• Gujarati News
  • National
  • Chardham Yatra Begins, Gangotri Yamunotri Dham Doors Open For Devotees After 2 Years

શ્રદ્ધા અનલૉક:ચારધામ યાત્રા શરૂ, 2 વર્ષ પછી શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખૂલ્યા

દહેરાદૂન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહ પહેલાં જ ચારધામ તીર્થસ્થળોની હોટલો ફુલ થઈ ગઈ

ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાએ મંગળવારે શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા. 6 મેએ કેદારનાથ અને 8 મેએ બદ્રીનાથના કપાટ ખૂલશે. આવું પહેલીવાર થયું છે કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ ખૂલતા પહેલા જ અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. આ કારણથી બંને ધામની તમામ હોટલ અને ધર્મશાળાઓ સંપૂર્ણ ફૂલ થઈ

ગઈ છે. ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ પ્રમાણે, આશરે પાંચ હજાર પ્રવાસી પહેલા જ અહીં પહોંચી ચૂક્યા છે. સૌથી વધુ શ્રદ્ધાળુ કેદારનાથ ધામ પહોંચ્યા છે. મંગળવારે બાબા કેદારનાથની પંચમુખી મૂર્તિ ઉખીમઠથી કેદારનાથ રવાના થઈ. ડોલી યાત્રા પાંચ મેએ કેદારનાથ પહોંચશે. 6 મેથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

શ્રદ્ધા સાથે કુદરતી નજારાના સંગમથી ચારધામ મનમોહક બનશે
1. ઑલ વેધર રોડ સૌથી મોટી રાહત:
પહેલા હૃષિકેશથી ગંગોત્રી પહોંચતા આખો દિવસ લાગતો. ઉદાહરણ તરીકે, કોઈ યાત્રી વાહન સવારે 6 વાગે ઋષિકેશથી ઉપડે, તો રાત્રે નવ વાગે ગંગોત્રી પહોંચતું. હવે સારા રસ્તા બનતા યાત્રા સરળ થઈ ગઈ છે.

2. સુંદર કુદરતી નજારા જોવાનો સમય: હવે શ્રદ્ધાળુઓને રસ્તામાં સુંદર નજારા જોવાનો સમય રહે છે. હૃષિકેશથી ચંબા પહોંચતા ટિહરી સરોવર દેખાય છે. યાત્રી 50 કિ.મી. સુધી આ સરોવર કિનારે બનેલા રસ્તાની સફર કરે છે, જ્યારે ચંબાથી હિમાલય દેખાય છે.

3. આદિગુરુ શંકરાચાર્યની સમાધિ: ઉત્તરાખંડ પ્રવાસન સચિવ દિલીપ જાવલકરે કહ્યું કે, આ યાત્રામાં આદિગુરુ શંકરાચાર્યની સમાધિના દર્શન માટે યાત્રીઓ અહીં આવી રહ્યા છે. કેદારનાથ મંદિરના કપાટ હાલ બંધ છે, જેથી લોકો અહીં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...