• Gujarati News
  • National
  • Changes In The Union Cabinet Soon; 15 Months After Joining The BJP, Modi's Hopes Of Getting A Seat In The Cabinet Have Increased

સિંધિયાને મળી શકે છે રેલવેની કમાન:કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર ટૂંક સમયમાં જ; ભાજપમાં સામેલ થયાને 15 મહિના પછી મોદી કેબિનેટમાં જગ્યા મળવાની આશા વધી

મધ્યપ્રદેશ4 મહિનો પહેલા

મધ્યપ્રદેશમાં ગત વર્ષે માર્ચમાં કમલનાથ સરકારના સત્તાપલટામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જ ટૂંક સમયમાં મોટી ભેટ મળી શકે છે. તેમને મોદી સરકારમાં મંત્રીપદ મળવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

મોદી સરકાર 2.0ના 2 વર્ષ પૂરાં થયાં છે, ત્યારે વડાપ્રધાન મોદી પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. PM મોદીએ શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી. એ બાદ સિંધિયા સમર્થકોનો દાવો છે કે તેમના નેતાને ટૂંક સમયમાં જ મોદી ટીમમાં જગ્યા મળી જશે.

સિંધિયા સમર્થકના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે સિંધિયાને રેલવેની કમાન મળી શકે છે. જોકે તેમને શહેરી વિકાસ કે માનવસંસાધન જેવાં મહત્ત્વના મંત્રાલય આપવાની ચર્ચા પણ કરી છે. તેઓ ભાજપમાં સામેલ થયાને 15 મહિના પસાર થઈ ગયા છે. હવે ભાજપાએ તેમને કરેલો વાયદો પૂરો કરવા જઈ રહી છે, જેની ચર્ચા દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ સુધી છે.

મનમોહન સરકારમાં બની હતી એક્ટિવ મંત્રીની છબિ
જાણકારોનું માનવું છે કે મોદી જ્યોતિરાદિત્યને કેબિનેટ મંત્રી બનાવશે, જેનું કારણ છે કે મનમોહન સરકારમાં પણ તેમણે પોતાના કામને લઈને એક્ટિવ મંત્રી તરીકે છબિ બનાવી હતી. આ વખતે તેઓ ટીમ મોદીમાં સામેલ થશે તો ફરી તેઓ પોતાનું કામ દેખાડી શકશે.

ભાજપનું ફોકસ નવી લીડરશિપ પર
સૂત્રોનું માનવામાં આવે તો ભાજપનું ફોકસ હવે પાર્ટીમાં યુથ લીડરશિપને ડેવલપ કરવા પર છે. એને ધ્યાનમાં રાખીને મોદી મંત્રીમંડળમાં મધ્યપ્રદેશના કોટાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, ઓડિશાના બૈજયંત પાંડા, મહારાષ્ટ્રથી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક યુવા ચહેરાઓને તક મળી શકે છે.

પહેલી ટર્મમાં 6 મહિનામાં જ કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું હતું
પહેલા કાર્યકાળમાં વડાપ્રધાન મોદીએ 6 મહિનામાં જ કેબિનેટનું વિસ્તરણ કરી દીધું હતું અને મંત્રીઓની સંખ્યા 45થી વધારીને 66 કરી દીધી હતી. એ બાદ સરકારનાં 2 વર્ષ પૂર્ણ થયાં એના થોડા જ મહિના પછી, જુલાઈ 2016માં મોદીએ ફરી કેબિનેટમાં ફેરફાર કરી મંત્રીઓની સંખ્યા વધારીને 78 કરી હતી, જેના એક વર્ષ પછી તેમણે મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા

બીજી ટર્મમાં 57 મંત્રીની સાથે શપથ લીધા હતા
મોદીએ પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરતા સમયે 30 મે 2019ના રોજ 57 મંત્રીની સાથે વડાપ્રધાનપદના શપથ લીધા હતા. જોકે વર્તમાનમાં તેમની ટીમ 53 મંત્રીની જ છે. બે મંત્રી રામવિલાસ પાસવાન અને સુરેશ અંગાડીનું નિધન થઈ ગયું છે, જ્યારે બે કેબિનેટ મંત્રી હરસિમરત કૌર બાદલ અને અરવિંદ સાવંતે રાજીનામાં આપ્યાં છે.

4 મંત્રીની પાસે વધુપડતી જવાબદારી

  • રેલવેમંત્રી પીયૂષ ગોયલની પાસે વાણિજ્ય, રેલ મંત્રાલય ઉપરાંત ઉપભોક્તા મંત્રાલયની પણ જવાબદારી છે.
  • સૂચના અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરની પાસે પર્યાવરણની સાથે ભારે ઉદ્યોગ મંત્રાલયની વધારાની જવાબદારી છે.
  • કૃષિ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરની પાસે ખાદ્યનો વધારાનો ભાર છે.
  • આયુષ મંત્રાલયનો વધારાનો પ્રભાર ખેલ તેમજ યુવા મામલાઓના મંત્રી કિરન રિજિજુ સંભાળી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...