• Gujarati News
  • National
  • Channi Came To Meet Amarinder For The First Time After Becoming CM; Captain's Lunch Was Rejected On The Day Of Oath

પંજાબ કોંગ્રેસમાં નવુ સમીકરણ:સિદ્ધુ સાથે મતભેદ બાદ પહેલીવાર અમરિંદરને મળ્યા ચન્ની; શપથના દિવસે કેપ્ટનના લંચનું આમંત્રણ નહોતું સ્વિકાર્યું

એક દિવસ પહેલા
  • કૉપી લિંક
CM બન્યા બાદ ચરણજીત સિંહ ચન્ની પહેલીવાર પૂર્વ CM કેપ્ટનને મળવા પહોંચ્યા હતાં - Divya Bhaskar
CM બન્યા બાદ ચરણજીત સિંહ ચન્ની પહેલીવાર પૂર્વ CM કેપ્ટનને મળવા પહોંચ્યા હતાં

નવજોત સિંહ સિદ્ધુ સાથે મતભેદ બાદ પંજાબ કોંગ્રેસના રાજકારણમાં નવું સમીકરણ બનતું જણાઈ રહ્યું છે. મુખ્યમંત્રી બન્યા બાદ ચરણજીત ચન્ની પહેલીવાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા. અમરિંદરને હટાવીને જ ચન્નીને CM બનાવામાં આવ્યા હતાં, ત્યારે પણ કેપ્ટને ચન્નીને લંચમાટે આમંત્રણ આપ્યું હતું. જોકે ચન્નીએ ત્યારે વ્યસ્તતાનું બહાનું કાઢીને લંચમાં નહોતા ગયા.

અમરિંદર અને CM વચ્ચે આ મુલાકાત સિસવા ફાર્મ હાઉસમાં થઈ. હાલ આ મીટિંગનો એજન્ડા સામે આવ્યો નથી, પરંતુ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે પંજાબના રાજકારણમાં કેપ્ટન અમરિંદર સિંહના અનુભવને દેખતા નવા રાજકીય દાવ સામે આવી શકે છે.

ચન્નીએ અમરિન્દર સામે પણ બળવો કર્યો હતો
કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ બળવો કરનારા 4 મોટા મંત્રીઓમાં વર્તમાન સીએમ ચરણજીત ચન્ની પણ સામેલ હતાં. ચરણજીત ચન્નીએ જ્યારે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે કેપ્ટને તેમને સિસવા ફાર્મ હાઉસમાં લંચ માટે બોલાવ્યા હતાં, પરંતુ CM ચન્ની સિદ્ધુ સાથે ધારાસભ્ય પરગટ સિંહના ઘરે ગયા હતાં.

સિદ્ધુ સાથે મતભેદ ચાલી રહ્યા છે
સીએમ ચન્નીના નવજોત સિંહ સિદ્ધુ સાથે મતભેદો ચાલી રહ્યા છે. સિદ્ધુ સતત તેમની સરકાર વિરુદ્ધ હુમલા કરી રહ્યા છે. ક્યારેક ડીજીપી અને એડવોકેટ જનરલની નિયુક્તિને લઈને તો ક્યારેક હાઈકમાન્ડના એજન્ડાને બહાને સિદ્ધુ તેમના પર નિશાનો સાધતા રહેતા હોય છે. તેવામાં સિદ્ધુ અને ચન્ની વચ્ચેના મતભેદો વધી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ કારણોસર કેપ્ટન અમરિંદર સિંહથી મુલાકાતની ભૂમિકા તૈયાર થઈ.

સિદ્ધુથી નાખુશ હાઈકમાન્ડ, કેપ્ટનને મનાવાનો પ્રયત્ન
કોંગ્રેસ હાઈકમાન્ડ હાલ નવજોત સિદ્ધુથી નારાજ છે. કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ બાદ પણ કોંગ્રેસે નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના વડા બનાવ્યા હતા. સિદ્ધુ અને તેમના સહયોગીઓના આગ્રહ પર કેપ્ટન અમરિંદર સિંહને ત્યારબાદ સીએમની ખુરશી પરથી દૂર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આશા વ્યક્ત કરી હતી કે તે પછી પંજાબમાં બધું બરાબર થઈ જશે અને 2022માં કોંગ્રેસ સત્તામાં આવશે.

નવજોત સિદ્ધુ પંજાબનું નામ છે અને તેમના માટે ટ્રંપ કાર્ડ સાબિત થશે. જોકે આ સપનુ ત્યારે તૂટી ગયું કે જ્યારે સિદ્ધુએ નવી સરકારનો વિરોધ કર્યો છે. એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે કોંગ્રેસ સીએમ ચરણજીત ચન્ની મારફતે કેપ્ટન અમરિન્દર સિંહને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...