સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભયથી દુનિયાભરના દેશોમાં પ્રતિબંધી લગાવવાના શરૂ થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાના સાઉથ આફ્રિકન વેરિઅન્ટની દહેશત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓની સાથે કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે એક બેઠક યોજી હતી. મોદીએ કહ્યું કે નવા વેરિયન્ટ બાબતે આપણે અત્યારથી જ એલર્ટ રહેવું પડશે. તેમણે અધિકારીઓને ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરવા જણાવ્યુ હતું.
સાઉથ આફ્રિકાના વેરિયન્ટ બાબતે PM મોદીના 6 સૂચન
1. નવા વેરિયન્ટ સામે આપણે અત્યારથી જ તૈયારીની જરૂર છે.
2. જે વિસ્તારોમાં વધુ કેસ આવી રહ્યા છે, ત્યાં નજર અને કન્ટેઇનમેન્ટ જેવી સખતાઈ રાખવામા આવે.
3. લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવે.
4. ઇન્ટરનેશનલ મુસાફરીમાં છૂટ આપવાની યોજનાઓની સમીક્ષા કરવામાં આવે.
5. કોરોના વેક્સિનનો બીજો ડોઝ વધારવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
6. રાજ્યોએ તે વાત પર ધ્યાન આપવું પડશે કે જે લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે, તેમને બીજો સમય સમયસર આપવામાં આવે.
મોદીની અધ્યક્ષતામાં આ બેઠક એવા સમયે યોજાઇ છે જ્યારે આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા મલ્ટિપલ મ્યુટેશન સાથેના કોવિડ વેરિઅન્ટ વિશે દુનિયાભરના દેશો ભયભીત થઈ ગયા છે. સાઉથ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફેક્શન ડિસીઝે કહ્યું- દેશમાં અત્યાર સુધીમાં આ પ્રકારના 22 કેસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે. તેને વેરિઅન્ટ ઓફ સીરિયસ કન્સર્ન જણાવવામાં આવ્યો છે.
ભારતે પણ કડક પગલાં ભર્યા
તમામ એરપોર્ટને હોંગકોંગ, બોત્સવાના અને ઈઝરાયેલથી આવતા મુસાફરોની તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે. રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. કોઈપણ પ્રકારની જરા પણ બેદરકારી ન રાખવામા આવે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું - પોઝિટિવ મળી આવતા સેમ્પલને તાત્કાલિક જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવા જોઈએ. દેશના નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલે પણ આ વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે.
નવા વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવા કેજરીવાલની અપીલ
PM મોદીની બેઠક પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે કોરોનાના નવા વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવામાં આવે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે આપણે કોરોનાના નવા વેરિઅન્ટને ભારતમાં પ્રવેશતા અટકાવવા માટે જરૂરી પગલાં ઉઠાવવા જોઈએ.
દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટને લઈને વિશ્વભરના દેશો ભયભીત થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શસ ડિસીઝે કહ્યું હતું- દેશમાં અત્યારસુધીમાં આ વેરિયન્ટના 22 કેસ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ તેને B.1.1.529 નામ આપ્યું છે. એને ગંભીર ચિંતાના પ્રકાર તરીકે વર્ણવવામાં આવો છે.
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોને દુનિયાભરના દેશોની ચિંતા વધારી
દેશનાં ઘણાં ક્ષેત્રોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોને પણ દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે બેઠક મળી છે. પીએમ મોદીએ બેઠક એવા સમયે મળી છે, જ્યારે દેશમાં શાળા-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થામ, ઓડિશા સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યાના સમાચાર મળી રહ્યા છે.
અત્યારસુધીમાં ક્યાં-કેટલા કેસ મળ્યા છે?
કોરોનાથી બચાવ માટે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા બાદ પણ લોકો સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. આ કારણે પણ સરકારની ચિંતામાં વધારો થયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.