે તેના દીકરાઓને શીખવવું જોઈએ કે છોકરીઓનું સન્માન કરે'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નાઈની 11મા ધોરણની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં સંબંધીઓ અને ટીચર્સનો ઉલ્લેખ

'Stop Sexual harassment'....ના તો શિક્ષકો પર વિશ્વાસ કરવો જોઈએ અને ના સંબંધીઓ પર... છોકરીઓ માટે બસ હવે માતાનો ગર્ભ અને કબર જ સુરક્ષિત જગ્યા છે. આ ખૂબ ભાવુક કરી દેતા શબ્દો ચેન્નાઈની 11મા ધોરણની વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટમાં લખ્યા છે. ચેન્નાઈની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધા બાદ સુસાઈડ નોટમાં સમાજની આંખ ઉધાડનારા શબ્દો લખ્યા છે. આ કેસમાં પોક્સો એક્ટ અંતર્ગત 21 વર્ષના કોલેજના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.

સુસાઈડ નોટમાં સંબંધીઓ અને ટીચર્સનો ઉલ્લેખ
વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, સ્કૂલો સુરક્ષીત નથી. ટીચર્સ ઉપર પણ વિશ્વાસ કરી શકાય એમ નથી. માનસિક રીતે થાકી ગઈ હોવાથી ના તો હું ભણી શકુ છું, ના ઉંઘી શકું છું. દરેક માતા-પિતાએ તેમના છોકરાઓને શીખવવું જોઈએ કે છોકરીઓનું સન્માન કરે. સુસાઈડ નોટના અંતમાં વિદ્યાર્થીનીએ તેના સંબંધીઓ અને ટીચરનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, શારીરિક શોષણ બંધ કરો, જસ્ટિસ ફોર મી.

આરોપી વિદ્યાર્થીએ ગુનો કબૂલ્યો
ઘટનામાં ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીએ તેનો ગુનો સ્વીકારી લીધો છે. પોલીસે આપેલા નિવેદનમાં આરોપીએ જણાવ્યું કે, તેણે વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. તે છેલ્લાં બે સપ્તાહથી તેને પરેશાન કરતો હતો. અશ્લીલ અને ગંદા મેસેજ મોકલતો હતો. આરોપીએ એવું પણ જણાવ્યું કે, 8 મહિના પહેલાં જ બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી.

ત્રણ વર્ષથી ઓળખતો હતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, વિદ્યાર્થીની અને આરોપી છોકરો બંને એક જ સ્કૂલમાં ભણતા હતા. અહીં ત્રણ વર્ષ પહેલાં તેમની મિત્રતા થઈ હતી. ત્યારપછી છોકરી ગર્લ્સ સ્કૂલમાં જતી રહી હતી. પરંતુ ત્યારપછી બંને ઈન્સ્ટાગ્રામ પર મિત્રો બન્યા હતા. સુસાઈડ નોટના આધારે પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, ક્યાંક અન્ય કોઈએ તો વિદ્યાર્થીની સાથે શારીરિક શોષણ નથી કર્યું ને.

અન્ય સમાચારો પણ છે...